android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી, એક મહિલાનું મોત, દટાયેલા ત્રણ લોકોને બહાર કઢાયા
calendar_today January 29, 2026

Gujarat Latest News Live : અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી, એક મહિલાનું મોત, દટાયેલા ત્રણ લોકોને બહાર કઢાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad: કલેક્ટર કચેરીમાં ACBના દરોડા, આધારકાર્ડના નામે લાંચ લેતા 3 શખ્સો ઝડપાયા
calendar_today January 29, 2026

Ahmedabad: કલેક્ટર કચેરીમાં ACBના દરોડા, આધારકાર્ડના નામે લાંચ લેતા 3 શખ્સો ઝડપાયા

શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં નવું આધારકાર્ડ બનાવી આપવા માટે રૂ. 32,000ની લાંચ માંગનાર બે કરાર આધારિત કર્મચારીઓ અને એક વચેટિયાને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા છે.જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ બનાવવા લાંચ માગીએક 36 વર્ષીય અરજદારને લોન મેળવવા માટે આધારકાર્ડની તાતી જરૂર હતી. જોકે, તેમની પાસે જરૂરી જન્મનું પ્રમાણપત્ર કે એલ.સી. (LC) નહોતું. વર્ષ 2023ના નવા નિયમો મુજબ, જન્મના દાખલા વગર નવું આધારકાર્ડ કાઢવું અશક્ય છે. આ તકનો લાભ ઉઠાવીને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કોઈપણ દસ્તાવેજ વગર આધારકાર્ડ બનાવી આપવાની લાલચ આપી હતી.લાંચની રકમ અને ટ્રેપઆરોપીઓએ આ ગેરકાયદે કામ માટે કુલ રૂ. 32,000ની માંગણી કરી હતી. જેમાં અગાઉ રૂ. 25,000 અને ત્યારબાદ બીજા રૂ. 7,000 માંગવામાં આવ્યા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. રખિયાલ સિવિક સેન્ટર પાસે ગોઠવાયેલા છટકામાં વચેટિયા મારફતે રકમ સ્વીકારતા જ ત્રણેયને દબોચી લેવાયા હતા.ઝડપાયેલા આરોપીઓની વિગતACBએ આ મામલે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જય દિલીપકુમાર પંચોલી: કરાર આધારિત પ્યુન (વર્ગ-4).ભાગ્યેશ રમેશભાઇ સોલંકી: કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર.સંદીપ વક્તાજી પ્રજાપતિ: ખાનગી વ્યક્તિ (વચેટિયો). તપાસમાં બહાર આવ્યું છે કે, કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકીના કહેવાથી જય પંચોલી અને વચેટિયા સંદીપે નાણાં સ્વીકાર્યા હતા.આ પણ વાંચો: Kutch: ભચાઉના કકરવા ગામે વિકરાળ આગ, સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

Read Full Story arrow_forward
Rajkot News : માતાનો હાથ પકડીને છેડતી કરી, મહિલાના પુત્રએ છેડતી કરનારને કાર નીચે કચડી નાંખ્યો
calendar_today January 29, 2026

Rajkot News : માતાનો હાથ પકડીને છેડતી કરી, મહિલાના પુત્રએ છેડતી કરનારને કાર નીચે કચડી નાંખ્યો

રાજકોટમાં મહિલાઓની સુરક્ષાને મુદ્દે સવાલો ઉભા થઈ રહ્યાં છે. શહેરમાં માતાની છેડતી કરનારા શખ્સને કારની નીચે કચડીને હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો છે. ત્રણેક મહિના પૂર્વ મૃતકે હત્યારાની માતાની છેડતી કરી હતી. આ છેડતીનું મનદુઃખ રાખીને આરોપીએ હત્યા કરી નાંખી છે. આ હત્યાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપી ભગા ગરાભડીયાને ઝડપી પાડ્યો છે. માતાની છેડતી કરનારની કરાઈ હત્યા રાજકોટમાં બે ત્રણ મહિના પૂર્વે ગભા ગરા ભડીયા નામના શખ્સે એક મહિલાનો હાથ પકડીને છેડતી કરી હતી. આ છેડતીનું મનદુઃખ રાખીને મહિલાના પુત્રએ ગભા ગરાભડીયાની હત્યા કરી નાંખી છે. બુધવારે વિંછિયા તાલુકાના નાના માત્રા ગામમાં છેડતી કરનારને કાર નીચે કચડી નાંખવામાં આવ્યો હતો. આ ઘટનામાં મૃતકની દીકરીને ઈજા થતાં તેને સારવાર અર્થે બોટાદ ખસેડવામાં આવી હતી. વિંછિયા પોલીસ દ્વારા હત્યારાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચોઃ DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ

Read Full Story arrow_forward