android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : સયાજીગંજમાં રિક્ષામાં બેસાડીને પેસેન્જરને લૂંટનાર 3 આરોપી ઝડપી લેવાયા
calendar_today January 23, 2026

Vadodara : સયાજીગંજમાં રિક્ષામાં બેસાડીને પેસેન્જરને લૂંટનાર 3 આરોપી ઝડપી લેવાયા

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ગત 20 જાન્યુઆરીની રાત્રે એક પેસેન્જર પર લૂંટનો બનાવ બન્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે.જુના વીટકોસ બસ સ્ટેશન પાસે લૂંટ કરી હતી મામલા મુજબ, રાત્રે લગભગ 11 વાગ્યાના સુમારે જુના વીટકોસ બસ સ્ટેશન પાસે રિક્ષા સ્ટેન્ડ પાસે એક પેસેન્જરને ઓટોરિક્ષામાં બેસાડીને એક મહિલા અને બે પુરુષે ધમકી આપી રૂ. 16,050ની રોકડ તેમજ દસ્તાવેજો અને બેંક કાર્ડ સહિતની સામગ્રી લૂંટી લીધી હતી. એક્સપેરિમેન્ટલ સ્કૂલ પાસે ત્રણ આરોપીઓ સહિત લૂંટમાં વપરાયેલ ઓટોરિક્ષાને ઝડપી લીધી સયાજીગંજ પોલીસની ટીમે તરત જ તપાસ શરૂ કરી. સર્વેલન્સ અને ટેકનિકલ માધ્યમોથી તપાસ બાદ 23 જાન્યુઆરીના રોજ MS યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ પાસે ત્રણ આરોપીઓ સહિત લૂંટમાં વપરાયેલ ઓટોરિક્ષાને ઝડપી લીધી હતી. પોલીસે રાહુલ ઉર્ફે પલ્લો પ્રવિણસિંહ રાઠોડ, અંબિકાનગર, ગૌતમ હીરાભાઈ પરમાર, ગોત્રી રોડ, કવિતા ઉર્ફે કવુ વીમલેશ દત્તુરામ કાળે, સયાજીગંજ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓનો ગુનાહીત ભુતકાળ પોલીસે જણાવ્યું કે પકડાયેલા રાહુલ વિરુદ્ધ અગાઉ ગોત્રી, સયાજીગંજ અને જરોદ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને લૂંટના ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે કવિતા વિરુદ્ધ પણ અગાઉ ગુનો નોંધાયો છે. પોલીસે તેમની પાસેથી રિક્ષા, રોકડા 5,170 તથા મોબાઇલ ફોન અને પીડિતના દસ્તાવેજો અને ATM કાર્ડ મળી કુલ 78,970 રુપિયાનો મુદ્દામાલ છે. પોલીસ આરોપીઓના અન્ય કાંડોની તપાસ પણ કરી રહી છે અને શહેરમાં સુરક્ષા વધારવાના પગલાં હાથ ધર્યા છે..આ પણ વાંચો-----     Jamnagar : વસંત પંચમીના દિવસે યુવકની કૃર હત્યા, પ્રેમ પ્રકરણમાં મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા

Read Full Story arrow_forward
Morari Bapu : રાષ્ટ્રના રક્ષકોને ભાવભીની શ્રદ્ધાંજલિ, ડોડા દુર્ઘટનામાં વીરગતિ પામેલા 10 જવાનોના પરિવારોની વહારે આવ્યા મોરારિબાપુ
calendar_today January 23, 2026

Morari Bapu : રાષ્ટ્રના રક્ષકોને ભાવભીની શ્રદ્ધાંજલિ, ડોડા દુર્ઘટનામાં વીરગતિ પામેલા 10 જવાનોના પરિવારોની વહારે આવ્યા મોરારિબાપુ

