android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : આજે સવારે 11 કલાકે બારામતીમાં અજિત પવારના થશે અંતિમ સંસ્કાર
calendar_today January 29, 2026

Gujarat Latest News Live : આજે સવારે 11 કલાકે બારામતીમાં અજિત પવારના થશે અંતિમ સંસ્કાર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં હાડથીજવતી ઠંડીથી શહેરીજનો ઠુઠવાયા, પવનની ગતિ વધતા ઠંડીનું પ્રમાણ વધ્યું
calendar_today January 29, 2026

Weather News : ગુજરાતમાં હાડથીજવતી ઠંડીથી શહેરીજનો ઠુઠવાયા, પવનની ગતિ વધતા ઠંડીનું પ્રમાણ વધ્યું

રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પવનોની ગતિમાં વધારો થતાં વધી ઠંડી અને અમદાવાદમાં 14.1, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી તાપમાન, ડીસા 13.1 ડિગ્રી, મહેસાણા 12.1 ડિગ્રી તાપમાન, નલિયા 7.7 ડિગ્રી, રાજકોટ 10.7 ડિગ્રી તાપમાન, અમરેલી 12 ડિગ્રી, ભાવનગર 13.6 ડિગ્રી તાપમાન, કંડલા 10.1 ડિગ્રી, કેશોદ 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી ઉત્તર પ્રદેશ, હરિયાણામાં ભારે વરસાદની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વરસાદની આગાહી સાથે સાથે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 26 જાન્યુ.એ હિમાચલમાં ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી હવામાન બદલાઈ ગયું છે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આ પણ વાંચો : Gujarat Latest News Live : આજે સવારે 11 કલાકે બારામતીમાં અજીત પવારના થશે અંતિમ સંસ્કાર

Read Full Story arrow_forward
Ahmedabad News : ATSએ પકડેલા આતંકીને લઇ સૌથી મોટો ખુલાસો, ઇસ્લામ, પયગંબર વિરુદ્ધ નિવેદન આપનાર 7 લોકોને મારી નાખવા માટે યાદી બનાવી હતી
calendar_today January 29, 2026

Ahmedabad News : ATSએ પકડેલા આતંકીને લઇ સૌથી મોટો ખુલાસો, ઇસ્લામ, પયગંબર વિરુદ્ધ નિવેદન આપનાર 7 લોકોને મારી નાખવા માટે યાદી બનાવી હતી

