android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh News : જૂનાગઢમાં 8 માસથી ગુમ વૃદ્ધાના અવશેષો કૂવામાંથી મળ્યા, લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની પોલીસને આશંકા
calendar_today January 31, 2026

Junagadh News : જૂનાગઢમાં 8 માસથી ગુમ વૃદ્ધાના અવશેષો કૂવામાંથી મળ્યા, લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની પોલીસને આશંકા

જૂનાગઢમાં 8 માસથી ગુમ વૃદ્ધાના અવશેષો કૂવામાંથી મળી આવ્યા છે અને પોલીસને જાણ થતા ફોરેન્સિકની મદદ લીધી હતી, હાલમાં પોલીસને કૂવામાંથી હાડકા મળી આવ્યા છે અને ફોરેન્સિક રીપોર્ટ બાદ સત્યતા સામે આવશે, તો પોલીસે એક શકમંદની પૂછપરછ પણ કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ છે. આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગયા બાદ વૃદ્ધા લાપતા હતા જૂનાગઢમાં 8 માસથી ગુમ વૃદ્ધાના અવશેષો કૂવામાંથી મળ્યા છે, આ બાબતે પરિજનોએ પણ વૃદ્ધ ગુમ હોવાની અરજી અલગ-અલગ જગ્યાએ કરી હતી વૃદ્ધા ઘરેથી નીકળ્યા બાદ મળી આવ્યા ન હતા અને પરિજનોએ અગાઉ પણ પોલીસને જાણ કરી હતી CCTV ફૂટેજમાં વૃદ્ધા છેલ્લે રામ મંદિરમાં દેખાયા હતા અને લૂંટના ઇરાદે હત્યા કરી લાશ કૂવામાં ફેંક્યાની આશંકા છે, પોલીસે અલગ-અલગ લોકોની પૂછપરછ કરી છે અને ગામમાં જે જગ્યાએ સીસીટીવી છે તે પણ તપાસ માટે લીધા છે. પોલીસે શંકાના આધારે એક શકમંદની પૂછપરછ કરી જૂનાગઢ આરઆર સેલની ટીમે ઘટના સ્થળે તપાસ કરી હતી અને આ ઘટનામાં આરોપી હવે કયારે ઝડપાય છે અને તેણે વૃદ્ધાની હત્યા કરી છે કે શું તે તો તપાસમાં જ સામે આવશે, ત્યારે પરિજનોમાં શોકનો માહોલ છે અને જે જગ્યાએ કૂવામાંથી અવશેષો મળ્યા છે તેની આસપાસના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવશે, આ ઘટનામાં આરોપી જલ્દીથી ઝડપાય તેવી પરિજનોની માગ છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટયું, પવનની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળી શહેરીજનોને 

Read Full Story arrow_forward
Surat News : વસંત ગજેરા સામે બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ઈન્કમટેકસની તજવીજ, અન્યના નામે મિલકત ખરીદ્યાનું ખુલશે તો સરકાર કબજો લેશે
calendar_today January 31, 2026

Surat News : વસંત ગજેરા સામે બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ઈન્કમટેકસની તજવીજ, અન્યના નામે મિલકત ખરીદ્યાનું ખુલશે તો સરકાર કબજો લેશે

