android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : કોસંબામાં દક્ષિણ ગુજરાતનો સૌથી ઊંચો તિરંગો, DyCM હર્ષ સંઘવીએ ગરિમાપૂર્ણ માહોલમાં ધ્વજારોહણ કર્યું
calendar_today January 25, 2026

Surat : કોસંબામાં દક્ષિણ ગુજરાતનો સૌથી ઊંચો તિરંગો, DyCM હર્ષ સંઘવીએ ગરિમાપૂર્ણ માહોલમાં ધ્વજારોહણ કર્યું

સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં આજે દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. અહીં આવેલી પ્રસિદ્ધ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પીપી સવાણી યુનિવર્સિટીના પ્રાંગણમાં 45 મીટર એટલે કે અંદાજે 147 ફૂટની ઊંચાઈ ધરાવતો ગગનચુંબી તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.DyCMના હસ્તે વિધિવત રીતે ધ્વજારોહણ કરી સલામી આપવામાં આવી આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે જ વિધિવત રીતે ધ્વજારોહણ કરી સલામી આપવામાં આવી હતી. આ ગૌરવશાળી પ્રસંગે મંત્રીની સાથે અન્ય મહાનુભાવો ઈશ્વરસિંહ પરમાર (પૂર્વ મંત્રી) ગણપતભાઈ વસાવા (પૂર્વ મંત્રી) ​તથા અન્ય સ્થાનિક અગ્રણીઓ અને યુનિવર્સિટીનો સ્ટાફ હાજર રહ્યો હતો. ​આ તિરંગો હવે દક્ષિણ ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે સાથે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત જલાવવાનું કામ કરશે. ડ્રગ્સના વ્યસનમાં વિદ્યાર્થીઓએ ફસાવવું નહીં: હર્ષ સંઘવી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડ્રગ્સના વ્યસનમાં ફસાવવું નહીં, સાથે જ તેઓના કોઈપણ મિત્ર જો ફસાયા હોય તો તેની પોલીસને જાણ કરવી. જેથી પોલીસ કોઈપણ પ્રકારનો ગુનો દાખલ કરશે નહીં અને તેમના માટે શક્ય મદદ કરશે. પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી વાવ-થરાદ જિલ્લામાં થશે તમને જણાવી દઈએ કે 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં થવાની છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે, તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલશે. રાજ્યકક્ષાની ઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાશે. આ રાષ્ટ્રીય પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓના તાલુકા મથકોએ જે ઉજવણી થશે, તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં મકરબા ખાતે ધ્વજવંદન કરાવશે. આ પણ વાંચો: Anand: ઉમરેઠમાં બસ સ્ટોપથી વડાબજાર સુધીના દબાણોનો સફાયો, ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહ

Read Full Story arrow_forward
Viral Video : બાળક હાથીના જન્મદિવસની અનોખી ઉજવણી, કેક, ફળ અને પ્રેમ
calendar_today January 25, 2026

