android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara મ્યુનિ. કોર્પોરેશનની કડક કાર્યવાહી, મિલકત અને વ્યવસાય વેરા વસુલાત માટે સીલ મારવાની ઝુંબેશ તેજ
calendar_today January 23, 2026

Vadodara મ્યુનિ. કોર્પોરેશનની કડક કાર્યવાહી, મિલકત અને વ્યવસાય વેરા વસુલાત માટે સીલ મારવાની ઝુંબેશ તેજ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરા તથા વ્યવસાય વેરાની બાકી વસુલાત માટે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. . 23 જાન્યુઆરીથી શહેરના તમામ વોર્ડમાં ઝુંબેશનાભાગરૂપે બાકીદાર મિલકતોને સીલ મારવાની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી વ્યવસાય વેરો ભર્યો નથી તેમની સામે પણ કાર્યવાહી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જેમણે વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી અથવા વ્યવસાય વેરો ભર્યો નથી, તેવા વ્યાવસાયિક એકમો સામે વ્યવસાય વેરા અધિનિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. રહેણાક મિલકતો પર 80 ટકા અને બિન-રહેણાંક મિલકતો પર 20 ટકા વ્યાજ માફી મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે મિલકત વેરા તથા વ્યવસાય વેરાના બિલોની ભજવણી પૂર્ણ કરી છે. મ્યુનિ. કોર્પોરેશનના જમાવ્યા મુજબ રહેણાક મિલકતો પર 80 ટકા અને બિન-રહેણાંક મિલકતો પર 20 ટકા વ્યાજ માફી આપવામાં આવી રહી છે. મિલકત વેરા હેઠળ 503 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂ. 60 કરોડની વસુલાત મ્યુનિ. કોર્પોરેશનના આંકડાઓ અનુસાર, અત્યાર સુધી મિલકત વેરા હેઠળ રૂ. 503 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂ. 60 કરોડની વસુલાત થઈ છે. 800 જેટલી બિન-રહેણાંક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાલમાં શહેરના તમામ 19 વોર્ડમાં દરરોજ સરેરાશ 800 જેટલી બિન-રહેણાંક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે અંદાજે 40 હજાર રહેણાક મિલકતોને વેરા બાકી અંગે નોટિસો પાઠવવામાં આવી છે.  કડક કાર્યવાહીથી બચવા અપીલ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરદાતાઓને સમયસર બાકી વેરા ભરીને કડક કાર્યવાહીથી બચવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો----  Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી

Read Full Story arrow_forward
Bhuj News: સસ્તા સોનાના નામે લાખોની ઠગાઈ, પશ્ચિમ કચ્છ એલસીબીએ બે ઠગબાજોની કરી ધરપકડ
calendar_today January 23, 2026

Bhuj News: સસ્તા સોનાના નામે લાખોની ઠગાઈ, પશ્ચિમ કચ્છ એલસીબીએ બે ઠગબાજોની કરી ધરપકડ

કચ્છના ભુજમાં સસ્તા સોનાના નામે માસૂમ લોકોને શિકાર બનાવતી ગેંગનો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) પર્દાફાશ કર્યો છે. સસ્તું સોનું અપાવવાના બહાને એક વ્યક્તિ પાસેથી 29 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ઠગાઈના 24 લાખ રૂપિયાની રોકડ રકમ પણ રિકવર કરવામાં સફળતા મળી છે.આરોપી પાસેથી 24 લાખની રોકડની રિકવર કરાઈ આરોપીઓએ ફરિયાદીને બજાર ભાવ કરતા ખૂબ જ સસ્તા ભાવે સોનું અપાવવાની જાળ બિછાવી હતી. લાલચમાં આવી ગયેલા ફરિયાદી પાસેથી 29 લાખ રૂપિયા પડાવી લીધા બાદ આરોપીઓ પલાયન થઈ ગયા હતા. ભોગ બનનારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી એલસીબીની ટીમે છટકું ગોઠવી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગુનામાં હજુ એક અન્ય આરોપી સંડોવાયેલ છે જે હાલમાં ફરાર છે. પોલીસે તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ આવા ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અજાણ્યા શખ્સો દ્વારા આપવામાં આવતી આવી કોઈ પણ લાલચમાં ન ફસાવવું, કારણ કે 'સસ્તું સોનું' હંમેશા મોંઘું સાબિત થઈ શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Porbandar: LCBએ ઓડદર રોડ પરથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી
calendar_today January 23, 2026

Porbandar: LCBએ ઓડદર રોડ પરથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી

 પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાંચે (LCB) એક સફળ દરોડો પાડીને વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથેની લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે. જોકે, પોલીસને જોઈને કાર ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.બાતમીના આધારે વોચ અને કાર્યવાહીLCBના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ દાસા અને કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણને સચોટ બાતમી મળી હતી કે એક સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો ઓડદર ગામના રસ્તેથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે વોચ ગોઠવી હતી.મુદ્દામાલની વિગતજ્યારે શંકાસ્પદ ક્રેટા કાર ત્યાંથી પસાર થઈ, ત્યારે પોલીસને જોઈને ચાલક ગભરાઈ ગયો હતો. તેણે કાર ઉભી રાખી દીધી અને અંધારાનો ફાયદો ઉઠાવી રફુચક્કર થઈ ગયો હતો. પોલીસે જ્યારે કારની તલાશી લીધી ત્યારે તેમાંથી 336 નાની-મોટી બોટલો. 96 નંગ ટીન.કુલ જથ્થો 432 નંગ (કિંમત રૂ. 3,85,920/-).હ્યુન્ડાઈ ક્રેટા કાર (કિંમત રૂ. 5,00,000/-).કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. 8,85,920/-.મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો.આ પણ વાંચો: મેડિકલ કોલેજ પાછળ હથિયાર સાથે ફરતો શખ્સ ઝડપાયો, SOGએ તમંચો અને કાર્તૂસ કબજે કર્યા

Read Full Story arrow_forward