android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar માં રાજ્યપાલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઇ ભવ્ય ઉજવણી
calendar_today January 25, 2026

Gandhinagar માં રાજ્યપાલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઇ ભવ્ય ઉજવણી

ભારતીય લોકશાહીના પાયા સમાન મતદારોને જાગૃત કરવાના હેતુથી આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લા તેમજ વિવિધ જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ પણ આ મર્યાદિક અને મહત્વ પૂર્ણ બેઠકમાં જોડાયા હતા. ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી મળતી માહિતી પ્રમાણે આ કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ અને મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓ, મતદાર યાદીમાં સુધારા વધારા અને મતદાનની ટકાવારી વધારવા માટેના નવતર પ્રયોગો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યપાલે યુવા મતદારોને લોકશાગીના આ પર્વમાં સક્રિયપણે ભાગ લેવા આહવાન કર્યુ હતુ. SIR કામગીરી અંગે મહત્ત્વનું નિવેદનઆ પ્રસંગે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાએ એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને આધુનિક બનાવવા માટે SIR ની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે, માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અનેક રાજ્યોમાં SIR અંતર્ગત ડેટા મેનેજમેન્ટ અને ટેકનોલોજીકલ અપગ્રેડેશનની કામગીરી કરવામાં આવી રહી છે. ચૂંટણી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ ટેકનોલોજીના માધ્યમથી મતદારોને મળતી સેવાઓ વધુ ઝડપી બનશે અને ચૂંટણી પ્રક્રિયામાં માનવીય ભૂલોની શક્યતા નહિવત થઇ જશે. કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ કામગીરી કરનાર ચૂંટણી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌએ નિષ્પક્ષ અને નૈતિક મતદાનના શપથ લીધા હતા.આ પણ વાંચોઃ Jamnagar News : હીરજી મિસ્ત્રી રોડ પર પાર્ક કરેલી બસ ભડભડ સળગી, કોઇ જાનહાનિ નહીં

Read Full Story arrow_forward
Bharuch News: રાજપારડીમાં બિસ્માર રસ્તા મુદ્દે ચક્કાજામ
calendar_today January 25, 2026

Bharuch News: રાજપારડીમાં બિસ્માર રસ્તા મુદ્દે ચક્કાજામ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા રાજપારડી ગામે આજે ગ્રામજનોનો આક્રોશ રસ્તા પર જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાની સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિકોએ આજે સવારથી જ 'રસ્તા રોકો આંદોલન' શરૂ કરી વાહન વ્યવહાર થંભાવી દીધો હતો, જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.ટેકનોલોજી નિષ્ફળ, હાલાકી યથાવત ઝઘડિયાથી એકતાનગર (કેવડિયા) ને જોડતો આ મહત્વનો માર્ગ નવી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો હોવાના દાવા કરાયા હતા, પરંતુ આ માર્ગ અત્યારે લોકો માટે આફત સમાન બન્યો છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે અને ભારે વાહનોની અવરજવરને કારણે ઉડતી ધૂળની ડમરીઓથી લોકોનું જીવવું દુષ્કર બન્યું છે. ધૂળને કારણે વાહનચાલકોને દેખાતું ન હોવાથી અકસ્માતનો ભય રહે છે અને લોકો સ્વાસ્થ્યના જોખમે રોંગ સાઈડ ચલાવવા મજબૂર બન્યા છે.https://x.com/sandeshnews/status/2015329864224760274 તંત્રની નિષ્ક્રિયતા સામે ઉગ્ર વિરોધ ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ માર્ગ મુદ્દે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. અંતે કંટાળેલા લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલનની જાણ થતા જ રાજપારડી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લોકોને સમજાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોની માગ છે કે, જ્યાં સુધી રસ્તાનું કાયમી નિરાકરણ નહીં આવે અને ધૂળની સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. આ પણ વાંચો - Bharuch : ઝઘડિયામાં ડમ્પર નીચે કચડાતા રાહદારીનું મોત, ક્રેનની મદદથી ટ્રક ઉંચકી મૃતદેહ બહાર કઢાયો

Read Full Story arrow_forward
Junagadhમાં યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ, મારી નાખવાની ધમકી આપી રૂ.60 લાખ માગ્યા, જુઓ Video
calendar_today January 25, 2026

Junagadhમાં યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ, મારી નાખવાની ધમકી આપી રૂ.60 લાખ માગ્યા, જુઓ Video

અપહરણકર્તાઓએ રૂ. 60 લાખની ખંડણી માગી હતી અને ઓફિસેથી ઘર પરત ફરતી વખતે જ અપહરણ કરવામાં આવ્યું હતુ અને CAનો વ્યવસાય કરતા યુવાનનું કર્યું હતું અપહરણ કરવામાં આવ્યું હતુ, લોનના જુના મનદુઃખમાં અપહરણ કરવામાં આવ્યુ હતુ અને રાત્રે ફોન ઉપર કરી ખંડણીની માંગણી કરી હતી. યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ કરાયું હતુ તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસે પણ કાર્યવાહી કરી હતી અને જે લોકોએ અપહરણ કર્યુ છે તેમની સામે ગુનો નોંધ્યો છે, અપહરણ કરનાર લોકોને હજી પોલીસે ઝડપી પાડયા નથી, તો પરિજનોનું કહેવું છે કે, અંગત અદાવતમાં આ અપહરણ કરવામાં આવ્યુ છે. અપહરણ કરનાર લોકોએ પરિજનોને ફોન કરી રૂપિયા માંગ્યા હતા. આ પણ વાંચો : Banaskantha News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંદાજે 70 કરોડ રૂપિયાના ખર્ચે 39 એકરમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું ભૂમિ પૂજન કર્યું

Read Full Story arrow_forward