android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમરેલીના બાબરામાં બાઈકના શોરૂમના માલિક ઉપર જીવલેણ હુમલો કરનાર આરોપીનો પોલીસે કાઢ્યો વરઘોડો
calendar_today January 25, 2026

Gujarat Latest News Live : અમરેલીના બાબરામાં બાઈકના શોરૂમના માલિક ઉપર જીવલેણ હુમલો કરનાર આરોપીનો પોલીસે કાઢ્યો વરઘોડો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 25 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Amreli News : અમરેલીના બાબરામાં બાઈકના શોરૂમના માલિક ઉપર જીવલેણ હુમલો કરનાર આરોપીનો પોલીસે કાઢ્યો વરઘોડો
calendar_today January 25, 2026

Amreli News : અમરેલીના બાબરામાં બાઈકના શોરૂમના માલિક ઉપર જીવલેણ હુમલો કરનાર આરોપીનો પોલીસે કાઢ્યો વરઘોડો

21 જાન્યુઆરીએ શોરૂમના માલિક ભરતભાઈ રાદડિયા ઉપર છરી વડે કરાયો હતો જીવલેણ હુમલો અને હાથમાં અને છાતીના ભાગે છરીના જીવલેણ ઘા મારી ભરતભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં ડીઓ લેટર આપવા બાબતે શોરૂમ ઉપર આવી પ્રતાપ ધાંધલે માલિક સાથે કરી હતી માથાકૂટ. પોલીસે તાત્કાલિક આરોપી પ્રતાપ ધાંધલને પકડી પાડ્યો હતો રોફ જમાવતાં પ્રતાપ ધાધલને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા અને આરોપી પ્રતાપને સ્થળ ઉપર લઈ જઈ ઘટનાનું રીકન્ટ્રક્શન કરાવ્યું હતુ, આરોપીને કડકમાં કડક સજા મળે તે દિશામાં બાબરા પોલીસે કાર્યવાહી હાથધરી છે અને સ્થાનિકોમાં પણ પોલીસની કામગીરીથી ખુશી જોવા મળી છે. બાઇક શોરૂમના માલિક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક ભરતભાઈ રાદડિયા પર તેમના જ શોરૂમમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.હુમલાખોરો હુમલો કરી નાસી છૂટ્યા હતા ફરિયાદીને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા અને વધુ ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડયા હતા, ત્રણ દિવસ અગાઉ આ ઘટના બની હોવાની વાત છે. ઘટનાની જાણ થતા જ બાબરા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. આ પણ વાંચો : Junagadhમાં યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ, મારી નાખવાની ધમકી આપી રૂ.60 લાખ માગ્યા, જુઓ Video

Read Full Story arrow_forward
Valsad News : વલસાડના ધરમપુરમાં સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક અને સગીરા મળી આવ્યા
calendar_today January 25, 2026

Valsad News : વલસાડના ધરમપુરમાં સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક અને સગીરા મળી આવ્યા

વલસાડના ધરમપુરમાં લવ જેહાદ મામલે વિધર્મી યુવક અને સગીરા મળી આવ્યા છે, ધરમપુર પોલીસે બંનેની અટકાયત કરી સગીરાનું મેડિકલ કરાવ્યું છે અને વિધર્મી યુવકની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં લવ જેહાદનો કથિત કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ સાથે ધરમપુર શહેરના લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ધરમપુર શહેરમાં રહેતી અને માત્ર 17 વર્ષની વય ધરાવતી સગીરા અચાનક ગુમ થઈ હતી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એક વિધર્મી યુવક તેને ભગાડી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ સગીરાના પરિવારે તાત્કાલિક ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દીકરીના ગુમ થવાને પગલે પરિવાર શોકમાં ગરકાવ છે અને સુરક્ષિત પરત લાવવા વિનંતી કરી રહ્યો હતો. ઘટનાની વાયુવેગે જાણ થતા જ સ્થાનિક હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા છે. સંગઠનો દ્વારા આ ઘટનાને 'લવ જેહાદ' ગણાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. હિન્દુ સંગઠનોએ પોલીસ પ્રશાસન સમક્ષ કડક માગ કરી હતી કે, આરોપી વિધર્મી યુવકને વહેલી તકે ઝડપી લેવામાં આવે અને સગીરાને હેમખેમ પરિવાર પાસે પહોંચાડવામાં આવે.ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણથી રોષ ધરમપુર તાલુકામાં બનેલી આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ, તથા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ સહિતના અગ્રણીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. આ તમામ નેતાઓએ જિલ્લા પોલીસ વડા (SP) સાથે સીધું સંકલન સાધીને સગીરાને સત્વરે શોધી કાઢવા અને ગુનેગાર સામે દાખલારૂપ પગલાં લેવા માટે પોલીસ સાથે વાત પણ કરી હતી. આ પણ વાંચો : Amreli News : અમરેલીના બાબરામાં બાઈકના શોરૂમના માલિક ઉપર જીવલેણ હુમલો કરનાર આરોપીનો પોલીસે કાઢ્યો વરઘોડો

Read Full Story arrow_forward