android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dwarka: જામ ખંભાળીયાના રામનગરમાં લોહીયાળ ખેલ, પ્રેમ પ્રકરણમાં 25 વર્ષીય યુવકની નિર્મમ હત્યા
calendar_today February 2, 2026

Dwarka: જામ ખંભાળીયાના રામનગરમાં લોહીયાળ ખેલ, પ્રેમ પ્રકરણમાં 25 વર્ષીય યુવકની નિર્મમ હત્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના રામનગર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના ‘ગુંદ મોરાવાળી વાડી’ વિસ્તારમાં માત્ર 25 વર્ષની વયના આશાસ્પદ યુવક જસવંત ચોપડાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનાટો વ્યાપી ગયો છે.જામ ખંભાળીયામાં 25 વર્ષના યુવકની હત્યાપ્રાપ્ત માહિતી અનુસાર જસવંત ચોપડા પર ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. હત્યારાઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક યુવકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના જીવલેણ ઘા માર્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વાડી વિસ્તારમાં લોહીથી લથબથ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા સ્થાનિકોમાં ભારે ફફડાટ અને ચકચાર મચી ગઈ છે.હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણની આશંકાપોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ અથવા કોઈ યુવતી સાથેના વિવાદનું કારણ હોવાનું બહાર આવી રહ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ ગુનામાં યુવકના નજીકના કુટુંબીજનો જ સંડોવાયેલા હોવાની પ્રબળ ચર્ચા ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહી છે. અંગત અદાવત અને પારિવારિક પ્રતિષ્ઠાના નામે આ કરપીણ હત્યા કરવામાં આવી હોવાની શક્યતા નકારી શકાતી નથી.પોલીસ કાફલો ઘટનાસ્થળેબનાવની જાણ થતા જ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા (SP) જયરાજસિંહ વાળા તથા DYSP વિસ્મય માનસેતા સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, ગુનાવાળી જગ્યાને કોર્ડન કરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Surat News : ગજેરા બંધુઓએ હવાલાથી 2000 કરોડ હોંગકોંગ મોકલાવ્યાનો આક્ષેપ, પૂર્વ ભાગીદાર પ્રવીણ અગ્રવાલનો લેટર વાયરલ

Read Full Story arrow_forward
Rajkot News : રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનનો કેસ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો, આજે હાઇકોર્ટમાં ડિમોલિશનને લઇ સુનાવણી
calendar_today February 2, 2026

Rajkot News : રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનનો કેસ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો, આજે હાઇકોર્ટમાં ડિમોલિશનને લઇ સુનાવણી

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને ડિમોલિશન અટકાવવા રહેવાસીઓ હાઇકોર્ટના સહારે છે, આજે હાઇકોર્ટમાં ડિમોલેશન મામલે સુનાવણી થશે અને હાઇકોર્ટમાંથી રાહત નહીં મળે તો આવતીકાલથી થઈ શકે છે ડિમોલિશનની કામગીરી. જંગલેશ્વર વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરાશે રાજકોટમાં સરકારી જમીન પર મોટુ ગેરકાયદેસર દબાણ થયું હોવાની વાત સામે આવી હતી અને જંગલેશ્વર વિસ્તારમાં આ દબાણો થયા છે અને તેને દૂર કરવાની કામગીરી કરાશે, તો આ સરકારી જમીનની કિંમત અંદાજે 220 કરોડ જેટલી થાય છે અને આ દબાણો દૂર કરવામાં આવે તો તે જગ્યા પર સરકાર નવા પ્રોજેકટ લાવી શકે છે અથવા તો આવાસના મકાનો પણ બની શકે છે. દબાણ કર્તાઓને બીજી નોટિસ અંગેની કલેક્ટર તંત્રની તૈયારીઓ શરૂ કરી હતી નોટિસ આપવાને લઈ દબાણ કર્તાઓ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી અને જંગલેશ્વર વિસ્તાર ઝૂંપડપટ્ટી નોટિફાઇડ ન હોવાની દલીલ સરકારી પક્ષ દ્વારા કરવામાં આવી હતી, જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણકર્તાઓ દ્વારા 3 સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 2 એપ્લિકેશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા હાઇકોર્ટમાં કેવીએટ પણ અગાઉ દાખલ કરવામાં આવેલી છે. આ પણ વાંચો : Gujarat Police News : ગુજરાત પોલીસની 472 હથિયારધારી PSI ભરતીમાં 1023 ઉમેદવાર ક્વોલિફાય

Read Full Story arrow_forward
Rajkot: કાલાવડ રોડ પર કાર ચાલકે કાબૂ ગુમાવ્યો, કાર ડિવાઈડર કૂદી રેલિંગમાં ઘૂસી
calendar_today February 2, 2026

Rajkot: કાલાવડ રોડ પર કાર ચાલકે કાબૂ ગુમાવ્યો, કાર ડિવાઈડર કૂદી રેલિંગમાં ઘૂસી

રાજકોટના કાલાવડ રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ ગણાતા કાલાવડ રોડ પર ગેમઝોન નજીક એક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી.કાલાવડ રોડ પર અકસ્માત મળતી માહિતી મુજબ, કાર ચાલક પૂરઝડપે જઈ રહ્યો હતો ત્યારે અચાનક કોઈ કારણોસર ગાડી પરનો કાબૂ છૂટી ગયો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે તે રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી અને લોખંડની રેલિંગમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને રેલિંગના લોખંડના સળિયા કારની આરપાર નીકળી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.સદનસીબે જાનહાનિ ટળીઆ અકસ્માતને જોતા પ્રથમ દ્રષ્ટિએ કોઈ મોટી જાનહાનિ થઈ હોય તેવું લાગતું હતું, પરંતુ સદનસીબે કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે. એરબેગ્સ ખૂલી જવાને કારણે અથવા અન્ય સુરક્ષાના કારણોસર કોઈને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતને કારણે કાલાવડ રોડ જેવા વ્યસ્ત માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે હળવો કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગેની નોંધ કરી કારને ક્રેઈન મારફતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Dwarka: જામ ખંભાળીયાના રામનગરમાં લોહીયાળ ખેલ, પ્રેમ પ્રકરણમાં 25 વર્ષીય યુવકની નિર્મમ હત્યા

Read Full Story arrow_forward