android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ઘી કાંટાની નવતાડની પોળમાં મકાન ધરાશાયી, એક મહિલાનું મોત, 2 લોકોને સુરક્ષિત બહાર કઢાયા
calendar_today January 29, 2026

Ahmedabad: ઘી કાંટાની નવતાડની પોળમાં મકાન ધરાશાયી, એક મહિલાનું મોત, 2 લોકોને સુરક્ષિત બહાર કઢાયા

અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં આવેલા ઘી કાંટા વિસ્તારની નવતાડની પોળમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વર્ષો જૂનું અને જર્જરિત હાલતમાં રહેલું એક મકાન અચાનક ધરાશાયી થઈ જતાં આસપાસના રહીશોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પત્તાના મહેલની જેમ મકાન નીચે આવતાની સાથે જ આખો વિસ્તાર ધૂળની ડમરીઓ અને ચીસાચીસથી ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે.3 થી 4 લોકો દબાયા હોવાની આશંકા મળતી માહિતી પ્રમાણે, તાત્કાલિક ધોરણે મદદ શરૂ કરી હતી અને ફાયર વિજ્યારે આ મકાન ધરાશાયી થયું ત્યારે અંદર કેટલાક લોકો હાજર હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 3 થી 4 વ્યક્તિઓ કાટમાળ નીચે દબાયેલા છે. સ્થાનિક લોકોએ ભાગને જાણ કરી હતી. કાટમાળ નીચે દબાયેલા લોકોની સ્થિતિ અંગે અત્યારે કંઈ પણ કહેવું મુશ્કેલ છે, પરંતુ તેમને જીવતા બહાર કાઢવા માટે સમય સામે હોડ જામી છે. ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સાંકડી પોળ હોવાને કારણે બચાવ કામગીરીમાં શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ ફાયરના જવાનોએ અત્યાધુનિક સાધનો સાથે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો છે જેથી ભીડને નિયંત્રિત કરી શકાય અને રેસ્ક્યુ કામગીરી ઝડપથી ચાલી શકે. આ ઘટનાએ ફરી એકવાર કોટ વિસ્તારના જોખમી અને જર્જરિત મકાનોના પ્રશ્નને એરણે મૂક્યો છે. આ પણ વાંચોઃ Rajkot: જંગલેશ્વર ડિમોલિશન મામલે નેતાજીના બે રુપ, નરેન્દ્ર ડવનો પત્ર થયો વાયરલ 

Read Full Story arrow_forward
Vadodara News : ગોરવામાં સ્કૂલે જઈ રહેલા બાળક પર ચાર શ્વાને હુમલો કર્યો, બાળકને ગંભીર ઈજા પહોંચી
calendar_today January 29, 2026

Vadodara News : ગોરવામાં સ્કૂલે જઈ રહેલા બાળક પર ચાર શ્વાને હુમલો કર્યો, બાળકને ગંભીર ઈજા પહોંચી

ગુજરાતમાં રખડતા શ્વાનના હુમલાની ઘટનાઓ વધી રહી છે. તંત્રના શ્વાન ખસીકરણના દાવા વચ્ચે વધી રહેલી આ ઘટનાઓથી લોકોમાં ભય ફેલાયો છે. રાજ્યમાં શ્વાનના હુમલાની ઘટનાઓને કારણે લોકોને ગંભીર ઈજાઓ થઈ રહી છે. ત્યારે વડોદરામાં ફરીવાર આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. સ્કૂલે જઈ રહેલા એક બાળક પર ચાર જેટલા શ્વાનોએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાળકને ગંભીર ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે. વડોદરાના ગોરવામાં રખડતા કૂતરાનો આતંક વડોદરામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શહેરમાં ગોરવા રિફાઈનરી રોડ પર સ્કૂલે જઈ રહેલા એક નાના બાળક પર એક સાથે ચાર શ્વાનોએ હુમલો કર્યો હતો. શ્વાનના હુમલાથી બાળક ઘૂંટણી પડી ગયો હતો આ દરમિયાન પણ બાળકને શ્વાનોએ બચકાં ભરી લીધા હતાં. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. બાળક ઉભો થાય તે પહેલા જ અન્ય શ્વાન પણ તેની પર તૂટી પડ્યા હતાં. ત્યાંથી પસાર થતી એક મહિલા અને કારચાલકે સમયસૂચકતા દાખવી બાળકને બચાવ્યો હતો. શ્વાનના હુમલાથી બાળકને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ પણ વાંચોઃ Ahmedabad News : બલોલનગર બાળ તસ્કરી પર ACP નો મોટો ખુલાસો, જાણો શું કહ્યું...

Read Full Story arrow_forward
Kutch: ભચાઉના કકરવા ગામે વિકરાળ આગ, સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
calendar_today January 29, 2026

Kutch: ભચાઉના કકરવા ગામે વિકરાળ આગ, સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

ભચાઉ તાલુકાના કકરવા ગામે એકાએક લાગેલી ભીષણ આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ગામમાં આવેલ ઘાસચારાના એક મોટા ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા લાખો રૂપિયાની કિંમતનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે.ઘાસચારાના ગોડાઉનમાં આગ મળતી માહિતી મુજબ, કકરવા ગામે આવેલા આ ગોડાઉનમાં અચાનક ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સૂકો ઘાસચારો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી, જેના પરિણામે ગોડાઉનમાં રહેલો લાખોનો માલ સામાન જોખમમાં મુકાયો હતો.13 કલાકથી સતત પ્રયાસોઆગ એટલી ભીષણ છે કે છેલ્લા 13 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ તેની તીવ્રતામાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. ભચાઉ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવી રહી છે. જોકે, આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બનતા અન્ય આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી રહી છે.પશુ આહાર અને ઘાસચારો બળીને રાખ પ્રાથમિક અંદાજ મુજબ, આ આગમાં લાખોની કિંમતનો પશુ આહાર અને ઘાસચારો બળીને રાખ થઈ ગયો છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ હોઈ શકે તેની તપાસ આગ બુઝાયા બાદ કરવામાં આવશે. રહેણાંક વિસ્તારની નજીક ગોડાઉન હોવાથી સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં પણ ફાયર વિભાગના જવાનો જીવના જોખમે આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. જે રીતે આગની જ્વાળાઓ દેખાઈ રહી છે તે જોતા હજુ પણ વધુ સમય લાગે તેવી શક્યતા છે. પોલીસ કાફલો પણ વ્યવસ્થા જાળવવા માટે ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો છે.આ પણ વાંચો: Surat માં ગજેરા ગ્રુપ પર ITના દરોડાનો બીજો દિવસ, "તપાસથી મને કોઈ ફરક પડતો નથી" - વસંત ગજેરા

Read Full Story arrow_forward