Banaskantha: LCBની ડીસામાં લાલ આંખ, ગંજીપાનાનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ડીસા શહેરના ટેકરા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂ. 20,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે અન્ય બે શખ્સો પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.ગુપ્ત બાતમી અને પોલીસ કાર્યવાહીજિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ, LCB પાલનપુરની ટીમ ડીસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે વાડી રોડ ટેકરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતો જયંતિભાઈ શંકરભાઈ પોતાના ઘરની બાજુમાં આવેલા ખુલ્લા વાડામાં જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.બે આરોપીઓ પોલીસને થાપ આપી ફરાર પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ રૂ. 18,050, મોબાઈલ ફોન રૂ. 2,500ની કિંમતનો 1 ફોન, કુલ મુદ્દામાલ રૂ. 20,550કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી ચાર વ્યક્તિઓને ઝડપી લીધા છે, જ્યારે દરોડા દરમિયાન બે આરોપીઓ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બંને ફરાર શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.તંત્રની કડક કાર્યવાહીબનાસકાંઠા પોલીસ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામી દેવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. LCBની આ કાર્યવાહીથી ડીસાના જુગારી તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ડીસા ઉત્તર પોલીસ મથકે આ અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો:Surendranagar: રતનપર પાસે 16 વર્ષના સગીરની છરીના ઘા ઝીંકી હત્યા, પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
Read Full Story arrow_forward