તપાસમાં 8 કરોડ રોકડા, સોના-ચાંદીની જ્વેલરી સહિત દસ્તાવેજ જપ્ત કરાયા છે, વારી એનર્જીએ ખરીદેલી જગ્યામાં અનિલ બગદાણાની મહત્વની ભૂમિકા છે અને જમીન દલાલોને મોટી રકમ ચૂકવાઇ હોવાનું બહાર આવ્યું છે, મોટા પ્રમાણાં જમીન, મકાન, દુકાન સહિતના દસ્તાવેજો મળ્યા છે. મિલકત, દુકાન સહિતના દસ્તાવેજ મળી આવ્યા છે વસંત ગજેરા એન્ડ કંપનીએ જમીન ટોચ મર્યાદાના કાયદાથી બચવાની સાથે સાથે ઈન્કમટેક્સની ચોરી કરવા માટે અનેક મિલકત અન્યોના નામે ખરીદી હોવાનું ઈન્કમટેક્સની તપાસમાં બહાર આવ્યું છે. કારણ કે મોટા પાયા પર જમીન, મિલકત, દુકાન સહિતના દસ્તાવેજ મળી આવ્યા છે. તેમાં કેટલાય દસ્તાવેજ, પાવર ઓફ એટની, સાટાખત સહિતના કાગળ અન્યોના નામે હોવાના કારણે આગામી દિવસોમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા બેનામી એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવા ઉજળા સંકેતો ઉભા થયા છે. સાથે સાથે સતત ત્રીજા દિવસે વસંત ગજેરા અને તેની સાથે સંકળાયેલાઓને ત્યાં તપાસનો દોર યથાવત રહ્યો છે. ટેક્સ બચાવવા માટે કેટલાક લોકો દ્વારા અન્યના નામે મિલકત, જમીનની ખરીદી કરતા હોય છે તેના કારણે જ કેન્દ્ર સરકાર દ્વારા બેનામી એક્ટ લાવવામાં આવ્યો હતો. તેમાં અન્યોના નામે મિલકત, જમીન ખરીદી હોવાનું પુરવાર થાય તો તે મિલકત જપ્ત કરવામાં આવતી હોય છે. અથવા તો બજાર કિંમત હોય તેના ૨૫ ટકા રકમનો દંડ વસુલ કરવામાં આવતો હોય છે. સાથે સાથે અન્યોના નામે મિલકત ખરીદનારને સાત વર્ષ સુધીની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેથી વસંત ગજેરા ખેલ કર્યો હોવાનું અધિકારીઓને જણાતા આગામી દિવસોમાં તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવનાર છે. હવાલાથી નાણાં વિદેશ મોકલવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું ત્રીજા દિવસની તપાસમાં વસંત ગજેરા સહિતનાઓને ત્યાંથી ૮ કરોડ રોકડા ઉપરાંત સોના-ચાંદીની જવેલરી સહિત મોટાપાયા પર દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, આગામી દિવસોમાં સીલ કરાવેલા લોકરો સહિત દસ્તાવેજનો તાળો મેળવવામાં આવશે તે દરમિયાન વસંત ગજેરા એન્ડ કંપની દ્વારા ભરવામાં આવેલા આઈટી રિર્ટનની ઊલટતપાસ કરવામાં આવનાર છે, જેમાં છેલ્લાં ૭ વર્ષના રિટનોની ચકાસણી કરાશે. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં ઈડી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે કારલ કે, હવાલાથી નાણાં વિદેશ મોકલવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. વેસુની જમીન વિવાદમાં એક રુમ ભરાય તેટલા નાંણા એક દિવસમાં આપ્યા હતા વસંત ગજેરાએ વેસુની એક જમીન ખરીદી હતી. જોકે તે જમીનમાં પહેલેથી જ વિવાદ ચાલતો હોવાના કારણે કોર્ટમાં પણ તેની સુનાવણી ચાલી રહી હતી. જોકે આ કેસ કોર્ટની બહાર જ પુરો થઇ જાય તે માટેના પ્રયાસો વસંત ગજેરા અને તેના મળતીયાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. તેમાં અડાજણ સ્ટાર બજાર પાસે આવેલી એક ઓફિસમાં બેઠક પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં એક જ દિવસમાં નાણા આપવામાં આવે અને ત્યાર બાદ જ સામેવાળાએ સહી કરવાની ખાત્રી આપી હતી. જેથી વસંત ગજેરાએ તાત્કાલિક તે રકમ આપવાની તૈયારી બતાવી હતી. સાથે સાથે એક રુમ ભરાઇ જાય તેટલી રકમ ગણતરીના કલાકોમાં જ આપીને સમાધાન કર્યું હોવાની વિગતો જાણવા મળી છે. જોકે આ તમામ રકમ બ્લેકની આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેની પણ તપાસ કરવામાં આવે તો અધધ કહી શકાય તેટલા નાણાની ચુકવણી બ્લેકમાં કરવામાં આવી હતી. આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢમાં 8 માસથી ગુમ વૃદ્ધાના અવશેષો કૂવામાંથી મળ્યા, લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની પોલીસને આશંકા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : બરફ વર્ષાથી વધશે ઠંડી, ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડી પડી શકે છે
calendar_today January 31, 2026

Gujarat Latest News Live : બરફ વર્ષાથી વધશે ઠંડી, ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડી પડી શકે છે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 31 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward