android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Padma Awards 2026: સદીઓ જૂની 'માણભટ્ટ' પરંપરાના રક્ષક ધાર્મિકલાલ પંડ્યાનું રાષ્ટ્રીય સન્માન
calendar_today January 25, 2026

Padma Awards 2026: સદીઓ જૂની 'માણભટ્ટ' પરંપરાના રક્ષક ધાર્મિકલાલ પંડ્યાનું રાષ્ટ્રીય સન્માન

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને મધ્યકાલીન આખ્યાન પરંપરાને જીવંત રાખનારા વડોદરાના વયોવૃદ્ધ કલાકાર ધાર્મિકલાલ પંડ્યાને વર્ષ 2026ના 'પદ્મ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા છે. 86 વર્ષની જૈફ વયે પણ રણકતા અવાજે આખ્યાન પીરસતા ધાર્મિકલાલજીએ કવિ પ્રેમાનંદની સાડા ત્રણસો વર્ષ જૂની પરંપરાને આજે પણ ધબકતી રાખી છે.વારસામાં મળેલી કળા અને 'માણ'નો મહિમાઆખ્યાન એટલે માત્ર કથા નહીં, પરંતુ સંગીત, અભિનય અને સાહિત્યનો ત્રિવેણી સંગમ. ધાર્મિકલાલજીને આ કળા તેમના પિતા ચુનીલાલ પંડ્યા પાસેથી વારસામાં મળી છે. 1948માં ચુનીલાલજીના અવસાન બાદ એવું મનાતું હતું કે માણભટ્ટની પરંપરા લુપ્ત થઈ જશે, પરંતુ ધાર્મિકલાલજીએ માત્ર 25 વર્ષની ઉંમરે આ જવાબદારી ઉપાડી લીધી. 'માણ' એટલે તાંબાની ગાગર. સંસ્કૃતમાં તેને 'ગર્ગર' કહેવાય છે. હાથની દસેય આંગળીઓમાં વેઢ પહેરીને જ્યારે ધાર્મિકલાલજી આ તાંબાની માણ પર થાપ આપે છે, ત્યારે તબલા જેવા જ સૂરો રેલાય છે. આ કલામાં માત્ર વગાડવું જ નહીં, પણ રામાયણ, મહાભારત અને ઉપનિષદોનું ઊંડું જ્ઞાન હોવું પણ અનિવાર્ય છે.3000 થી વધુ કાર્યક્રમો અને વૈશ્વિક ઓળખધાર્મિકલાલ પંડ્યાએ અત્યાર સુધીમાં 3000 થી વધુ આખ્યાનો કર્યા છે. તેમની કલા માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેમણે અમેરિકા, કેનેડા, યુ.કે. અને થાઈલેન્ડ જેવા દેશોમાં પણ માણભટ્ટની કલાનો પ્રસાર કર્યો છે. તેમની પ્રતિભાના પ્રશંસકોમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, શીલા દીક્ષિત અને કનૈયાલાલ મુનશી જેવા દિગ્ગજોનો પણ સમાવેશ થાય છે.નવી પેઢી અને પડકારોધાર્મિકલાલજી જણાવે છે કે આ કલા શીખવા માટે 8 થી 9 વર્ષનો સમય અને અત્યંત ધીરજ (Patience) જરૂરી છે. આજની પેઢીમાં ધીરજનો અભાવ છે, છતાં તેમને ખુશી છે કે તેમના પુત્રો પ્રદ્યુમન અને મયંક તેમજ તેમના પૌત્રો પણ આ પરંપરામાં રસ લઈ રહ્યા છે. વડોદરામાં તેમની સંગીતશાળા દ્વારા આ વિરાસતને આગળ ધપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.સન્માન અને ઉપલબ્ધિઓવર્ષ 2026: પદ્મ એવોર્ડથી સન્માનિત. 1983 રાષ્ટ્રીય સંગીત નૃત્યકલા અકાદમીનો 'ગૌરવ પુરસ્કાર'. ઓલ ઇન્ડિયા રેડિયો પાસે તેમના આખ્યાનોનું 7 કલાકથી વધુનું અમૂલ્ય રેકોર્ડિંગ સચવાયેલું છે. ધાર્મિકલાલ પંડ્યાને મળેલો આ પદ્મ એવોર્ડ એ માત્ર એક વ્યક્તિનું સન્માન નથી, પરંતુ ગુજરાતની વિસરાતી જતી આખ્યાન કલા અને સંસ્કૃતિનું સન્માન છે.આ પણ વાંચો: Padma Awards 2026 : ગૌડા-ભટ્ટ-રાયકર અને અન્ય લોકોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા, ગુમ થયેલા નાયકોને મળ્યો એવોર્ડ

Read Full Story arrow_forward
Ahmedabad News : અમિત શાહનો ગુજરાત પ્રવાસ, 27 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની મુલાકાતે
calendar_today January 25, 2026

Ahmedabad News : અમિત શાહનો ગુજરાત પ્રવાસ, 27 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 27 જાન્યુઆરીના રોજ પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના ઐતિહાસિક કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા સંપ્રદાયના એક ભવ્ય સમૈયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી હરિભક્તો ઉમટી પડવાના છે. અમિત શાહ આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થઈ ભગવાનના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરશે.કાલુપુરમાં ધાર્મિક મહોત્સવ ગૃહમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાલુપુર મંદિર ટ્રસ્ટ દ્વારા પણ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમિત શાહની આ મુલાકાત ધાર્મિક દૃષ્ટિકોણથી મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે તેઓ અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે. આ પ્રસંગે સંપ્રદાયના સંતો-મહંતો દ્વારા તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવે તેવી શક્યતા છે. આ પણ વાંચો : Padma Awards 2026 : ‘ઓર્ગન મેન’ નિલેશ માંડલેવાલા પદ્મ પુરસ્કારથી સન્માનિત થશે, સંભવિત યાદીમાં નામ જાહેર

Read Full Story arrow_forward
Padma Awards 2026: ગૌસેવા અને સુરનો સંગમ: કચ્છના ગૌરવ 'હાજી રમકડું' ને પદ્મશ્રી સન્માન, પીએમ મોદીએ વધાવ્યું કલાનું સમર્પણ
calendar_today January 25, 2026

Padma Awards 2026: ગૌસેવા અને સુરનો સંગમ: કચ્છના ગૌરવ 'હાજી રમકડું' ને પદ્મશ્રી સન્માન, પીએમ મોદીએ વધાવ્યું કલાનું સમર્પણ

ભારત સરકાર દ્વારા વર્ષ 2026ના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના અણમોલ રત્ન અને જાણીતા ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈ જેમનું લોકપ્રિય નામ: 'હાજી રમકડું' છે, તેમને કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવશે.વારસાગત કલા અને 20,000 કાર્યક્રમોની સફર પોતાની આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા હાજીભાઈએ જણાવ્યું હતું કે, આ સફર મારા પિતાથી શરૂ થઈ હતી. મેં મારું આખું જીવન કલા અને સેવા માટે સમર્પિત કર્યું છે. અત્યાર સુધીમાં મેં 20,000 થી વધુ કાર્યક્રમો આપ્યા છે અને મંદિરોમાં પણ સેવા આપી છે. પદ્મશ્રી મળવાથી આજે મને અહેસાસ થાય છે કે, મારી જીવનની સફર સફળ થઈ ગઈ છે. કોમી એકતા અને ગૌસેવાના પ્રતીક હાજીભાઈ માત્ર એક કલાકાર નથી, પણ માનવતાના મશાલચી છે. તેમણે ગાયો માટે 3 હજારથી વધુ કાર્યક્રમોમાં નિઃશુલ્ક ઢોલક વગાડીને ગૌસેવાની અનોખી મિસાલ રજૂ કરી છે. ભજન, સંતવાણી અને કવ્વાલીમાં તેમની ઢોલકની થાપ ધર્મની સીમાઓ ઓળંગીને એકતાનો સંદેશ આપે છે.https://x.com/ANI/status/2015386162786079037 વડાપ્રધાન મોદી સાથેનો અતૂટ નાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ હાજીભાઈ પર તેમના આશીર્વાદ રહ્યા છે. હાજીભાઈએ ગદગદિત થઈને કહ્યું કે, નરેન્દ્રભાઈએ મારું જીવન સફળ બનાવી દીધું છે. તેઓ જ્યારે પણ મને મળતા ત્યારે હંમેશા આશીર્વાદ આપતા. આ પણ વાંચો - Padma Awards 2026 : આ ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મશ્રી પુરસ્કાર, 45 લોકોની યાદી સામે આવી

Read Full Story arrow_forward