android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Baramati Plane Crash: અજિત પવાર પ્લેન દુર્ઘટનાની CIDને સોંપાઇ તપાસ, 5 લોકોના થયા હતા મોત
calendar_today January 31, 2026

Baramati Plane Crash: અજિત પવાર પ્લેન દુર્ઘટનાની CIDને સોંપાઇ તપાસ, 5 લોકોના થયા હતા મોત

મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા. બુધવારે (28 જાન્યુઆરી) બારામતી વિસ્તારમાં થયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું. આ ચકચારી ઘટનાની તપાસ હવે રાજ્યના ગુનાહિત તપાસ વિભાગ (CID) ને સોંપવામાં આવી છે. પ્લેન લેન્ડિંગ સમયે ક્રેશ થઇ જતા મોત નાયબ મુખ્યમંત્રી અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર અર્થે મુંબઈથી સવારે 8 વાગ્યે બારામતી જવા રવાના થયા હતા. તેમને તે દિવસે ત્યાં ચાર મહત્વની બેઠકો સંબોધવાની હતી. જોકે, બારામતી એરપોર્ટ પર લેન્ડિંગની તૈયારી કરતી વખતે જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. 5 ના મોત આ કરુણ ઘટનામાં અજિત પવારની સાથે વિમાનમાં સવાર અન્ય ચાર વ્યક્તિઓના પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જેમાં શામેલ છે: સુમિત કપૂર (પાઇલટ) શામ્ભવી પાઠક (સહ-પાઇલટ) પિંકી માલી (એર હોસ્ટેસ) વિદીપ જાધવ (અજિત પવારના બોડીગાર્ડ) સીઆઇડીને સોંપવામાં આવી તપાસ દુર્ઘટના બાદ બારામતી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. CIDના અધિક પોલીસ મહાનિર્દેશક સુનિલ રામાનંદે પુષ્ટિ કરી છે કે હવે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ CID કરશે. આ ઉપરાંત, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની AAIB અને DGCA ની ટીમોએ પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બ્લેક બોક્સની થશે તપાસ તપાસકર્તાઓને ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે, જે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવામાં મહત્વની કડી સાબિત થશે. બીજી તરફ, વિમાન કંપની VSR વેન્ચર્સે દાવો કર્યો છે કે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી નહોતી અને પાઇલટ સુમિત કપૂર પાસે 16,000 કલાકનો વિશાળ ઉડાન અનુભવ હતો.Gold Silver Price Today: એક જ દિવસમાં ચાંદી એક લાખ રૂપિયા સસ્તી, સોનામાં પણ ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ

Read Full Story arrow_forward
Maharashtra: અજિત પવારની ઇચ્છા હતી કે... સુનેત્રા પવારના શપથ પહેલા શરદ પવારનું મહત્વનું નિવેદન
calendar_today January 31, 2026

Maharashtra: અજિત પવારની ઇચ્છા હતી કે... સુનેત્રા પવારના શપથ પહેલા શરદ પવારનું મહત્વનું નિવેદન

મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવારના અચાનક અવસાનથી સર્જાયેલી શૂન્યાવકાશ વચ્ચે અનેક અટકળો વહેતી થઈ છે. આ ગંભીર પરિસ્થિતિ પર વાત કરતા NCPના વરિષ્ઠ નેતા શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે અજિત પવારની જવાબદારીઓ સંભાળવા માટે હવે કોઈએ મક્કમતાથી આગળ આવવું પડશે. સુનેત્રા પવારના નામ પર ચર્ચા રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અજિત પવારના પત્ની સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી પદ સોંપવામાં આવી શકે છે. જોકે, આ અંગે શરદ પવારે જણાવ્યું હતું કે, "સુનેત્રા પવારના શપથ ગ્રહણ અંગે મારી પાસે કોઈ સત્તાવાર જાણકારી નથી. આ પ્રકારના મોટા નિર્ણયો પક્ષ સ્તરે લેવાતા હોય છે અને અંતિમ નિર્ણય પક્ષની લોકશાહી પ્રક્રિયા દ્વારા જ લેવામાં આવશે." અજિત પવાર આ બાબતે ગંભીર હતા..- શરદ પવાર શરદ પવારે એક મહત્વનો ખુલાસો કરતા જણાવ્યું કે જયંત પાટિલ અને અજિત પવાર વચ્ચે છેલ્લા ચાર મહિનાથી બે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીઓના વિલીનીકરણ અંગે ચર્ચા ચાલી રહી હતી. આ ચર્ચાઓ સકારાત્મક રીતે આગળ વધી રહી હતી, અને 12મી તારીખે જાહેર જાહેરાત થવાની હતી. તેમના મતે, અજિત પવાર આ પ્રક્રિયા પ્રત્યે ખૂબ જ ગંભીર હતા અને સંગઠનને એક કરવા માંગતા હતા.અજિત પવારને યાદ કરીને, શરદ પવાર ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે અજિત પવાર એક સક્ષમ, મહેનતુ અને પ્રતિબદ્ધ નેતા હતા જેમણે હંમેશા સામાન્ય લોકો માટે કામ કર્યું.તેઓ લોકોની સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજતા હતા અને ન્યાય માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. બારામતીના લોકો હંમેશા તેમની પડખે ઉભા રહ્યા, અને તેમણે પણ તેમની ફરજો નિભાવવામાં ક્યારેય કોઈ કસર છોડી ન હતી.https://x.com/PTI_News/status/2017441923011907605નવી પેઢી પાસે આશા- શરદ પવાર આ કપરા સમયમાં પરિવાર અને પક્ષને સાંત્વના આપતા તેમણે ઉમેર્યું કે, હવે સમય હિંમત સાથે આગળ વધવાનો છે. અજિત પવારે જે લોકસેવાના મૂલ્યો સ્થાપ્યા છે તેને આગળ ધપાવવાની જરૂર છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પરિવારની નવી પેઢી આ વારસાને ગૌરવપૂર્વક આગળ લઈ જશે.Gold Silver Price Today: એક જ દિવસમાં ચાંદી એક લાખ રૂપિયા સસ્તી, સોનામાં પણ ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ

Read Full Story arrow_forward
Ahmedabad શહેરમાં રાત્રે રફતારના રાક્ષસનો કહેર યથાવત્ , બે ગંભીર અકસ્માત, બાઇક ચાલકનું સ્થળ પર મોત
calendar_today January 31, 2026

Ahmedabad શહેરમાં રાત્રે રફતારના રાક્ષસનો કહેર યથાવત્ , બે ગંભીર અકસ્માત, બાઇક ચાલકનું સ્થળ પર મોત

અમદાવાદ શહેરમાં રાત્રે વાહનોની અતિ રફ્તારના કારણે અકસ્માતોની ઘટનાઓ યથાવત છે. એક જ રાત્રે શહેરમાં બે અલગ અલગ જગ્યાએ ગંભીર અકસ્માત સર્જાયા હતા.રાણીપ ડી માર્ટ પાસે પીકઅપ વાન-કાર વચ્ચે અકસ્માત પ્રથમ ઘટના રાણીપના ડી-માર્ટ નજીક નોંધાઈ. એક પીકઅપ વાન ચાલકે XUV કારને ટક્કર મારી દેતાં કારમાં સવાર એક વ્યક્તિ ઘાયલ થયો હતો ઘટનાસ્થળે તાત્કાલિક મદદ માટે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી અને ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. બલોલનગર બ્રિજ પર એક્ટિવા-કાર વચ્ચે અકસ્માત બીજી ઘટના બલોલનગર બ્રિજ પર બની. બલોલનગર બ્રિજ પર એક્ટિવા-કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવાચાલક બ્રિજની નીચે પટકી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃત્યુ પામનારની ઓળખ કિશોરભાઈ પવાર તરીકે થઈ છે. શહેરમાં ક્યારે અટકશે રફતારનો કહેર  જે રીતે અકસ્માતો વધી રહ્યા છે તેને લઇને લોકોમાં પ્રશ્ન ઊભો થયો છે કે અમદાવાદમાં ક્યારે રફ્તારનો આ કહેર અટકશે. પોલીસ દ્વારા ઘટનાઓના મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો-----     Vadodara : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બાળકનું અપહરણ, પોલીસે અપહરણકાર સાથે બાળકને હાલોલ બસ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો

Read Full Story arrow_forward