android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kodinar માં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનું ષડયંત્ર નિષ્ફળ, ભડકાઉ પોસ્ટ કરનાર આરોપી જેલના સળિયા પાછળ
calendar_today January 29, 2026

Kodinar માં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનું ષડયંત્ર નિષ્ફળ, ભડકાઉ પોસ્ટ કરનાર આરોપી જેલના સળિયા પાછળ

કોડીનાર શહેરમાં સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ અને સાંપ્રદાયિક તણાવ ઊભો કરનારી પોસ્ટ મૂકવાના મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી અજગર ખરાઇએ અન્ય વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટનો દુરુપયોગ કરી ભડકાઉ લખાણ પોસ્ટ કર્યું હતું, જેનો હેતુ સ્થાનિક સ્તરે અશાંતિ ફેલાવવાનો હતો. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ટેકનિકલ સર્વેલન્સની મદદથી દ્વારકા સુધી પહોંચી હતી અને ત્યાંથી આરોપીની ધરપકડ કરી કોડીનાર લાવવામાં આવ્યો હતો.શાંતિ ડહોળવાનો પ્રયાસ ભારે પડ્યો ધરપકડ બાદ પોલીસે આરોપીનો ખોફ ઓછો કરવા અને કાયદાનું ભાન કરાવવા માટે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક કે ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં. આ પણ વાંચો : Gandhinagar News : સ્ટેટ ECCE કાઉન્સિલનો મોટો નિર્ણય, આંગણવાડીમાં રમત-ગમત સાથે અપાશે 4 કલાકનું શિક્ષણ.

Read Full Story arrow_forward
Surat : એપલ હોસ્પિટલમાં 10 વર્ષની બાળકી ધ્રુવી પવારનું મોત, તબીબોની બેદરકારીથી મોત થયાનો પરિજનોનો આક્ષેપ
calendar_today January 29, 2026

Surat : એપલ હોસ્પિટલમાં 10 વર્ષની બાળકી ધ્રુવી પવારનું મોત, તબીબોની બેદરકારીથી મોત થયાનો પરિજનોનો આક્ષેપ

સુરત શહેરની એપલ હોસ્પિટલમાં દાખલ થયેલી 10 વર્ષીય ધ્રુવી રાકેશ પવાર નામની બાળકીનું ઓપરેશન બાદ મોત નિપજ્યું છે. મૃતક બાળકીના પરિવારે તબીબોની બેદરકારીને કારણે તેનું મૃત્યુ થયાનો ગંભીર આક્ષેપ કર્યો છે.અકસ્માતમાં બાળકીના પગમાં ફ્રેક્ચર થયું હતું પ્રાપ્ત વિગતો અનુસાર, બાળકી અને તેની માતા મોપેડ પર જતી હતી તે વખતે સામ-સામે બે મોપેડ અથડાતાં સામાન્ય અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાળકીના પગમાં ફ્રેક્ચર થયું હતું, ઓપરેશન બાદ તરત જ તે કોમામાં જતી રહી  તેને એપલ હોસ્પિટલમાં ઓપરેશન માટે ખસેડવામાં આવી હતી. પરિવારે આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં દાખલ થયેલી બાળકી હસતી-હસતી ઓપરેશન માટે ગઈ હતી, પરંતુ ઓપરેશન બાદ તરત જ તે કોમામાં જતી રહી હતી ત્રણ તબિબો સામે ફરિયાદ પરીવારના આરોપ મુજબ આ ઘટનામાં તબીબોની બેદરકારી મુખ્ય કારણ છે. પરિવારે ખટોદરા પોલીસ મથકમાં ડૉ. નિહાર મયાણી, ડૉ. નીતિન વીરેન્દ્ર દવે અને ડૉ. પ્રણવ ટક્કર (હોસ્પિટલ માલિક) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અરજીના આધારે તપાસ શરૂ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને અરજીના આધારે તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો-----    Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

Read Full Story arrow_forward
Gandhinagar News: ચાંદખેડા દુષ્કર્મ કેસમાં કોર્ટનો ચુકાદો, આરોપી રમેશ પ્રજાપતિને 14 વર્ષની સખ્ત કેદની સજા
calendar_today January 29, 2026

Gandhinagar News: ચાંદખેડા દુષ્કર્મ કેસમાં કોર્ટનો ચુકાદો, આરોપી રમેશ પ્રજાપતિને 14 વર્ષની સખ્ત કેદની સજા

રાજ્યના પાટનગરની ગાંધીનગર કોર્ટ દ્વારા દુષ્કર્મ કેસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં વર્ષ 2016માં બનેલી શરમજનક ઘટનામાં આરોપી રમેશ પ્રજાપતિને ગાંધીનગર કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી રમેશ પ્રજાપતિને 14 વર્ષની સખત કેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.શું છે ચાંદખેડા દુષ્કર્મ કેસ? ચાંદખેડા દુષ્કર્મ કેસની વિગતો અનુસાર, આરોપી રમેશ ઉર્ફે ટીના પ્રજાપતિએ પીડિત યુવતીને લગ્નની લાલચ આપીને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ આરોપીએ લાંબા સમય સુધી યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું. ચોંકાવનારી વિગત એ છે કે, આ નરાધમે લગ્નના બહાને યુવતીને 13 વાર ગર્ભવતી બનાવી હતી. સ્ત્રીની મર્યાદા અને તેની જિંદગી સાથે ગંભીર ચેડા કરનારા આરોપી રમેશ પ્રજાપતિ વિરૂદ્ધ 2016માં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. કોર્ટની કડક ટિપ્પણી અને ચુકાદો ગાંધીનગર કોર્ટ દ્વારા આ કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, આરોપીએ સ્ત્રીની જિંદગી બરબાદ કરી નાખે તેવું અત્યંત જઘન્ય કૃત્ય કર્યું છે. આ કેસમાં 20 જેટલા સાક્ષીઓ અને મજબૂત મેડિકલ પુરાવાઓને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશે આરોપીને કોઈ પણ પ્રકારની રહેમ રાખ્યા વગર જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પીડિતાને ન્યાય મળતા કોર્ટ પરિસરમાં આ ચુકાદાની સરાહના કરવામાં આવી રહી છે. આ પણ વાંચો - Gandhinagar News : સ્ટેટ ECCE કાઉન્સિલનો મોટો નિર્ણય, આંગણવાડીમાં રમત-ગમત સાથે અપાશે 4 કલાકનું શિક્ષણ.

Read Full Story arrow_forward