ફૈઝાનને હથિયાર કોણે આપ્યું તેની કોઇ માહિતી નહી અને અજાણ્યા વ્યક્તિએ હથિયાર આપ્યાનું આતંકીનું રટણ છે, હથિયાર આપનાર વ્યક્તિને ઝડપવા ATS તપાસ કરી રહી છે, રિમાન્ડ દરમિયાન આતંકી ફૈઝાનની પૂછપરછ કરાઈ રહી છે, પૂછપરછમાં અનેક ચોંકાવનારી હકીકત સામે આવી છે. હથિયાર આપનાર વ્યક્તિ સુધી પહોંચવા ATSએ તપાસ હાથધરી ફૈઝાન શેખે સ્ટેટમેન્ટ આપનાર 7 લોકોની યાદી બનાવી હતી અને તેમને મારવા માટેનો પ્લાન હતો, ઇસ્લામ, પયગંબર વિરુદ્ધ નિવેદન આપનારની યાદી બનાવી હતી અને સાત લોકોને મારવા માટે વિવાદાસ્પદ પોસ્ટ પણ કરી હતી, યાદીમાં અભિષેઠ ઠાકુર, દક્ષ ચૌધરી, યુધી રાણા, ગૌરવ રાજપૂત, ડૉ.પ્રકાશ, અક્કુ પંડિત, વિક્રાંતના નામ સામે આવ્યા છે, દુનિયા જોતી રહે તેવી રીતે મારવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ઉર્દૂ અને અરબી ભાષામાં 29 પાનાનું સાહિત્ય પણ મળ્યું છે.કોઇ પણ ઘટનાને અંજામ આપવા તૈયાર હોવાની કબૂલાત ATSએ ફૈઝાનના ફોનની વિગતોની તપાસ શરૂ કરી છે અને સો.મીડિયામાં કોની સાથે સંપર્કમાં હતો તેને લઇ તપાસ શરૂ કરી છે, ATSએ ધરપકડ બાદ આતંકીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે ફૈઝાન શેખના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, આરોપીએ મૂળ યૂપીના નામચીન લોકોનું લિસ્ટ બનાવ્યું હતું અને આતંકી કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરતો, જૈશ-એ-મોહમ્મદ, અલ-કાયદાની વિચારધારાથી આતંકી બન્યો હતા અને ગેરકાયદે હથિયારો,વિસ્ફોટક, દારૂગોળાનો જથ્થો મળ્યો હતો.ATS દ્વારા ઝડપાયેલા આતંકીની સઘન પૂછપરછ કરાઈ આતંકવાદી ષડયંત્ર કેસમાં નવસારીમાં દરજી કામ કરતા અને મૂળ યુપીના રહેવાસી ફૈઝાન શેખની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાના આતંકવાદી જૂથોની વિચારધારાઓથી કટ્ટરપંથી બન્યા પછી આતંકી ફૈઝાને ગેરકાયદેસર રીતે હથિયારો મેળવ્યા હતા. દિલ્હીના ૬ લોકોની હત્યાનો પ્લાન બનાવનારા આ યુવક પાસેથી રિવોલ્વર,દ કારતુસ, ઉર્દુ ભાષામાં ઉશ્કેરણી કરતું લખાણવાળું 29 પાનાનું સાહીત્ય મળી આવ્યું છે. આરોપી આતંકી અબુ બકરના સંપર્કમાં રહીને મોટા જેહાદી હુમલાની તૈયારીઓ કરતો હતો. આ સાથે આતંકીઓની ભારતથી કાશ્મીરને અલગ કરવાની યોજનામાં આરોપીઓ સામેલ હતો. આરોપીએ ઈન્સ્ટા પર જૈશ મોહમંદના વીડિયો પોસ્ટ કર્યા હતા ગુજરાત એટીએસએ બાતમી આધારે નવસારીની અકશા મસ્જીદ પાછળ આવેલા ઝારાવાડમાં ઓપરેશન કર્યું હતું. લગ્નની સીઝન હોવાથી ઉત્તરપ્રદેશના કેટલાક કારીગરો દરજીકામ માટે નવસારીમાં આવ્યા હતા. આ કારીગરોમાં ફૈઝાન સલમીન પર સામેલ હોવાની વિગતો પોલીસને મળી હતી. તે મોબાઈલ પર શંકાસ્પદ અને જેહાદી વીડિયો જોતો હોવાની અને આતંકી હુમલાની તૈયારી કરતો હોવાની વિગતો મળી હતી. ફૈઝાન સલમાનીના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી કેટલાક જૈહાદી વીડિયો મળ્યા તેમજ કેટલાક લોકોના નામ સાથેની યાદી મળી હતી. આ યાદીની ઉપર દિલ્હીમાં રહેલાં લોકોની વાતો હતી. આ તમામ લોકોને મારી નાંખવાની વાત યાદીમાં લખી હતી. દરજી કામ કરી માસિક 60 હજાર કમાતા ફૈઝાન પર શંકા હતી ફૈઝાન નવસારીમાં ત્રણ ચાર મહીના દરજી કામ કરવા માટે અન્ય કારીગરો સાથે આવતો હતો. મહીને રૂ.૬૦ હજાર કમાતો ફૈઝાન અરબી વીડિયો જોતો હતો. વીડિયોના અવાજ પરથી કેટલાક કારીગરોને જાણ થઈ કે ફૈઝાન અરબી વીડિયો જોઈ રહ્યો છે. જ્યારે કોઈ તેની નજીક જાય ત્યારે તે વીડિયો બંધ કરી દેતો હતો. આતંકી ફૈઝાનની ધરપકડ બાદ તેના દ્વારા અબુ બકર સાથે થતી ચેટ તેમજ ટેલિગ્રામ ગ્રુપોમાં પ્રિમિયમ ટેલિગ્રામ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો. ટેલિગ્રામ એકાઉન્ટ અત્યાર સુધીની તપાસમાં મળ્યા પણ પ્રિમિયમ ટેલિગ્રામ આરોપી પાસે કયાંથી આવ્યું તે તપાસનો વિષય છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં હાડથીજવતી ઠંડીથી શહેરીજનો ઠુઠવાયા, પવનની ગતિ વધતા ઠંડીનું પ્રમાણ વધ્યું

Read Full Story arrow_forward