જમ્મુ-કાશ્મીરના ડોડા વિસ્તારમાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 જવાનો શહીદ થયાની દુઃખદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ આકસ્મિક દુર્ઘટનામાં વીરગતિ પ્રાપ્ત કરનારા જવાનો પ્રત્યે રાષ્ટ્રીય સંત પૂજ્ય મોરારિબાપુએ ઉંડી સંવેદના અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. ત્રાસવાદ વિરોધી દળનું વાહન સર્ચ ઓપરેશન દરમિયાન કાબૂ ગુમાવતા 200 ફૂટ ઉંડી ખીણમાં પડ્યું હતું. બાપુએ આ ઘટનામાં શહીદ થયેલા પ્રત્યેક જવાનના પરિવારને રૂ. 25,000 લેખે કુલ રૂ. 2,50,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે, જે તેમના ટ્રસ્ટ દ્વારા આર્મી વેલફેર ફંડમાં જમા કરાવવામાં આવશે.રાષ્ટ્રના રક્ષકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આ ભયાનક અકસ્માતમાં 11 સૈનિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, જેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે. માનવતાના ધોરણે બાપુએ પ્રત્યેક ઈજાગ્રસ્ત જવાન માટે રૂ. 11,000 લેખે કુલ રૂ. 1,21,000 ની સહાયતા રાશિ જાહેર કરી છે. મોરારિબાપુ હંમેશા રાષ્ટ્રના રક્ષકો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદનશીલ રહ્યા છે. તેમણે તમામ દિવંગત આત્માઓના મોક્ષ માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે અને દુઃખની આ ઘડીમાં સૈનિકોના પરિવારોને ધીરજ ધરવા માટે સંદેશ પાઠવ્યો છે. આ પણ વાંચો : Ahmedabad News : હાઇકોર્ટની ફટકાર, ‘સેવન્થ ડે સ્કૂલે પોતાને પૈસા છાપવાનું મશીન બનાવી દીધું છે, સુરક્ષાનું શું?’

Read Full Story arrow_forward
Rajkot : આટકોટમાં જલારામ બાપાના ધર્મ પત્ની પૂજ્ય વીરબાઈ મા ની અવતરણ દિવસની ઉજવણી કરાઇ
calendar_today January 23, 2026

Rajkot : આટકોટમાં જલારામ બાપાના ધર્મ પત્ની પૂજ્ય વીરબાઈ મા ની અવતરણ દિવસની ઉજવણી કરાઇ

રાજકોટના આટકોટમાં જલારામ બાપાના ધર્મ પત્ની પૂજ્ય વીરબાઈ મા ની અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય જલારામ બાપા ના ધર્મપત્ની પૂજ્ય વીરબાઈ માની જન્મભૂમિ આટકોટ ખાતે વીરબાઈ માં નો 220 માં અવતરણ દિવસની વસંત પંચમી ના રોજ ઉજવણી કરવામાં આવી હતી.સુંદરકાંડ પાઠ મહા આરતીનું આયોજન આ ધાર્મિક કાર્યક્રમમાં અખંડ ધૂન તેમજ સુંદરકાંડ પાઠ મહા આરતી બપોરે મહાપ્રસાદનો આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સાણથલી જસદણ વિંછીયા જંગવડ પાંચવડા સહિતના ભક્તજનો પૂજ્ય વીરબાઈમાના આશીર્વાદ લીધા હતા અને સુંદરકાંડ પાઠ તેમજ ભવ્ય ધૂન નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. હજારો ભક્તજનોએ માતાના દર્શન કર્યા હતા. આટકોટ માં બંને સમય અન્નક્ષેત્ર છેલ્લા 35 વર્ષથી ચાલે છે  તેમજ વીરબાઈમાંને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. આટકોટ માં બંને સમય અન્નક્ષેત્ર છેલ્લા 35 વર્ષથી ચાલે છે. સંસ્થાનું વિશાળ અતિથિગૃહ છે જેમાં સાધુ સંતો યાત્રીઓ માટે ઉતારાની વ્યવસ્થા છે. ભાવિ ભક્તોને વધુ સુગમતા માટે આ મંદિરની લાગુ જમીન સાથે હાલના મંદિરનું નિર્માણ નજીકના સમયમાં થશે. સુંદર આયોજન કરવામાં આવ્યું  વીરબાઈ માં સદા વ્રત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જીવદયાપ્રેમી તેમજ ગામના ભક્તજનો દ્વારા સેવાઓ આપી હતી અને આ વીરબાઈ અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એમાં ભક્તજનો ધન્યતા અનુભવી હતી.આ પણ વાંચો----   Jamnagar : વસંત પંચમીના દિવસે યુવકની કૃર હત્યા, પ્રેમ પ્રકરણમાં મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા

Read Full Story arrow_forward