android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાનાપોંઢા તાલુકામાં બે દિવસીય યોગ શિબિર યોજાઈ
calendar_today January 31, 2026

Valsad : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાનાપોંઢા તાલુકામાં બે દિવસીય યોગ શિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય બોર્ડ ગાંધીનગરના ચેરમેન શિશપાલ રાજપુતના માર્ગદર્શન હેઠળ અને દક્ષિણ ઝોન કો -ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેની અધ્યક્ષતામાં કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વલસાડ જિલ્લાની ટીમ દ્વારા નવનિર્મિત તાલુકા નાનાપોંઢામાં બે દિવસીય યોગ શિબિરનું સફળતાપૂર્વક આયોજન થયું હતું.સમગ્ર તાલુકાને યોગ તરફ વાળવાનો સંદેશો 30 જાન્યુઆરી સાંજે અને 31 જાન્યુઆરી સવારે એમ બે દિવસ નાનાપોંઢાની એન. આર. રાઉત હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં મુખ્ય અતિથિ તરીકે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે નાયબ મામલતદાર મનીષાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન કેતન પટેલ, એ.પી.એમ.સી.ના ચેરમેન મુકેશભાઈ પટેલ, હાઈસ્કૂલના આચાર્ય વિનોદભાઈ રાઉત, હનુમાનભાઈ (કલ્પના પ્રી સ્કૂલ ચીવલ અને માંડવા) વાપી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ અને સરપંચ સહિત અન્ય આગેવાનો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી યોગા કર્યા હતા અને સમગ્ર તાલુકાને યોગ તરફ વાળવાનો સંદેશો આપ્યો હતો. વરિષ્ઠ યોગ ટ્રેનર કાંતિભાઈએ આ યોગ શિબિરને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કર્યા ધારાસભ્ય જીતુ ચૌધરીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે તેઓ પોતે પણ નિયમિત રીતે યોગા કરે છે, જેથી ઉપસ્થિત લોકોને પણ નિયમિત યોગ કરી તંદુરસ્ત જીવન જીવવા અનુરોધ કર્યો હતો. આ સફળ યોગ શિબિરનું સમગ્ર આયોજન વલસાડ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર પ્રિતીબેન દ્વારા થયું હતું. વલસાડના વરિષ્ઠ યોગ ટ્રેનર કાંતિભાઈએ આ યોગ શિબિરને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કર્યા અને આજુબાજુના ગામોના તમામ સરપંચોને એકત્રિત કર્યા હતા. યોગ કોચ મનીષા ઠાકોર, જાગૃતિ દેસાઈ, શિવમ ગુપ્તા, પ્રજ્ઞા ફેટિંગ, પંકજ આશાર્યા તેમજ યોગ ટ્રેનર મિતેશભાઈ, સ્વાતિબેન, અલ્પા દેસાઈ માધવી પરમાર, ભાવિકાબેને શિબિર માટે યોગદાન આપ્યું હતું.આ પણ વાંચો : Ahmedabad: રિવરફ્રન્ટ પર પોલીસની બિનસત્તાવાર વિદાય પાર્ટી, AMCની મંજૂરી વગર નિયમોના ઉડ્યા ધજાગરા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાણપુરની કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ભયાનક અકસ્માત, 3 શ્રમિકોના કરુણ મોત
calendar_today January 31, 2026

Gujarat Latest News Live : રાણપુરની કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ભયાનક અકસ્માત, 3 શ્રમિકોના કરુણ મોત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 31 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Botad: રાણપુરની કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ભયાનક અકસ્માત, 3 શ્રમિકોના કરુણ મોત
calendar_today January 31, 2026

Botad: રાણપુરની કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ભયાનક અકસ્માત, 3 શ્રમિકોના કરુણ મોત

બોટાદ જિલ્લાના રાણપુર નજીક આવેલી કિનારા ચોકડી પાસે આજે ટ્રક અને ઈકો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 4 શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભીષણ હતો કે ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.ખેતીકામે આવતા શ્રમિકોને નડ્યો કાળપ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, ઈકો ગાડી (નંબર: MP 09 DK 4398) માં સવાર મુસાફરો મૂળ મધ્યપ્રદેશના પનાલા ગામના શ્રમિકો હતા. આ શ્રમિકો રાણપુરના કુંડળી ગામે ખેતીવાડીના મજૂરીકામે આવી રહ્યા હતા, ત્યારે કિનારા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતી ટ્રક સાથે તેમની કારની ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ, રાણપુર પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં 3 શ્રમિકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યાગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 4 લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.રાણપુર પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેમના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. મજૂરીકામે આવી રહેલા ગરીબ શ્રમિક પરિવાર પર ત્રાટકેલા આ કાળથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ પણ વાંચો:Ahmedabad: રિવરફ્રન્ટ પર પોલીસની બિનસત્તાવાર વિદાય પાર્ટી, AMCની મંજૂરી વગર નિયમોના ઉડ્યા ધજાગરા

Read Full Story arrow_forward