android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat માં ચાંદીના ભાવમાં તોફાની તેજી, ઈતિહાસમાં પ્રથમવાર રૂ. 4 લાખની ઐતિહાસિક સપાટી વટાવી!
calendar_today January 29, 2026

Surat માં ચાંદીના ભાવમાં તોફાની તેજી, ઈતિહાસમાં પ્રથમવાર રૂ. 4 લાખની ઐતિહાસિક સપાટી વટાવી!

સુરતના બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવમાં આભને આંબતી તેજી જોવા મળી છે. ચાંદીના ભાવ ઈતિહાસમાં પ્રથમ વખત રૂ. 4 લાખની સપાટીને પાર કરી ગયા છે, જેને પગલે બજારમાં ભારે હલચલ મચી છે. એક તરફ શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને રોકાણકારોના નાણાં ધોવાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ સોના અને ચાંદીમાં જોવા મળતી તોફાની તેજીને કારણે સુરતીઓ સુરક્ષિત રોકાણ તરીકે ચાંદીની ખરીદી કરવા ઉમટી પડ્યા છે. નિષ્ણાતો માને છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા મિસ મેનેજમેન્ટ અને આર્થિક અનિશ્ચિતતા આ ભાવ વધારા પાછળના મુખ્ય કારણો હોઈ શકે છે.સોના-ચાંદીમાં 'સુનામી' જ્વેલર્સ અને બજારના વિશ્લેષકોના મતે, ભવિષ્યમાં પણ ચાંદીના ભાવમાં હજુ ઉછાળો આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ જ કારણ છે કે લોકો અત્યારથી જ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ માટે ચાંદીની લગડી અને સિક્કાઓની ખરીદી કરી રહ્યા છે. શેરબજારમાં ચાલી રહેલા અસ્થિર માહોલને જોતા મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો હવે કિંમતી ધાતુઓ તરફ વળ્યા છે. સુરતના જ્વેલરી શોરૂમ્સમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે મોંઘવારી છતાં લોકો સુરક્ષિત ભવિષ્ય માટે ચાંદીમાં રોકાણ કરવું વધુ હિતાવહ માની રહ્યા છે. આ પણ વાંચો : Rajkot News : હોસ્પિટલ કે સ્ટુડિયો? વોકહાર્ટ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ડોક્ટરનો 'રીલ પ્રેમ', Video Viral

Read Full Story arrow_forward
Gir Somnath: તાલાલા પંથકમાંબે સગીર બહેનો પર દુષ્કર્મ, પોલીસે જંગલમાંથી આરોપીઓને દબોચ્યા
calendar_today January 29, 2026

Gir Somnath: તાલાલા પંથકમાંબે સગીર બહેનો પર દુષ્કર્મ, પોલીસે જંગલમાંથી આરોપીઓને દબોચ્યા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં માનવતા લજવતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. બે કૌટુંબિક સગીર બહેનોને પ્રેમજાળમાં ફસાવી તેમના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ જંગલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી બે નરાધમોને ઝડપી પાડ્યા છે.પ્રેમજાળમાં ફસાવી આચર્યું પાપભોગ બનનાર બંને સગીરાઓ તાલાલાના એક ગામની રહેવાસી છે. ગામના જ એક કિશોરે પોતાના મિત્ર સાથે મળીને આ બંને બહેનોને લોભ-લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ, બંને નરાધમોએ સગીરાઓ પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપીઓએ આ કૃત્યની તસવીરો પાડી લીધી હતી અને તેને વાયરલ કરવાની ધમકી આપી લાંબા સમય સુધી સગીરાઓને ડરાવી-ધમકાવી મૌન રાખ્યા હતા.પોલીસનું જંગલમાં 'ઓપરેશન કોમ્બિંગ'જ્યારે આ મામલે પીડિતાની માતાએ હિંમત દાખવી તાલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, ત્યારે પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. પોલીસની કાર્યવાહીની ગંધ આવી જતાં બંને આરોપીઓ પોતાના મોબાઈલ ફોન બંધ કરી જંગલ વિસ્તારમાં છુપાઈ ગયા હતા. પોલીસે મોબાઈલ લોકેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો. જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવી પોલીસે બંનેને દબોચી લીધા. પકડાયેલા આરોપીઓમાં એક સગીર અને એક પુખ્ત વયનો શખસ સામેલ છે.લોકોમાં ભારે આક્રોશ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 203 (BNS) અને પોક્સો (POCSO) એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે આરોપીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ત્યારે એક આરોપી લંગડાતો જોવા મળ્યો હતો, જેને મહિલા કોન્સ્ટેબલોએ પકડીને રજૂ કર્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને પંથકના અગ્રણીઓ આ કેસમાં કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.આ પણ વાંચો: Ahmedabad: કલેક્ટર કચેરીમાં ACBના દરોડા, આધારકાર્ડના નામે લાંચ લેતા 3 શખ્સો ઝડપાયા

