android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi: કર્તવ્ય પથ પર ગુંજશે હાયપરસોનિક દહાડ!, જાણો ભારતની નવી મિસાઈલ ફોર્સનું શક્તિ પ્રદર્શન
calendar_today January 23, 2026

Delhi: કર્તવ્ય પથ પર ગુંજશે હાયપરસોનિક દહાડ!, જાણો ભારતની નવી મિસાઈલ ફોર્સનું શક્તિ પ્રદર્શન

ભારત હવે રક્ષણ ક્ષેત્રે માત્ર આત્મનિર્ભર જ નથી બની રહ્યું, પરંતુ વિશ્વના શક્તિશાળી દેશોની હરોળમાં પોતાની 'હાયપરસોનિક' તાકાતનો પરચો આપી રહ્યું છે. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન દુનિયાએ ભારતની સ્વદેશી શક્તિ જોઈ છે, પરંતુ હવે DRDO દ્વારા વિકસિત નવી મિસાઈલ LRAShM  રક્ષણ જગતમાં નવા સમીકરણો રચવા જઈ રહી છે. LRAShM નું જાહેર પ્રદર્શન કરવામાં આવશે  સમુદ્રનો નવો રક્ષક આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં પહેલીવાર હાયપરસોનિક એન્ટી-શિપ મિસાઈલ LRAShM નું જાહેર પ્રદર્શન કરવામાં આવશે. આ મિસાઈલની સૌથી મોટી વિશેષતા તેની હાયપરસોનિક ગતિ છે, એટલે કે તે અવાજની ગતિ કરતાં અનેકગણી ઝડપથી ઉડે છે. માત્ર 15 મિનિટમાં 1500 કિમીનું અંતર કાપવાની ક્ષમતા ધરાવતી આ મિસાઈલ દુશ્મનના રડારમાં પકડાયા વગર તેના યુદ્ધજહાજોને પળભરમાં જળસમાધિ આપી શકે છે. હૈદરાબાદ સ્થિત RCI લેબમાં તૈયાર થયેલી આ મિસાઈલ સ્થિર અને ગતિશીલ બંને લક્ષ્યોને ચોકસાઈથી ભેદવામાં સક્ષમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે 'સુદર્શન ચક્ર' સમાન શક્તિની વાત કરી હતી, આ મિસાઈલ તેનો અભિન્ન હિસ્સો છે. મિસાઈલ ફોર્સનું ગૌરવ વધાર્યુ આકાશમાંથી ત્રાટકતી આફત LRAShM ની સાથે 'પ્રલય' મિસાઈલ પણ ભારતની મિસાઈલ ફોર્સનું ગૌરવ વધારી રહી છે. 150 થી 500 કિમીની મારક ક્ષમતા ધરાવતી આ મિસાઈલની સૌથી મોટી ખૂબી તેની દિશા બદલવાની ક્ષમતા છે. ઉડાન દરમિયાન રસ્તો બદલી શકતી હોવાને કારણે દુશ્મનની ઇન્ટરસેપ્ટર મિસાઈલો તેને રોકવામાં નિષ્ફળ રહે છે. તે દુશ્મનના રડાર અને એર સ્ટ્રીપને પળવારમાં તબાહ કરી શકે છે. તેને મોબાઈલ લોન્ચરની મદદથી ગમે ત્યાંથી ફાયર કરી શકાય છે, જે તેને યુદ્ધના મેદાનમાં અત્યંત ઘાતક બનાવે છે. આત્મનિર્ભર ભારતની નવી ઓળખ આ બંને મિસાઈલોનું નિર્માણ DRDO દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી કરવામાં આવ્યું છે. તે સાબિત કરે છે કે ભારત હવે માત્ર સંરક્ષણ સામગ્રી આયાત કરનારો દેશ નથી, પરંતુ અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવનારો દેશ બની ગયો છે. કર્તવ્ય પથ પર આ મિસાઈલોની 'દહાડ' દુનિયાને સંદેશ આપશે કે ભારત પોતાની સરહદોની સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ અને શક્તિશાળી છે.આ પણ વાંચોઃ Morari Bapuએ દિલ્હીના ભારત મંડપમ ખાતે 'લાલો' ફિલ્મની સફળતાને બિરદાવી

Read Full Story arrow_forward
Ahmedabad : વટવા વિસ્તારમાં વિધર્મી યુવક સાથે પ્રેમસંબંધ રાખવો યુવતીને ભારે પડ્યો, યુવકના ત્રાસથી કર્યો આપઘાત
calendar_today January 23, 2026

Ahmedabad : વટવા વિસ્તારમાં વિધર્મી યુવક સાથે પ્રેમસંબંધ રાખવો યુવતીને ભારે પડ્યો, યુવકના ત્રાસથી કર્યો આપઘાત

