android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટયું, પવનની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળી શહેરીજનોને
calendar_today January 31, 2026

Weather News : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટયું, પવનની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળી શહેરીજનોને

ગુજરાતમાં તાપમાનની વાત કરીએ તો કંડલામાં 12.6 ડિગ્રી, ભુજમાં 12.6 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, દ્વારકામાં 15.8 ડિગ્રી, અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર પ્રદેશ, હરિયાણામાં ભારે વરસાદની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે.ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી હવામાન બદલાઈ ગયું છે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. અમદાવાદમાં 15 વર્ષમાં જાન્યુ.માં સૌથી ઓછી ઠંડી પડી પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો. આ પણ વાંચો : Gujarat Latest News Live : બરફ વર્ષાથી વધશે ઠંડી, ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડી પડી શકે છે

Read Full Story arrow_forward
Bavla: બગોદરા હાઈવે પર પીકઅપ વાહન અને લકઝરી બસ વચ્ચે ટક્કર, 13ને ઈજા
calendar_today January 30, 2026

Bavla: બગોદરા હાઈવે પર પીકઅપ વાહન અને લકઝરી બસ વચ્ચે ટક્કર, 13ને ઈજા

અમદાવાદ જિલ્લાના બાવળા બગોદરા નેશનલ હાઈવે પર વહેલી સવારે ખાનગી બસ અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કુલ 13 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી બે લોકોને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતાપ્રાપ્ત વિગત મુજબ બાવળા બગોદરા હાઈવે પર આવેલા રામનગર પાટિયા પાસે શુક્રવારે વહેલી સવારે ખાનગી બસ અને બોલેરો પીકઅપ વચે અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો લઈને બાવળા ખાતે આવેલા લોકો માતાજીનો માંડવો પતાવી બાવળાથી ભાવનગર જઈ રહ્યા હતા તે દરમ્યાન રામનગર પાસે આગળ ચાલતી ખાનગી કંપનીની લગઝરી બસના ડ્રાઈવરે યુ ટર્ન મારતા બોલેરો બસ પાછળ અથડાઈ હતી રાહદારીઓ દ્વારા 108ને જાણ કરાતા 108 ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. અકસ્માતમા કુલ 13 લોકોને ઈજાઓ પહોંચી હતી જેમણે ખાનગી વાહનો અને 108 દ્વારા બાવળાના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી બે લોકોને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. સદનશીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: નાવીયાણી ગામના રૂ. 8.40 કરોડની છેતરપિંડી કેસનો ફરાર આરોપી પકડાયો
calendar_today January 30, 2026

Surendranagar: નાવીયાણી ગામના રૂ. 8.40 કરોડની છેતરપિંડી કેસનો ફરાર આરોપી પકડાયો

દસાડાના નાવીયાણી ગામે રહેતા જેરામભાઈ જીવાભાઈ મરેડીયાએ પોતાની ખેતીની જમીન વેચવા કાઢી હતી. જેમાં અમદાવાદના જમીન લે-વેચના દલાલ રાજુભાઈ ગોવિંદભાઈ મકવાણા એક પાર્ટી લઈને તેમની પાસે આવ્યા હતા. અને જમીનનો ભાવ એક વીઘાના 1.05 કરોડ લેખે 8 વીઘાના રૂ. 8.40 કરોડ નક્કી થયા હતા. તા. 5-5-22ના રોજ રાજુભાઈ તેમની સાથે જમીન લેનાર અમદાવાદના ગૌરાંગ નાથાલાલ પટેલ સહિતનાઓને લઈને આવ્યા હતા. અને પાટડી મામલતદાર કચેરીએ દસ્તાવેજ કરાવતા પહેલા કારમાં થેલામાં રૂપીયા હોવાનું કહી કચેરીમાં સીસીટીવી છે, રૂપીયા ન લેવાય તેમ જણાવી દસ્તાવેજ કરી લીધો હતો. બાદમાં રૂ. 8.40 કરોડ આપ્યા વગર ફરાર થઈ છેતરપિંડી આચરાઈ હતી. આ બનાવમાં ગૌરાંગ નાથાલાલ પટેલ, કૌશીક સકરચંદભાઈ પટેલ, રાજુ ગોવિંદભાઈ મકવાણા, અશ્વીન ચુથાભાઈ રબારી, મૌલેશ બેચરભાઈ ભરવાડ, ધીરૂ ગોકાભાઈ ભરવાડ અને અજય જીતેન્દ્રભાઈ શુકલા સામે તા. 20-5-22ના રોજ પાટડી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસનો ફરાર આરોપી રાજુ મકવાણા અમદાવાદમાં હોવાની બાતમી પેરોલ ફર્લો અજયવીરસિંહ, અશ્વીનભાઈ સહિતનાઓને મળતા વોચ રાખી હતી. જેમાં એસપી રીંગ રોડ પર આવેલ ફાયર બોકસ ક્રિકેટ પાસેથી પોલીસે ફરાર આરોપી રાજુ મકવાણાને ઝડપી લીધો હતો. આ શખ્સને પાટડી પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward