android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Forest : ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજજ : વન મંત્રી અર્જુન મોઢવાડિયા
calendar_today January 23, 2026

Gujarat Forest : ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજજ : વન મંત્રી અર્જુન મોઢવાડિયા

રાજ્યમાં ઇકો ટુરિઝમને વેગ આપવામાં આવશે, સાથે જ ઇકો ટુરિઝમથી વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય તે માટે વિઝિટર ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક અંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં હતું કે, ગુજરાતમાં વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યના મહત્વના સિંહ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય તથા રીંછ અભયારણ્ય જેવા વન્યજીવ કેન્દ્રોના વિકાસ અને વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.વાઘના સંરક્ષણની સાથે સાથે તેના ખોરાક અને વસવાટની ક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો વન મંત્રીએ વિશેષ આનંદ સાથે જણાવ્યું કે, વન્યજીવ વસ્તી ગણતરી દરમિયાન ગુજરાતના રતનમહાલ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાઈ છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે. આ વાઘના કાયમી વસવાટ, સુરક્ષા અને તેની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે વન વિભાગ દ્વારા સર્વગ્રાહી આયોજન કરવામાં આવ્યું છે. વાઘના સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગ 'નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી' સાથે સતત સંપર્કમાં છે. તેમના દ્વારા સૂચવવામાં આવેલા તમામ માર્ગદર્શક સિદ્ધાંતો અને ઉપાયોનું આગામી સમયમાં રાજ્યમાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે. વાઘના સંરક્ષણની સાથે સાથે તેના ખોરાક અને વસવાટની ક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે તેમ વન મંત્રી મોઢવાડિયાએ ઉમેર્યું હતું. વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવશે વન મંત્રીએ ઉમેર્યુ હતું કે NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં ઇકો ટુરિઝમને વેગ આપવા, સાથે જ પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને પરિણામે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય એની પણ કાળજી લેવા વન વિભાગને સૂચનો કર્યા હતા. જે સંદર્ભે વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવશે. ગુજરાતમાં દીપડાઓની વધતી જતી સંખ્યા અને રેસ્ક્યુ થયેલા દીપડા સહિતના દીપડાઓ માટે અભયારણ્યનું સ્થળ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત કરવાના આયોજનની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ પણ વાંચો : Republic Day 2026 : ભારત 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ઉંબરે છે, ત્યારે રાષ્ટ્રભક્તિના રંગે રંગાવા માટે ચોટીલાની ધરતી પર એક અદભૂત નજરાણું તૈયાર

Read Full Story arrow_forward
Surat: સુરતના ઉદ્યોગકારોની મંત્રી કનુ દેસાઈને મોટી રજૂઆત, કબજા રસીદમાંથી મુક્તિની આશા
calendar_today January 23, 2026

Surat: સુરતના ઉદ્યોગકારોની મંત્રી કનુ દેસાઈને મોટી રજૂઆત, કબજા રસીદમાંથી મુક્તિની આશા