Viral Video : બાળક હાથીના જન્મદિવસની અનોખી ઉજવણી, કેક, ફળ અને પ્રેમ

ઇન્ટરનેટ પર દરરોજ અનેક વીડિયો જોવા મળે છે, પરંતુ કેટલાક વીડિયો એવા હોય છે જે સીધા દિલને સ્પર્શી જાય છે. આવો જ એક પ્રેમભર્યો અને મનમોહક વીડિયો આસામથી સામે આવ્યો છે, જેમાં એક બાળક હાથીનો જન્મદિવસ ખાસ રીતે ઉજવાયો છે. એક અતિ મનોહર અને હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર હાલ એક અતિ મનોહર અને હૃદયસ્પર્શી વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આસામમાં રહેતા એક બાળક હાથીનો જન્મદિવસ ખૂબ જ પ્રેમ અને કાળજી સાથે ઉજવવામાં આવ્યો છે. આ બાળક હાથીનું નામ પ્રિયાંશી છે, જેને પ્રેમથી મોમો કહીને બોલાવવામાં આવે છે. મોમોના સંભાળ રાખનાર વ્યક્તિએ તેના જન્મદિવસને યાદગાર બનાવવા માટે ખાસ આયોજન કર્યું હતું. કેક, ફળો અને ખાસ મેનુ વીડિયોમાં જોવા મળે છે કે મોમો માટે ખાસ વાદળી રંગની કેક તૈયાર કરવામાં આવી હતી. કેક હાથીને ખાવા માટે નહીં પરંતુ જન્મદિવસની પરંપરા રૂપે રાખવામાં આવી હતી. કેકની આસપાસ આખો વિસ્તાર તાજા ફળો, શાકભાજી અને અનાજથી શણગારવામાં આવ્યો હતો. ખાસ મેનુ પણ તૈયાર હાથી માટે ખાસ મેનુ પણ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં તેની જરૂરિયાત અને પસંદગીને ધ્યાનમાં રાખીને કેળા, સફરજન, દ્રાક્ષ, લીલા શાકભાજી અને વિવિધ અનાજ સામેલ કરવામાં આવ્યા હતા. સંભાળ રાખનાર વ્યક્તિએ કેક કાપીને મોમોના જન્મદિવસની શરૂઆત કરી અને ત્યારબાદ તેને તેના મનપસંદ ફળો પ્રેમથી ખવડાવ્યા. માસૂમ હરકતો જીતે છે દિલ બાળક હાથી મોમો તેની માસૂમ હરકતોથી સૌ કોઈનું દિલ જીતી લે છે. વીડિયોમાં તે પોતાના થડ વડે ફળો ઉઠાવીને ખાય છે, જે જોઈને લોકોના ચહેરા પર આપોઆપ સ્મિત આવી જાય છે. આ ખાસ અવસરે મોમોને પરંપરાગત આસામી ગમછા પણ પહેરાવવામાં આવ્યો હતો, જે વીડિયોને વધુ આકર્ષક બનાવે છે. View this post on Instagram A post shared by Bipin Kashyap (@friend_elephant) સોશિયલ મીડિયા પર પ્રેમનો વરસાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ હજારો લોકો સુધી પહોંચી ગયો. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર @friend_elephant એકાઉન્ટ પરથી શેર કરાયેલા આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. યુઝર્સ વીડિયો પર દિલથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આટલો મધુર જન્મદિવસ મેં ક્યારેય જોયો નથી.” બીજાએ કહ્યું, “પ્રાણીઓ પ્રત્યે આવો પ્રેમ અને સંભાળ જોઈને દિલ ખુશ થઈ ગયું.”આ પણ વાંચો : Padma Awards 2026 : ગૌડા-ભટ્ટ-રાયકર અને અન્ય લોકોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા, ગુમ થયેલા નાયકોને મળ્યો એવોર્ડ

Read Full Story arrow_forward
Padma Awards 2026 : આ ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મશ્રી પુરસ્કાર,  45 લોકોની યાદી સામે આવી
calendar_today January 25, 2026

Padma Awards 2026 : આ ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મશ્રી પુરસ્કાર, 45 લોકોની યાદી સામે આવી

ભારત દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં અપાય છે. જેમાં પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે. ભારત સરકારે પ્રજાસત્તાક દિવસ પહેલા આ શ્રેષ્ઠ સન્માન જે લોકોને આપવામાં આવ્યું છે તેની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કૂલ 45 લોકોને આ સન્માન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ત્રણ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મશ્રી પુરસ્કાર કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશના શ્રેષ્ઠ સન્માનની જાહેરાત કરવામાં આવે છે. આ વખતે 2026ના પદ્મ પુરસ્કારોમાં ગુજરાતના ત્રણ વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સાહિત અને શિક્ષણની કેટેગરીમાં આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે ઓળખાતા ધાર્મિક લાલ પંડ્યા, સુરતમાં ઓર્ગન ડોનેશનમાં જેમનું સૌથી મોટું નામ છે તેવા નિલેશ માંડલેવાલા અને કલા ક્ષેત્રમાં હાજી રમકડુંના નામથી પ્રચલિત હાજી મીર કાસમવાલાનો સમાવેશ કરાયો છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ યાદી જાહેર થાય છે કેન્દ્ર સરકાર દ્વારા આ પુરસ્કારોની જાહેરાત પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કરવામાં આવતી હોય છે. આ યાદીમાં એવા વ્યક્તિઓના નામ સામેલ છે જેમણે સાહિત્ય, શિક્ષણ, સમાજ સેવા, દવા, કલા અને જાહેર કલ્યાણ જેવા ક્ષેત્રોમાં લાંબા સમયથી નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જોકે, આ યાદી હજી સત્તાવાર નથી, અને અંતિમ મંજૂરી ભારત સરકાર દ્વારા આપવામાં આવશે. આ પણ વાંચોઃ Surat News : સુરતની MTB કોલેજ ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની ઉમંગભેર ઉજવણી કરાઈ

Read Full Story arrow_forward