android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: શહેરની સ્કૂલોને મળેલી બોમ્બની ધમકીમાં ડાર્ક વેબનો ઉપયોગ થયો, Gmailથી કોલ આવ્યા હતા
calendar_today January 26, 2026

Ahmedabad News: શહેરની સ્કૂલોને મળેલી બોમ્બની ધમકીમાં ડાર્ક વેબનો ઉપયોગ થયો, Gmailથી કોલ આવ્યા હતા

અમદાવાદમાં બે દિવસ પહેલા શહેરની 17 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીઓ કોણે આપી અને કેવી રીતે આપવામાં આવી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમમાં બોમ્બની ધમકી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. આઈપી સહિતની માહિતી માગવામાં આવી આ અંગે સાયબર ક્રાઈમના ACP હાર્દિક માકડિયાએ કહ્યું હતું કે, 23 તારીખે અમદાવાદ શહેરની 17 સ્કૂલોમાં ધમકી ભર્યા મેઈલ મળ્યા હતાં. જે અંગે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ જ ઈમેલ આઈડીથી નોઈડાની સ્કૂલમાં પણ મેઈલ આવ્યો હતો. જીમેઈલથી કોલ આવ્યા હતાં અને હોક્સ મેઈલ હતાં. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ મેઈલને લઈ ગૂગલ પાસેથી આઈપી સહિતની માહિતી માગવામાં આવી છે. દિલ્હી પોલીસ સાથે મળીને તપાસ કરવામાં આવશે ACP હાર્દિક માકડિયાએ વધુમાં કહ્યું હતું કે, અગાઉ સાયબર ક્રાઈમે ચેન્નઈની એક મહિલાની ધરપકડ કરી હતી. ડાર્ક વેબનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત વીપીએનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. દિલ્હી પોલીસ સાથે મળીને તપાસ કરવામાં આવશે. બોમ્બની કોઈપણ ધમકીને સામાન્ય માની ના શકાય.આ મુદ્દે અન્ય દેશો સાથે પણ માહિતી મોકલીને તપાસ કરવામાં આવી રહી છે. આ પણ વાંચોઃ Himachal: ફરવા તો ગયા પણ હિમવર્ષાને લીધે 15 કિમીનો ટ્રાફિક જામ, કુલ્લુ મનાલીમાં સહેલાણીઓ ત્રાહિમામ

Read Full Story arrow_forward
Gir Somnath:  વેલણના સમૂહ લગ્નમાં પરષોત્તમ સોલંકીનો હુંકાર - મારે અહીં ક્યાં મત જોઈએ છે, મારે તો સમાજ વ્હાલો છે
calendar_today January 26, 2026

Gir Somnath: વેલણના સમૂહ લગ્નમાં પરષોત્તમ સોલંકીનો હુંકાર - મારે અહીં ક્યાં મત જોઈએ છે, મારે તો સમાજ વ્હાલો છે

કોળી સમાજના કદાવર નેતા અને મંત્રી પરષોત્તમ સોલંકી ફરી એકવાર તેમના આક્રમક અને બેબાક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વેલણ ગામે આયોજિત સમૂહ લગ્ન પ્રસંગમાં હાજરી આપતી વખતે તેમણે સમાજને સંબોધતા કેટલીક એવી વાતો કહી જેનાથી રાજકારણ ગરમાયું છે.વેલણના સમૂહ લગ્નમાં પરષોત્તમ સોલંકીનો હુંકારસમૂહ લગ્નના મંચ પરથી સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરતા પરષોત્તમ સોલંકીએ જણાવ્યું કે, "સમાજના દીકરાઓને ક્યાંય પણ જરૂર પડે તો ગભરાશો નહીં, સીધા મારી પાસે આવી જજો." તેમણે વધુમાં ઉમેર્યું કે, જો સમાજ માટે ક્યાંય ધોકા લેવાની જરૂર પડશે તો પરષોત્તમ સોલંકી પોતે ધોકા લેશે, પણ સમાજને આંચ આવવા દેશે નહીં."મારે ક્યાં મત જોઈએ છે?"પોતાના સંબોધન દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ અહીં કોઈ રાજકીય ફાયદા માટે આવ્યા નથી. તેમણે કહ્યું, "હું રાજકારણ નથી કરતો, મારે અહીં ક્યાં કોઈના મત જોઈએ છે? આ મારો સમાજ છે અને મારા સમાજના લોકો માટે હું હંમેશા હાજર છું." આ નિવેદન દ્વારા તેમણે પોતાની છબી એક રાજનેતા કરતા સમાજસેવક તરીકે વધુ ઉપસાવી હતી.ત્રણ સ્થળોએ સંપર્ક કરવાનું આશ્વાસનમંત્રીએ સમાજના લોકોને મદદ માટેના સ્થળો જણાવતા કહ્યું કે તેઓ ગાંધીનગર, ભાવનગર અને ઉના એમ ત્રણેય જગ્યાએ રહે છે. કોઈપણ મુશ્કેલીના સમયે સમાજનો કોઈપણ વ્યક્તિ આ સ્થળોએ આવીને તેમનો સંપર્ક કરી શકે છે.આ પણ વાંચો: Junagadh: ચોરવાડમાં ખનીજ માફિયાઓ પર તંત્રની ત્રાટક્યું, અનેક સર્વે નંબરોમાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ

Read Full Story arrow_forward
Attari - Wagah Border: બોર્ડર પર જવાનોનો જોશ હાઇ.. પાકિસ્તાનના હોશ ઉડ્યા !
calendar_today January 26, 2026

Attari - Wagah Border: બોર્ડર પર જવાનોનો જોશ હાઇ.. પાકિસ્તાનના હોશ ઉડ્યા !

ગણતંત્ર દિવસના અવસર પર પંજાબના અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. બીટિંગ રીટ્રીટ સેરેમનીમાં હજારો લોકો હાજર છે. અટારી બોર્ડર પર હાજર હજારો લોકો અને સૈનિકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમમાં ભારતીય જવાનોની બહાદુરી જોવા મળી હતી. બીએસએફની ટુકડીઓએ પરેડ કરી હતી.બીટિંગ રીટ્રીટ સેરેમની યોજાઇ અટારી બોર્ડર અમૃતસર શહેરથી લગભગ 32 કિલોમીટર દૂર આવેલી છે અને દરરોજ સેંકડો ભારતીયો, વિદેશી પ્રવાસીઓ અને સ્થાનિક લોકો બીટિંગ રિટ્રીટ સેરેમની જોવા માટે આવે છે. બીએસએફના જવાનોની સાથે તેમના પાકિસ્તાની સમકક્ષ રેન્જર્સ પણ બીટિંગ રીટ્રીટ સેરેમનીમાં ભાગ લે છે. 11 ઓક્ટોબર 1947ના રોજ પહેલીવાર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો 11 ઓક્ટોબર 1947ના રોજ અટારી બોર્ડર પર પહેલીવાર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ભારત અને પાકિસ્તાન પરંપરાગત રીતે 1959થી અટારી બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સમારોહનું આયોજન કરે છે અને આ કાર્યક્રમમાં બંને દેશોના લોકો મોટી સંખ્યામાં હાજરી આપે છે. બીટિંગ રીટ્રીટ સેરેમનીમાં 60થી 120 મિનિટનો સમય લાગે છે. પાકિસ્તાન બાજુ વાઘા બોર્ડર તરીકે ઓળખાય છે ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી, ઐતિહાસિક ગ્રાન્ડ ટ્રંક રોડ પર અટારી-વાઘા સંયુક્ત ચેકપોસ્ટની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં ભારતીય બાજુ અટારી તરીકે ઓળખાય છે અને પાકિસ્તાની બાજુને વાઘા તરીકે ઓળખવામાં આવે છે. અટારી-વાઘા બોર્ડર પર આયોજિત આ સમારોહ માટે બંને દેશોની સરકારો સંમત થઈ હતી. સૂર્યાસ્ત પહેલા ત્રિરંગો નીચે ઉતારવામાં આવે છે અટારી-વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાનની સરહદ પર પેટ્રોલિંગ કરતા જવાનો સવારે પોતપોતાના રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે અને સૂર્યાસ્ત પહેલા સાંજે તિરંગો નીચે ઉતારવામાં આવે છે. તિરંગો ઉતારતા પહેલા, ભારત અને પાકિસ્તાનના સુરક્ષા દળો એકબીજાને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અને તેમની કુશળતા દર્શાવવા માટે પડકાર આપે છે. કર્તવ્ય પરેડ ખાતે યોજાઇ પરેડ આજે દેશ તેનો 77મો પ્રજાસત્તાક દિવસ છે. આજે સવારે દિલ્હીમાં ફરજ માર્ગ પર પ્રજાસત્તાક દિવસની પરેડ યોજાઈ હતી... જ્યાં ભારતના સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળી... લશ્કરી શક્તિની ઝલક પણ જોવા મળી, મેડ ઇન ઇન્ડિયા શસ્ત્રોનો વૈભવ જોવા મળ્યો અને મજબૂત ભારતની તસવીર જોવા મળી... 

Read Full Story arrow_forward