Read Full Story arrow_forward
Mehsana: DEOની સર્જિકલ સ્ટ્રાઈક, નિયમો નેવે મૂકનાર 4 ખાનગી શાળાઓને ફટકાર્યો લાખોનો દંડ
calendar_today January 29, 2026

Mehsana: DEOની સર્જિકલ સ્ટ્રાઈક, નિયમો નેવે મૂકનાર 4 ખાનગી શાળાઓને ફટકાર્યો લાખોનો દંડ

મહેસાણા જિલ્લામાં શિક્ષણ વિભાગે ખાનગી શાળાઓની મનમાની રોકવા માટે કમર કસી છે. જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે વિદ્યાર્થીઓની સુરક્ષા, શિક્ષકોની લાયકાત અને ફીના મુદ્દે જિલ્લાની વિવિધ શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ અને બેદરકારી સામે આવતા ચાર નામાંકિત શાળાઓને કડક દંડ ફટકારવામાં આવ્યો છે. કઈ શાળાઓ સામે થઈ કાર્યવાહી? ઉત્કર્ષ વિદ્યાલય: અહીં શારીરિક શિક્ષણનો અભાવ અને લાયકાત વગરના શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોવાનું ખુલતા દંડનીય કાર્યવાહી કરાઈ છે. વિદ્યામંદિર હાઈસ્કૂલ, કડી આ શાળાએ FRC (ફી રેગ્યુલેટરી કમિટી) માં દરખાસ્ત કર્યા વિના જ વિદ્યાર્થીઓ પાસેથી મનસ્વી રીતે ફી ઉઘરાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, ખણુસા, સૌથી ગંભીર બાબત આ શાળામાં જોવા મળી છે. એક વર્ષ અગાઉ અહીં વીજ કરંટથી એક માસૂમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. તેમ છતાં, તંત્રની તપાસમાં જોવા મળ્યું કે શાળાએ હજુ પણ સેફ્ટીના નિયમોનું પાલન કર્યું નથી. પરિણામે, તંત્રએ કડક વલણ અપનાવી દંડ ફટકાર્યો છે. તપાસનો દોર યથાવત જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ફી કે શિક્ષકો જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન અને ફાયર સેફ્ટી બાબતે પણ કોઈ જ બાંધછોડ કરવામાં આવશે નહીં. હાલમાં અન્ય શાળાઓમાં પણ તપાસની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. શિક્ષણ વિભાગની આ લાલ આંખને કારણે અન્ય શાળા સંચાલકોમાં પણ દોડધામ મચી ગઈ છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શાળાઓમાં વ્યાપારીકરણ અટકાવવાનો અને વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. આ પણ વાંચોઃ Ahmedabad: ઘી કાંટાની નવતાડની પોળમાં મકાન ધરાશાયી, કાટમાળ નીચે 3 થી 4 વ્યક્તિઓ દટાયાની આશંકા!

Read Full Story arrow_forward