Patan: સમી પોલીસ મથક પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, પોલીસ કર્મીને ઈજા
સમી પોલીસ સ્ટેશનની સામે જ બે બાઈકો સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક પોલીસ કર્મીને માથાના ભાગે ઈજાઓ પહોંચતા પ્રથમ સમી અને ત્યારબાદ વધું સારવાર માટે પાટણ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.સમી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મી મામલતદાર કચેરી તરફ્ જવા માટે પોતાનું બાઈક લઈને પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાંથી બહાર નિકળતાં સમયે શંખેશ્વર તરફ્થી આવતાં અન્ય બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પોલીસ કર્મી બાઈક પરથી નિચે પટકાતાં માથાના ભાગે ઈજાઓ પહોંચતા તાત્કાલિકઅસરથી સારવાર માટે સમી લઈ જવાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે પાટણ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward