android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad ટ્રાફિક પોલીસની લાલ આંખ: વાહનોમાં લગાડેલી ગેરકાયદે સફેદ LED લાઈટો ઉતારવા ખાસ ડ્રાઈવ
calendar_today January 23, 2026

Botad ટ્રાફિક પોલીસની લાલ આંખ: વાહનોમાં લગાડેલી ગેરકાયદે સફેદ LED લાઈટો ઉતારવા ખાસ ડ્રાઈવ

બોટાદ શહેરમાં વાહનચાલકો દ્વારા નિયમ વિરુદ્ધ લગાડવામાં આવતી સફેદ LED લાઈટોને કારણે સર્જાતા અકસ્માતોને રોકવા માટે ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું છે. બોટાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં ગેરકાયદે લાઈટો સામે એક વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત શહેરના વ્યસ્ત ગણાતા જ્યોતિગ્રામ સર્કલ અને એસ.ટી. ડેપો સહિતના વિવિધ પોઈન્ટ્સ પર નાકાબંધી કરીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.જ્યોતિગ્રામ સર્કલ, એસ.ટી. ડેપોમાં કાર્યવાહી પોલીસ કાર્યવાહી દરમિયાન અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોમાં કંપની ફિટિંગ સિવાયની વધારાની તીવ્ર સફેદ LED લાઈટો જોવા મળી હતી. ટ્રાફિક પોલીસની ટીમે સ્થળ પર જ આવા વાહનોમાંથી ગેરકાયદે લાઈટો ઉતારી લીધી હતી અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલ્યો હતો. રાત્રિના સમયે આવી લાઈટો સામેથી આવતા વાહનચાલકોની આંખોમાં અંજાપો લાવતી હોય છે, જે ગંભીર અકસ્માતનું કારણ બને છે. અનેક વાહનોમાંથી લાઈટો ઉતારી લેવામાં આવી ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, વાહનોમાં નિયત ધોરણો કરતા વધુ તીવ્રતા વાળી લાઈટો લગાડવી એ ગુનો છે. પોલીસે વાહનચાલકોને અપીલ કરી છે કે તેઓ પોતાની અને અન્યોની સુરક્ષા માટે આવી લાઈટોનો ઉપયોગ ટાળે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારની ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી પોલીસે આપી છે. આ કામગીરીથી નિયમ ભંગ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: અમેરિકાના વિઝા માટે નકલી ડિગ્રી રજૂ કરવાનું કૌભાંડ, ઘાટલોડિયાનો યુવક અને મહિલા એજન્ટ શંકાના ઘેરામાં
calendar_today January 23, 2026

Ahmedabad: અમેરિકાના વિઝા માટે નકલી ડિગ્રી રજૂ કરવાનું કૌભાંડ, ઘાટલોડિયાનો યુવક અને મહિલા એજન્ટ શંકાના ઘેરામાં

વિદેશ જવાની લાલચમાં લોકો હવે ગંભીર ગુનાહિત રસ્તાઓ અપનાવતા અચકાતા નથી. અમદાવાદમાં અમેરિકાના વિઝા મેળવવા માટે નકલી શૈક્ષણિક ડિગ્રી રજૂ કરવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઘાટલોડિયાના એક યુવક અને તેને નકલી સર્ટિફિકેટ પૂરા પાડનાર મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.વિઝા માટે નકલી ડિગ્રી રજૂ કરવાનું કૌભાંડમળતી માહિતી મુજબ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા જય પટેલ નામના યુવકે અમેરિકાના વિઝા મેળવવા માટે દૂતાવાસમાં અરજી કરી હતી. આ વિઝા પ્રક્રિયા દરમિયાન તેણે પોતાની શૈક્ષણિક લાયકાત સાબિત કરવા માટે 'રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ' ના નામની ડિગ્રી રજૂ કરી હતી. જોકે, દસ્તાવેજોની ચકાસણી દરમિયાન શંકા જતાં તપાસ કરવામાં આવી હતી, જેમાં આ ડિગ્રી સંપૂર્ણપણે નકલી અને બનાવટી હોવાનું બહાર આવ્યું હતું.મહિલા એજન્ટની સંડોવણીપોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આ નકલી ડિગ્રી બનાવવામાં તેને ધ્રુતી નામની એક મહિલાએ મદદ કરી હતી. ધ્રુતીએ જય પટેલને આ બનાવટી સર્ટિફિકેટ તૈયાર કરી આપ્યા હતા જેથી તે વિઝા મેળવી શકે. ક્રાઈમ બ્રાન્ચે હવે આ બંને વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.આ પણ વાંચો: કરજણના ચોરભુજ ગામે મગરની નિર્દયતાથી હત્યા, વન વિભાગે બે શખ્સોને દબોચ્યા

Read Full Story arrow_forward
Vadodara News: માણેજા રોડ પર સ્કૂલ બસની અડફેટે મોપેડ સવાર મહિલા થઈ લોહીલુહાણ
calendar_today January 23, 2026

Vadodara News: માણેજા રોડ પર સ્કૂલ બસની અડફેટે મોપેડ સવાર મહિલા થઈ લોહીલુહાણ

વડોદરા શહેરના માણેજા રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક સ્કૂલ બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલી મોપેડ સવાર મહિલાને જોરદાર અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલા રોડ પર પટકાતા તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક એકઠા થઈ ઈજાગ્રસ્ત મહિલાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી.માણેજા રોડ પર સ્કૂલ બસ ચાલકે કર્યો હતો અકસ્માત ઘટનાની કરુણતા એ છે કે, અકસ્માત સર્જ્યા બાદ બસ ચાલક માનવતા દાખવવાને બદલે પોતાની સ્કૂલ બસને ઘટનાસ્થળે જ બિનવારસી હાલતમાં છોડીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. સ્કૂલ બસ જેવી જવાબદાર સેવાના ચાલકની આ બેદરકારી અને નફ્ફટાઈને જોઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સદનસીબે અકસ્માત સમયે બસમાં બાળકોની હાજરી અંગે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાઈ આ અંગેની જાણ થતા જ મકરપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર સ્કૂલ બસને કબજે કરી છે અને ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે બસના નંબરના આધારે તેના માલિક અને ચાલકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. વડોદરામાં વધતા જતા ટ્રાફિક અને સ્કૂલ વાહનોની અનિયંત્રિત ગતિ સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward