android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ગુજરાતમાં ફરી ઠંડીએ પકડયું જોર, બીજી તરફ IMDએ વરસાદની સાથે ઠંડીની આપી ચેતવણી
calendar_today January 24, 2026

Weather News : ગુજરાતમાં ફરી ઠંડીએ પકડયું જોર, બીજી તરફ IMDએ વરસાદની સાથે ઠંડીની આપી ચેતવણી

અમદાવાદમાં 14.8 ડિગ્રી, અમરેલીમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, કંડલામાં 14.2 ડિગ્રી, કેશોદમાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 15.3 ડિગ્રી, ડીસામાં 14.5 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી, પોરબંદરમાં 16.2 ડિગ્રી, ઓખામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી ઉત્તર પ્રદેશ, હરિયાણામાં ભારે વરસાદની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વરસાદની આગાહી સાથે સાથે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 26 જાન્યુ.એ હિમાચલમાં ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી હવામાન બદલાઈ ગયું છે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જાન્યુઆરીના રોજ બીજું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે. જેના કારણે ઉત્તર ભારતના 9 રાજ્યોમાં વરસાદ અને પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આ પણ વાંચો : Gujarat Latest News Live : કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગની કોલ્ડવેવને લઈ મોટી આગાહી

Read Full Story arrow_forward
Surendranagar: દારૂ અને વઢવાણ મારામારીના વોન્ટેડ આરોપીઓ અમરેલીથી ઝડપાયા
calendar_today January 23, 2026

Surendranagar: દારૂ અને વઢવાણ મારામારીના વોન્ટેડ આરોપીઓ અમરેલીથી ઝડપાયા

સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ ટીમે ગત ઓકટોબર-2025માં દિવાળીના તહેવારો દરમિયાન શહેરના રીવરફરન્ટ પાસે આંબેડકરનગર-1માં રહેતા પ્રોહી લીસ્ટેડ બુટલેગર હિતેશ ઉર્ફે બોટી કનુભાઈ દુલેરાના રહેણાક મકાન પાસે આવેલ ખંડેર મકાનમાં રેડ કરી હતી. જેમાં વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની દારૂની 384 બોટલ અને બીયરના 48 ટીન સહિત રૂપીયા 5,20,560નો મુદ્દામાલ પકડાયો હતો. દરોડા સમયે હાજર ન મળી આવનાર આરોપી હિતેશ ઉર્ફે બોટી કનુભાઈ દુલેરા સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બીજી તરફ ગત 11-10-2025ના રોજ વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલ રાસ્વી સોસાયટીમાં રહેતો 21 વર્ષીય વરૂણ વિજયભાઈ ચૌહાણ રાજકોટ રહેતો તેનો મિત્ર ઉમંગ ઈશ્વરભાઈ સોલંકી વઢવાણ જીઆઈડીસીમાં આવેલ તેની બહેનના ઘરે આવ્યો હોવાથી તેને મળવા ગયો હતો. બાદમાં ઉમંગ બાઈક લઈને વરૂણને મુકવા ગણપતી ફાટસર જતો હતો. ત્યારે રાતના 11 કલાકે ગણેશ એવન્યુ પાસે મોહીત ઉર્ફે ઢગો ભાવેશભાઈ પારધી સહિતના મીત્રો બેઠા હોઈ બન્ને ત્યાં ઉભા રહ્યા હતા. અને ઉમંગ તથા મોહીત એક બીજાની મશ્કરી કરતા હતા. આ સમયે ઉશ્કેરાયેલા મોહીતે પોતાના નેફામાંથી છરી કાઢી ઉમંગ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં વરૂણ તેને બચાવવા વચ્ચે પડતા તેના પર પણ છરીના ઘા ઝીંકાયા હતા. આ સમયે આનંદ ઉર્ફે ટકો મકવાણાએ આવી લોખંડની કોશ વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં બન્ને મીત્રોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે વઢવાણ પોલીસ મથકે મોહીત ઉર્ફે ઢગો ભાવેશભાઈ પારધી અને આનંદ ઉર્ફે ટકો મકવાણા સામે ફરિયાદ નોંધાઈ હતી. ઓકટોબર-2025માં બનેલ આ બન્ને બનાવના 3 આરોપીઓ પોલીસને થાપ આપી નાસતા ફરતા હતા. આ દરમીયાન સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડના સંજયભાઈ અને કપીલભાઈને આ ત્રણેય અમરેલીના માણેકપરામાં આવેલ હોટલ એન્જલમાં રોકાયા હોવાની માહીતી મળી હતી. આથી સ્ટાફના પીએસઆઈ એન.એ.રાયમા, જે.વાય.પઠાણ, મુનાભાઈ રાઠોડ સહિતનાઓએ હોટલમાં દરોડો કરીને ત્રણ માસની ફરાર ત્રણેય આરોપીઓને ઝડપી લઈ જે તે પોલીસ મથકના હવાલે કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: દેત્રોજ ગ્રામ્યમાં નર્મદા કેનાલના પાણી લિકેજ થઈ ખેતરાળ માર્ગ પર ફરી વળ્યા
calendar_today January 23, 2026

Mandal: દેત્રોજ ગ્રામ્યમાં નર્મદા કેનાલના પાણી લિકેજ થઈ ખેતરાળ માર્ગ પર ફરી વળ્યા

દેત્રોજ તાલુકાના ગુંજાલા ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી 12-નર્મદાની કેનાલ વચ્ચે બનાવવામાં આવેલ કુવાઓમાંથી પાણી છેલ્લાં ઘણાં સમયથી લીકેજ થવાની સમસ્યા ઉભી થઈ છે. કુવાઓનું પાણી લીકેજ થઈને ખેતરોમાં આવનજાવન કરવાના રસ્તાઓ ઉપર ખાબોચીયાં ભરાયાં છે અને ખેતરોમાં માટીના ધુળીયા રસ્તાઓ પાણીને લઈ પોંચા પડતાં ખેડુતોને રસ્તે જતાં પગ ખુંચાય, બાઈકો-ટ્રેક્ટર જેવા વાહનોના ટાયરો ખુંચાઈ જાય છે. નર્મદા વિભાગને અગાઉ પણ ખેડુતો દ્વારા આ બાબતે રજુઆત કરાઈ હતી, ખેડુતોની થતી અવારનવાર રજુઆતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી અને એનો એજ પ્રશ્ન વારંવાર ઉભો થાય છે. ખેતરોના રસ્તા પાણી પાણી થઈ જતાં ખેડુતો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે અને ખેડુતો રોષે પણ ભરાયાં છે જેથી ગુંજાલા 12 નંબરની કેનાલના કુવાઓની મરામત કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉભી થઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward