કચ્છના ગૌરવમાં વધારો, બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર, જુઓ સુંદર દ્રશ્યો
કચ્છના ગૌરવમાં વધારો થયો છે. છારી-ઢંઢ ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું. છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે તેમ વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું. ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ 'છારી ઢંઢ પક્ષી અભયારણ્ય'ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે. આ આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવામાં ગુજરાતના ચિફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ડૉ. જયપાલ સિંઘ, ગાંધીનગર વન્ય પ્રાણી પાંખની ટીમ, મુખ્ય વન સંરક્ષક (કચ્છ વન વર્તુળ, ભુજ) તેમજ નાયબ વન સંરક્ષકશ્રી કચ્છ (પશ્ચિમ) વન વિભાગ, ભુજ દ્વારા કરવામાં આવેલી સતત કામગીરી નિર્ણાયક રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર (વેટલેન્ડ ડિવીઝન)ના સતત માર્ગદર્શન હેઠળ વેટલેન્ડના સંરક્ષણ અને તેની જૈવ-વિવિધતા જાળવવા માટે કરવામાં આવેલા વૈજ્ઞાનિક પ્રયાસોને પરિણામે આ સિદ્ધિ મળી છે.
Read Full Story arrow_forward