android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ટ્રકના ગુપ્ત ચોરખાનામાંથી 1.07 કરોડનો દારૂ ઝડપાયો, LCB ને મોટી સફળતા મળી
calendar_today January 26, 2026

Surendranagar: ટ્રકના ગુપ્ત ચોરખાનામાંથી 1.07 કરોડનો દારૂ ઝડપાયો, LCB ને મોટી સફળતા મળી

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) ની સૂચનાથી પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત LCB પોલીસે મોટી સફળતા મેળવી છે. ધ્રાંગધ્રા હાઈવે પરથી ₹1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.ગુપ્ત ચોરખાનામાં છુપાવેલો હતો દારૂસુરેન્દ્રનગર LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-કચ્છ હાઇવે પર આવેલી આશીર્વાદ હોટલના પાર્કિંગમાં તપાસ હાથ ધરી હતી. અહીં ઉભેલી ટાટા કંપનીની ટ્રક (નંબર NL-01-Q-1030) ની તલાશી લેતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકની અંદર ખાસ પ્રકારે બનાવેલા ગુપ્ત ચોરખાનામાં વિદેશી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી.કુલ ₹1.07 કરોડનો મુદ્દામાલ જપ્તપોલીસે ટ્રકના ચોરખાનામાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને ટ્રક સહિત કુલ ₹1,07,64,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: Rajkot: રેકડીમાં સ્પાર્ક થયા બાદ આગ લાગ્યાનું અનુમાન, માલવિયા નગર પોલીસે FSL તેડાવી

Read Full Story arrow_forward
Rajasthan : નાગૌરમાં ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રીનો કેસ, NIA અને ગૃહ મંત્રાલયની સ્પેશિયલ ટીમે કરી તપાસ
calendar_today January 26, 2026

Rajasthan : નાગૌરમાં ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રીનો કેસ, NIA અને ગૃહ મંત્રાલયની સ્પેશિયલ ટીમે કરી તપાસ

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રીના કેસમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ કેસમાં NIA, ગૃહમંત્રાલયની સ્પેશિયલ ટીમ અને ગુપ્તચર વિભાગની ટીમ નાગૌર પહોંચી છે. કેન્દ્રીય એજન્સીઓએ સ્થાનિક પોલીસની સાથે મળીને તપાસ શરૂ કરી છે. જાણકારી મુજબ ટીમ થાંવલા સ્ટેશનના હરસૌર ગામ પહોંચી, જ્યાં આ કેસના આરોપી સુલેમાન ખાનનું ઘર છે. અહીં કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓના આરોપીની પુછપરછ કરવામાં આવી અને પુછપરછ દરમિયાન કેસ સાથે સંબંધિત ઘણા પાસાઓની તપાસ કરવામાં આવી.આરોપી સુલેમાન ખાનની તબિયત અચાનક બગડી તેની વચ્ચે આરોપી સુલેમાન ખાનની તબિયત અચાનક બગડી, ત્યારબાદ પોલીસે તેને સારવાર માટે અજમેર રિફર કર્યો. હાલમાં આરોપીને અજમેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ICUમાં તેની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોની ટીમ હેઠળ તેની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તપાસ દરમિયાન આરોપી સુલેમાનના સાથે બલવંત સિંહને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પણ સતત પુછપરછ કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ સુલેમાન ખાન અને બળવંત સિંહે સાથે મળીને આ કામની શરૂઆત કરી હતી. બળવંત સિંહ પહેલા અહીં નોકરી કરતો હતો અને ધીમે-ધીમે ચોરી છુપે આ ગતિવિધિમાં સામેલ થયો. એજન્સીઓ તમામ તથ્યોને એકત્ર કરવામાં લાગી સુત્રોનું કહેવું છે કે બળવંત સિંહે કેટલાક મહિના પહેલા જ આ કામ બંધ કરી દીધું હતું. તપાસ એજન્સીઓને એ પણ જાણકારી મળી છે કે આ સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન થાય છે, જેનાથી વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગની આશંકા રહે છે. હાલમાં NIA, ગૃહ મંત્રાલયની સ્પેશિયલ ટીમ અને ગુપ્તચર વિભાગ સમગ્ર નેટવર્ક અને ગતિવિધિઓની તપાસ કરી રહ્યા છે. કેન્દ્રીય એજન્સીઓ આ મામલા સાથે જોડાયેલા તમામ તથ્યોને એકત્ર કરવામાં લાગ્યા છે અને આગળની કાર્યવાહી તપાસના આધાર પર કરવામાં આવશે.  આ પણ વાંચો : India Canada Trade Deal: EU નેતાઓ પાછા ફરતાની સાથે કેનેડાના પીએમ Mark Carney આવશે ભારતની મુલાકાતે, તૈયારીઓ કરાઈ શરુ

Read Full Story arrow_forward
Dang: સાપુતારામાં પ્રવાસીઓને પરેશાન કરતા બાઇકર્સ પોલીસના સકંજામાં, ટેબલ પોઈન્ટ પર આતંક મચાવતી 70 બાઇકો ડિટેઈન
calendar_today January 26, 2026

Dang: સાપુતારામાં પ્રવાસીઓને પરેશાન કરતા બાઇકર્સ પોલીસના સકંજામાં, ટેબલ પોઈન્ટ પર આતંક મચાવતી 70 બાઇકો ડિટેઈન

ડાંગ જિલ્લાના પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે પ્રવાસીઓની સુરક્ષા જોખમાવતા બાઇક સ્ટંટબાજો પર પોલીસે કડક  કાર્યવાહી કરી છે. ટેબલ પોઈન્ટ જેવા ભીડભાડ વાળા વિસ્તારમાં ધૂમ સ્ટાઈલથી બાઇક ચલાવી આતંક મચાવનારા યુવાનોને સાપુતારા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે.ભીડ વચ્ચે સ્ટંટબાજી ભારે પડી૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને સાપુતારામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આ ભીડનો લાભ લઈ કેટલાક ઉત્પાતી યુવાનો ટેબલ પોઈન્ટ પર પોતાની બાઇકો સાથે જીવલેણ સ્ટંટ કરી રહ્યા હતા. બેફામ ગતિએ બાઇક હંકારીને આ લબરમૂછિયા યુવાનો પ્રવાસીઓમાં ભય ફેલાવી રહ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી.પોલીસની સર્જિકલ સ્ટ્રાઈકમાં 70 બાઇકો જપ્તપ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી સાપુતારા પોલીસ મથકના PI પી. ડી. ગોંડલિયા અને તેમની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. પોલીસે ટેબલ પોઈન્ટ પર કોર્ડન કરી બેફામ બાઇક ચલાવતા 70 જેટલા બાઇક સવારોને ઝડપી પાડ્યા હતા.તમામ બાઇકોને પોલીસ મથકે લાવી કલમ 207 મુજબ ડિટેઈન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ આકસ્મિક કાર્યવાહીથી સ્ટંટબાજોની શાન ઠેકાણે આવી ગઈ હતી અને અન્ય બાઇક ચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક સંદેશસાપુતારા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે પ્રવાસન સ્થળો પર આવતા પ્રવાસીઓની શાંતિ અને સુરક્ષા સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. આ પ્રકારની દાખલારૂપ કાર્યવાહીથી સ્થાનિકો અને પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ પણ વાંચો: Amreli: પીરસવા બાબતે જાનૈયા-માંડવા પક્ષ વચ્ચે લોહિયાળ ધીંગાણું, 13 લોકો ઈજાગ્રસ્ત

Read Full Story arrow_forward