Union Budeget 2026: 1લી ફેબ્રુઆરીએ 11 વાગે બજેટ થશે રજૂ, જાણો બજેટની ટીમમાં કોણ કોણ ?
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ (યુનિયન બજેટ2026-27) રજૂ કરશે. નાણામંત્રીનું બજેટ ભાષણ સવારે 11 વાગ્યે શરૂ થશે. આ બજેટ આગામી નાણાકીય વર્ષ માટે સરકારની આર્થિક નીતિઓની દિશા નક્કી કરશે. તમે બજેટ ભાષણ ક્યાં લાઈવ જોઈ શકો છો? દેશભરના વિવિધ ક્ષેત્રોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. પરિણામે, બધાની નજર નાણામંત્રીના બજેટ ભાષણ પર છે. દર વર્ષે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવે છે, પરંતુ ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે કે રવિવારે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. જો તમે નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ લાઈવ જોવા અને સાંભળવા માંગતા હો, તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તેને કેવી રીતે અને ક્યાં લાઈવ જોવું. બજેટનું લાઇવ કવરેજ ભારત સરકારની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ રહેશે. બજેટ 2026નું લાઇવ પ્રસારણ સંસદ ટીવી, સત્તાવાર સંસદ ચેનલ અને રાષ્ટ્રીય ટેલિવિઝન ચેનલ પર કરવામાં આવશે. નવમુ બજેટ કરશે રજૂ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ તેમનું નવમું બજેટ રજૂ કરશે. આ બજેટ ફક્ત તેમની જવાબદારી નથી, પરંતુ નવ સભ્યોની એક શક્તિશાળી ટીમ પણ સમગ્ર બજેટ તૈયાર કરવામાં સામેલ છે. આ ટીમ રાજકોષીય નીતિ, સરકારી ખર્ચ, કર પ્રણાલી, બેંકિંગ અને આર્થિક સુધારાના દરેક પાસાઓ પર કામ કરે છે. તેમના પ્રયાસો બજેટમાં વૃદ્ધિ અને રાજકોષીય સંતુલન વચ્ચે સંતુલન જાળવવાની ખાતરી કરે છે.બજેટની ટીમમાં કોનો સમાવેશ ? ૧. નિર્મલા સીતારમણ (નાણા મંત્રી) ૨. પંકજ ચૌધરી (નાણા રાજ્ય મંત્રી) ૩. અનુરાધા ઠાકુર (આર્થિક બાબતોના સચિવ) ૪. અરવિંદ શ્રીવાસ્તવ (મહેસૂલ સચિવ) ૫. વુમલુનમુંગ વલનમ (ખર્ચ સચિવ) ૬. એમ. નાગરાજુ (નાણાકીય સેવાઓ વિભાગના સચિવ) ૭. અરુણિશ ચાવલા (રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગના સચિવ) ૮. કે. મોસેસ ચાલાઈ (જાહેર સાહસો વિભાગના સચિવ) ૯. વી. અનંત નાગેશ્વરન (મુખ્ય આર્થિક સલાહકાર, સીઈએ)
Read Full Story arrow_forward