સુરતના આર્થિક વિકાસને નવી ઉંચાઇએ લઇ જવા માટે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દે રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સુરતની હજારો મિલકતો જે હાલમાં માત્ર કબજા રસીદના આધારે ચાલી રહી છે. તેને નિયમિત કરવા માટે ચેમ્બર દ્વારા શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઇને લેખિત રજૂઆત કરવામાં આવી છે.બેંકોની લોન અને વિર્કંગ કેપિટલમાં અવરોધનો આક્ષેપ સુરતની અનેક નાની મોટી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ મિલકતો પાસે પાકા દસ્તાવેજોને બદલે માત્ર કબજા રસીદ છે. SGCCIનો આક્ષેપ છે કે આવી મિલકતોના કારણે ઉદ્યોગકારોને બેંકિંગ ક્ષેત્રે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. બેંકો કબજા રસીદવાળી મિલકતો પર લોન આપવા તૈયાર થતી નથી. જેના કારણે ઉદ્યોગપતિઓને પોતાની વર્કિંગ કેપિટલ મેળવવામાં અને બિઝનેસના વિસ્તરણમાં મોટો અવરોધ ઉભો થાય છે. વિકાસની નવી દિશા ચેમ્બરનું માનવું છે કે જો સરકાર આ મિલકતોમે નિયમિત કરવા માટેની કોઇ ખાસ જોગવાઇ કે નીતિ જાહેર કરે , તો સુરતની અર્થવ્યવસ્થામાં મોટું પરિવર્તન આવી શકે છે. મિલકતો નિયમિત થવાથી ઉદ્યોગકારો તેને ગીરો મૂકી સત્તાવાર લોન મેળવી શકશે. જે સીધી રીતે નવા રોકાણ અને રોજગારીમાં પરિણમશે. મંત્રી સમક્ષ કરવામાં આવી રજૂઆત મંત્રી સમક્ષ કરવામાં આવેલી આ રજૂઆતમાં સુરત ચેમ્બરે ભાર મૂક્યો છે કે, શહેરી વિકાસના નીતિ-નિયમોમાં સુધારો કરીને આ મિલકતોને કાયદેસરની માન્યતા આપવામાં આવે. આ પગલાથી માત્ર બેંકોનો ભરોસો જ નહીં વધે, પરંતુ પ્રોપર્ટી માર્કેટમાં પણ પારદર્શિતા આવશે.આ માગણી જો સંતોષાય તો સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક નાના એકમોને સંજીવની મળી શકે તેમ છે.આ પણ વાંચોઃ Vadodara: સાયબર સેલની મોટી સફળતા, અભણ લોકોને ડિજિટલ ક્રાઇમનો શિકાર બનાવનાર એજાઝનો પોલીસે છોડાવી દીધો પરસેવો

Read Full Story arrow_forward
Surat News: શાળાઓને બોમ્બ થ્રેટ વચ્ચે હરકતમાં આવી પોલીસ, મોટી હોટલોમાં સઘન ચેકિંગ
calendar_today January 23, 2026

Surat News: શાળાઓને બોમ્બ થ્રેટ વચ્ચે હરકતમાં આવી પોલીસ, મોટી હોટલોમાં સઘન ચેકિંગ

અમદાવાદની વિવિધ 15 શાળાઓમાં ઈમેલ દ્વારા મળેલી બોમ્બની ધમકીને પગલે સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાયો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ શહેરના તમામ વ્યૂહાત્મક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે.હોટલોમાં ચેકિંગ અને CCTV મોનિટરિંગ સુરત પોલીસ દ્વારા શહેરની તમામ મોટી અને પ્રતિષ્ઠિત હોટલોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી છે. હોટલમાં રોકાતા મુસાફરોની વિગતો અને આઈડી પ્રૂફની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, સુરત શહેરના કંટ્રોલ રૂમ દ્વારા તમામ મુખ્ય જંક્શનો અને સંવેદનશીલ વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરા દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓ મેદાને JCP (જોઈન્ટ પોલીસ કમિશનર) કક્ષાના અધિકારીઓએ શહેરના તમામ પોલીસ સ્ટેશનોને હાઈએલર્ટ પર રહેવા અને પેટ્રોલિંગ વધારવા આદેશ આપ્યા છે. કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી મોટી દુર્ઘટના સમય પહેલા ટાળી શકાય. SOG અને બાતમીદારો એક્ટિવ સુરત શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓએ તેમના બાતમીદારોના નેટવર્કને પણ એક્ટિવ કરી દીધું છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને બનતા અટકાવી શકાય. પોલીસ તંત્રએ નાગરિકોને ગભરાવાને બદલે સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે. આ પણ વાંચો - Suratમાં સિટી બસને લઇ પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં, લોકો જીવન જોખમે મુસાફરી કરતા જોવા મળ્યા, જુઓ Video

Read Full Story arrow_forward