android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : આંતરરાજ્ય બાળ તસ્કરી મામલે મોટો ખુલાસો, બાળકી હોય તો એજન્ટો વધુ રૂપિયા આપતા હોવાનો ઘટસ્ફોટ
calendar_today January 31, 2026

Ahmedabad : આંતરરાજ્ય બાળ તસ્કરી મામલે મોટો ખુલાસો, બાળકી હોય તો એજન્ટો વધુ રૂપિયા આપતા હોવાનો ઘટસ્ફોટ

આંતરરાજ્ય બાળ તસ્કરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટા ખુલાસા કર્યા છે. પોલીસે ઝડપેલા 3 આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થતાં પોલીસની તપાસ હવે લંબાઇ છેબાળ તસ્કરી કેસમાં 3 આરોપીને ઝડપી પાડ્યા પોલીસે બાળ તસ્કરી કેસમાં 3 આરોપીને ઝડપી પાડ્યા હતા અને ત્રણેયની ઉંડી પૂછપરછ કરાઇ હતી. આરોપીઓ અન્ય રાજ્યના 5 એજન્ટો સાથે સંપર્કમાં પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઝડપાયેલા આરોપીઓ અન્ય રાજ્યના 5 એજન્ટો સાથે સંપર્કમાં હતા જો બાળકી હોય તો એજન્ટો વધુ રપિયા આપતા પુછપરછમાં ખુલ્યું છે કે, આ એજન્ટો બાળકોને અન્ય રાજ્યોમાં ભિક્ષાવૃતિ કરવા માટે ધકેલી રહ્યા હતા. નોંધનીય છે કે જો બાળકી હોય તો એજન્ટો વધુ રપિયા આપતા હતા આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા ક્રાઈમ બ્રાંચ હવે સમગ્ર કનેક્શનમાં ગંભીરતાથી આગળની તપાસ કરી રહી છે. પોલીસ બાળ તસ્કરી સાથે સંકળાયેલા શખ્સોની વધુ પુછપરછ કરી રહી છે જેથી આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે. આ પણ વાંચો---   Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો

Read Full Story arrow_forward
Vapi માં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, સફાઈકર્મીએ જ 24.5 તોલા સોના-ચાંદીના દાગીના પર હાથ સાફ કર્યો
calendar_today January 31, 2026

Vapi માં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, સફાઈકર્મીએ જ 24.5 તોલા સોના-ચાંદીના દાગીના પર હાથ સાફ કર્યો

વાપીની આરસીએલ (RCL) કોલોનીમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં વાપી પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસની ચોંકાવનારી વિગત એ છે કે, જે ઘરમાં ચોરી થઈ તે ઘરની સફાઈ કરતા કર્મચારીએ જ પોતાના મિત્ર સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હતો. વેપારીના માતાનું નિધન થયું હોવાથી તેઓ ઘર બંધ કરીને મહારાષ્ટ્ર ગયા હતા, જેનો લાભ ઉઠાવીને આ શખ્સોએ કુલ 24.5 તોલા સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સફાઈકર્મી સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસની મોટી સફળતા આરોપીઓ પોલીસની પકડથી બચવા માટે અત્યંત ચાલાકી વાપરી હતી અને ચોરી કરેલો તમામ મુદ્દામાલ જમીનમાં ખાડો ખોદીને દાટી દીધો હતો. જોકે, પોલીસની સઘન પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા હતા અને તેમણે ગુનો કબૂલ્યો હતો. પોલીસની ટીમ આરોપીઓને સાથે રાખી દાગીના જ્યાં દાટ્યા હતા તે સ્થળે પહોંચી હતી અને જમીનમાંથી દાગીના કબજે કર્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઘરમાં કામ કરતા માણસોની તપાસ અને વિશ્વાસ રાખવામાં સાવચેતી રાખવી કેટલી જરૂરી છે. આ પણ વાંચો : Ahmedabad News : MK શાહ મેડિકલ કોલેજ રેગિંગ વિવાદ, 3 સભ્યોની કમિટી તપાસ કરશે, ડીને કર્યો મોટો ખુલાસો

Read Full Story arrow_forward
Bharuch News: પાનોલી હાઈવે પર કાર-બાઈક વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
calendar_today January 31, 2026

Bharuch News: પાનોલી હાઈવે પર કાર-બાઈક વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત

દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારના ગાઢ ધુમ્મસના કારણે વાહનવ્યવહાર પર માઠી અસર પડી રહી છે, જે હવે જીવલેણ સાબિત થઈ રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આવેલા પાનોલી નજીક આજે વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે દ્રશ્યતામાં ઘટાડો થયો હતો. જે કારણે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર બે આશાસ્પદ યુવાનોના મોત નીપજ્યા છે.દ્રશ્યતા ઓછી હોવાથી સર્જાયો અકસ્માત ઘટનાની મળતી માહિતી અનુસાર, પાનોલી હાઈવે પર આજે સવારે ભારે ધુમ્મસ હોવાને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી. આ દરમિયાન એક બાઈક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક સવાર બંને યુવાનો માર્ગ પર ફંગોળાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ઈજાઓ જીવલેણ હોવાથી બંનેએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. મૃતકોની ઓળખ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બંને મૃતક યુવાનો નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના વતની હતા. મૃતકોના નામ સૂચિત વસાવા અને જ્યેન્દ્ર વસાવા હોવાનું સામે આવ્યું છે. યુવાનોના અકાળે અવસાનથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ કાર્યવાહી પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શિયાળાની ઋતુમાં હાઈવે પર વધતા ધુમ્મસને કારણે વાહનચાલકોને સાવચેતી રાખવા અને વાહનની સ્પીડ મર્યાદિત રાખવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો - Bharuch : દધેડા ગામમાં થયેલી યુવાનની હત્યાના કેસમાં અંકલેશ્વર કોર્ટે 4 આરોપીને આજીવન કેદની સજા ફટકારી

Read Full Story arrow_forward