android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sunetra Pawar Oath Ceremony: સુનેત્રા પવાર NCP ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, સાંજે 5 કલાકે 10 મિનિટનો શપથ સમારોહ
calendar_today January 31, 2026

Sunetra Pawar Oath Ceremony: સુનેત્રા પવાર NCP ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, સાંજે 5 કલાકે 10 મિનિટનો શપથ સમારોહ

સુનેત્રા પવાર NCP ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. આજે સાંજે 5 કલાકે મુંબઇમાં લોકભવન ખાતે માત્ર 10 મિનિટનો શપથગ્રહણ સમારોહ યોજાશે.   શપથવિધિ પહેલા ધારાસભ્ય દળની બેઠક મળી હતી.  NCP (અજિત જૂથ) ના ધારાસભ્ય પક્ષની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, સુનેત્રા પવારને પાર્ટીના નવા ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ નિર્ણયથી આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે તેમના શપથ ગ્રહણનો માર્ગ મોકળો થયો છે. NCP ધારાસભ્ય પક્ષના સત્તાવાર નેતા તરીકે ચૂંટવામાં આવ્યા પાર્ટીના નેતા દિલીપ વાલ્સેએ તેમનું નામ પ્રસ્તાવિત કર્યું હતું, જેને અન્ય પાર્ટીના નેતાઓએ ટેકો આપ્યો હતો.  સુનેત્રા પવારને NCP ધારાસભ્ય પક્ષના સત્તાવાર નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમની પસંદગી બાદ પાર્ટી રાજ્યપાલ અને મુખ્યમંત્રીને હાજર રહેલા તમામ ધારાસભ્યોના હસ્તાક્ષરો સાથેનો ઔપચારિક પત્ર સુપરત કરશે. આ પત્ર નેતૃત્વ પરિવર્તનની સત્તાવાર સૂચના તરીકે કામ કરશે અને તેમની નિમણૂક માટે પાર્ટીની સંપૂર્ણ એકતા અને સમર્થનને પ્રમાણિત કરશે. આ પગલાથી સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનવાની શક્યતા વધુ મજબૂત બને છે, અને પક્ષમાં એકતાનો પણ સ્પષ્ટ સંકેત મળે છે. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે  રાજ્યસભાના સાંસદ સુનેત્રા પવારને આજે સાંજે 5 વાગ્યે રાજ્યપાલ દ્વારા શપથ લેવડાવવામાં આવશે. આ નિર્ણય સાથે સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે. આ નિર્ણય અજિત પવારના નિધન પછી પાર્ટીની નવી રાજકીય દિશા અને નેતૃત્વને પણ પ્રતિબિંબિત કરે છે. Gold Silver Price Today: એક જ દિવસમાં ચાંદી એક લાખ રૂપિયા સસ્તી, સોનામાં પણ ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાજ્યમાં બેવડી ઋતુની રહેશે અસર, રાજ્યના હવામાન વિભાગની આગાહી
calendar_today January 31, 2026

Gujarat Latest News Live : રાજ્યમાં બેવડી ઋતુની રહેશે અસર, રાજ્યના હવામાન વિભાગની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 31 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Aravalli News: માલપુર-મેઘરજ પંથકમાં કમોસમી માવઠું, 80 હજાર હેક્ટરના રવિ પાક પર સંકટ
calendar_today January 31, 2026

Aravalli News: માલપુર-મેઘરજ પંથકમાં કમોસમી માવઠું, 80 હજાર હેક્ટરના રવિ પાક પર સંકટ

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે. ખાસ કરીને મેઘરજના પહાડીયા અને રેલ્યો પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.ખેતીપાક પર જોખમ અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજે 80 હજાર હેક્ટર જમીનમાં રવિ સીઝનનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ ખેતરોમાં ઘઉં, બટાકા અને ચણા જેવા પાકો તૈયાર થવાની અવસ્થામાં છે, ત્યારે જ અચાનક પડેલા માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે, જેનાથી ઘઉં અને બટાકાના પાકમાં ફૂગજન્ય રોગો અને જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરવાની ભીતિ એક તરફ ભરશિયાળે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ બીજી તરફ જગતનો તાત પાયમાલ થવાના ડરે ચિંતિત છે. જો હજુ પણ વરસાદી માહોલ ચાલુ રહેશે, તો તૈયાર પાક સોથ વળી જશે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળશે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે આ આફત જલ્દી ટળે. આ પણ વાંચો - Arvalli News : અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો, મેઘરજ અને માલપુરમાં ખાબકયો કમોસમી વરસાદ

Read Full Story arrow_forward