અમદાવાદના વટવા વિસ્તારમાં વિધર્મી યુવક સાથે પ્રેમસંબંધ રાખવો યુવતીને ભારે પડ્યો છે..યુવક સાથે લગ્ન કરવા દબાણ કર્યા બાદ યુવકે યુવતી સાથે મારઝુડ શરૂ કરી અંતે યુવકના ત્રાસથી યુવતીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે જે મામલે યુવતીના પરિવારજનોએ યુવક વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.યુવતી લગ્ન કરવા દબાણ કરે તો તેની સાથે મારઝુડ પણ કરતો ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મોહમ્મદ આબીદ મોહમ્મદયામીન શેખની ધરપકડ કરી છે.વટવા સૈયદવાડીના રહેવાસી અને સિલાઇકામ કરીને ગુજરાન ચલાવતા આ આરોપીની વટવા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણના ગુનામાં ધરપકડ કરી છે..આરોપીને વટવા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જો કે યુવતીએ આરોપી સાથે લગ્ન કરવાની ઇચ્છા દર્શાવતા તેના પરિવારજનો સહમત થયા ના હતાં. જેથી યુવતી છેલ્લા બે વર્ષથી તેના પરિવારજનોથી અલગ રહેતી હતી.જ્યાં આરોપી અવારનવાર અવરજવર કરતો હતો. કેટલાક મહીના બાદ યુવતીએ જ્યારે લગ્ન કરવા માટેનું કહેતા આરોપીએ અલગ અલગ બહાના બતાવ્યા હતાં. અને લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. એટલું જ નહીં યુવતી લગ્ન કરવા દબાણ કરે તો તેની સાથે મારઝુડ પણ કરતો હતો. તે આરોપી સાથે જ લગ્ન કરવાની જીદ્દ કરતી હતી યુવતીને તેના માતા પિતાએ અનેક વખત સમજાવી હોવા છતાં તે આરોપી સાથે જ લગ્ન કરવાની જીદ્દ કરતી હતી. ઉત્તરાયણના દિવસે મૃતક યુવતી જ્યારે તેના માતા પિતાને ઘરે ગઇ ત્યારે તેણે જાણ કરી હતી કે આરોપી પરિણીત છે, તેના ત્રણ બાળકો છે અને તે લગ્ન કરવા માટે તૈયાર નથી. જો યુવતી લગ્ન કરવાનું કહે તો તેને માર મારે છે. અંતે યુવકના ત્રાસથી યુવતીએ 20મી જાન્યુઆરીના દિવસે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જે બાબતની જાણ પોલીસને કરતા વટવા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી. તપાસ કરતા યુવતીના શરીર પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતાં. જેની તપાસ બાદ પોલીસે ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી છે.. યુવકના ત્રાસથી યુવતીએ આત્મહત્યા કરી લેતા યુવતીના પરિવારજનોની પોલીસ ફરિયાદ આરોપી યુવકના ત્રાસથી યુવતીએ આત્મહત્યા કરી લેતા યુવતીના પરિવારજનોએ વટવા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ પણ દારૂ પીધેલી હાલતમાં પકડાઇ ચુક્યો છે. આ પણ વાંચો------     Jamnagar : વસંત પંચમીના દિવસે યુવકની કૃર હત્યા, પ્રેમ પ્રકરણમાં મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા

Read Full Story arrow_forward
Ahmedabad News: SIRની કામગીરીમાં ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટર સાથે થયું તેવું તમારી સાથે તો નથી થયું ને?
calendar_today January 23, 2026

Ahmedabad News: SIRની કામગીરીમાં ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટર સાથે થયું તેવું તમારી સાથે તો નથી થયું ને?

ગુજરાતમાં SIRની કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટરે SIRની કામગીરીને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. પૂર્વ કોર્પોરેટરના પરિજનો સાથે SIRની કામગીરીમાં ગેરરીતી થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદીના પિતા, પુત્ર અને ભત્રીજાનું નામ મતદાર યાદીમાંથી રદ થયું છે. પૂર્વ કોર્પોરેટરના પરિજનો સાથે ગેરરીતિ અમદાવાદમાં ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટરના પરિવારજનો સાથે SIRની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમના પિતા, પુત્ર અને ભત્રીજાનું નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેઓ હયાત મકાનમાં રહેતા નહીં હોવાનો ફોર્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખોટી માહિતી આપીને મતદાર યાદીમાંથી નામ રદ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. રફીકભાઈ નામના વ્યક્તિએ વાંધો લઈને ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટર અમઝદ ખાનના પરિવારના ત્રણ સભ્યોના નામ રદ કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Ahmedabad : વટવા વિસ્તારમાં વિધર્મી યુવક સાથે પ્રેમસંબંધ રાખવો યુવતીને ભારે પડ્યો, યુવકના ત્રાસથી કર્યો આપઘાત

Read Full Story arrow_forward