android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : PM સ્વનિધિ યોજના થકી નાના વેપારીઓને પોતાના વ્યવસાયને આગળ વધારવાની સુવર્ણ તક પ્રાપ્ત થઈ છે
calendar_today January 23, 2026

Surat News : PM સ્વનિધિ યોજના થકી નાના વેપારીઓને પોતાના વ્યવસાયને આગળ વધારવાની સુવર્ણ તક પ્રાપ્ત થઈ છે

જેના ભાગરૂપે સુરતના સાયન્સ સેન્ટર, સિટીલાઈટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ માટે ક્રેડિટ કાર્ડ લોન્ચિંગ અને લોન વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણમાં સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકાએ છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. ત્રીજા તબક્કામાં 9081 લાભાર્થીઓને રૂ.45.36 કરોડની લોન વિતરણ કરવામાં આવી છે જ્યારે ગુજરાતમાં બીજુ સ્થાન મેળવ્યું છે. આ યોજના હેઠળ શાકભાજી, ફળ, ખાણીપીણી-ચાની લારીઓ, પાથરણાવાળા, હસ્તકલા ઉત્પાદનો વેચનાર, ધોબી, નાઈ, મોચીકામ તેમજ જીવનજરૂરી વસ્તુઓનું વેચાણ કરતા શેરી ફેરિયાઓને આજીવિકા માટે નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તેમણે કહ્યું કે, સુરત મનપા વિસ્તારમાં યોજનાના પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કા હેઠળ કુલ ૧,૩૩,૦૫૮ લાભાર્થીઓને બેંકો દ્વારા રૂ. ૨૦૩.૯૯ કરોડની લોન આપવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં ૯૧,૨૯૩ લાભાર્થીઓને રૂ. ૯૧.૮૮ કરોડ, બીજા તબક્કામાં ૩૨,૬૮૪ લાભાર્થીઓને રૂ. ૬૬.૭૫ કરોડ અને ત્રીજા તબક્કામાં ૯,૦૮૧ લાભાર્થીઓને રૂ. ૪૫.૩૬ કરોડની લોન વિતરણ કરવામાં આવી છે. લાભાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ નાના વેપારીઓને વ્યાજે રૂપિયા લઈ ધંધો કરવો પડતો હતો, જેમાં તેમની કમાણીનો મોટો ભાગ વ્યાજ ચૂકવવામાં જતો હતો. આવા નાના વેપારીઓની ચિંતા વડાપ્રધાનશ્રીએ કરીને પીએમ સ્વનિધિ યોજના થકી નાના વેપારીઓ, ફેરિયાઓને પગભર કર્યા છે. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, ડે.મેયર ડો. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, દંડક ધર્મેશ વાણીયાવાલા, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, કોર્પોરેટરો, અગ્રણીઓ, મનપાના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Surat News : 34 કરોડના ખર્ચે ભીમરાડ-ડીંડોલીને જોડતા નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

Read Full Story arrow_forward
Surat: નશામાં ધૂત અકસ્માત સર્જનાર ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની ધરપકડ
calendar_today January 23, 2026

Surat: નશામાં ધૂત અકસ્માત સર્જનાર ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની ધરપકડ

સુરત શહેરમાંથી ફરી એકવાર 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'ની ગંભીર ઘટના સામે આવી છે. આ વખતે કોઈ સામાન્ય નાગરિક નહીં, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર હજારો લોકોને પોતાના વીડિયો દ્વારા હસાવતો લોકપ્રિય ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ કાયદાના સકંજામાં આવ્યો છે. નશાની હાલતમાં બેફામ કાર હંકારી હિરેન પટેલે બે નિર્દોષ બાઈક સવારોને અડફેટે લીધા હતા.સુરતમાં ફરી એકવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના મળતી માહિતી મુજબ, આ અકસ્માત સુરતના પોશ ગણાતા મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે સર્જાયો હતો. ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બે બાઈક સવાર યુવકોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને બાઈક સવારોને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.પોલીસ કાર્યવાહી અને આરોપીની ધરપકડઘટનાની જાણ થતા જ ઉતરાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ જ હિરેન પટેલ દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાયું હતું. પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી મેડિકલ ચેકઅપ માટે મોકલી આપ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં દારૂ પીધો હોવાની પુષ્ટિ થતા પોલીસે હિરેન પટેલ વિરુદ્ધ 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ' અને અકસ્માતનો ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરી છે.આ પણ વાંચો: શાળાઓને બોમ્બ થ્રેટ વચ્ચે હરકતમાં આવી પોલીસ, મોટી હોટલોમાં સઘન ચેકિંગ

Read Full Story arrow_forward
Jasdan : પતિ શારીરિક સંબંધ બાંધવા અસક્ષમ હોવા છતા પરિણીતાને વારસદાર આપવાનું દબાણ, મારકૂટ, સાસરીયા સામે ફરિયાદ
calendar_today January 23, 2026

Jasdan : પતિ શારીરિક સંબંધ બાંધવા અસક્ષમ હોવા છતા પરિણીતાને વારસદાર આપવાનું દબાણ, મારકૂટ, સાસરીયા સામે ફરિયાદ

જસદણના જંગવડ ગામે રહેતી પરિણીતાને પતિ શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ ન હોવા છતા પુત્રવધુ પર વારસદાર આપવા માટે દબાણ કરી સાસરીયા ત્રાસ ગુજારતા હતાં. જે અંગે પરિણીતાએ સુરતમાં રહેતા સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.સાસરીયા સામે ફરિયાદ બનાવ અંગે હાલ જસદણના જંગવડમાં રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતમાં મોટા વરાછા વિસ્તાર સેટેલાઈટ રોડ પર રહેતા પતિ પાર્થ હસમુખભાઈ પરસાણા, સાસુ જ્યોત્સનાબેન, સસરા હસમુખભાઈ, જેઠ ધાર્મિક, જેઠાણી રિદ્ધિબેન, ફઈજી આશાબેન અને આશાબેનના પતિ શૈલેષભાઈ દેસાઈના નામ આપી જણાવ્યું હતું કે, તેણે એમ.એ.એમ અને આઈ.એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેના લગ્ન સુરતમાં રહેતા પાર્થ પરસાણા સાથે થયા હતા ગઈ તા. 6/2/2022 ના તેના લગ્ન સુરતમાં રહેતા પાર્થ પરસાણા સાથે થયા હતા. લગ્ન બાદ તે સંયુક્ત કુટુંબમાં સાસરીયે રહેતી હતી. લગ્ન તથા લગ્ન બાદ પિયરપક્ષ તથા સગા સંબંધીઓ તરફથી મળેલ કરિયાવર તથા ભેટમાં મળેલા કપડાં, દાગીના, રોકડ રકમ લઈ તેઓ સાસરીયે આવ્યા હતા. પતિ શારીરિક સંબંધ બાંધવા માટે દવાઓ લેતો લગ્નના બે મહિના બાદ પરિણીતાને જાણ થઈ હતી કે, પતિ શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ નથી તે શારીરિક સંબંધ બાંધવા માટે દવાઓ લેતા હોય તેમ છતાં તેઓ શારીરિક સંબંધ બાંધવા માટે અસક્ષમ હતા અને તે અંગે લગ્ન બાદ પરિણીતાએ બે મહિના પછી જેઠાણી તથા પરિવારના સભ્યોને વાત કરી હતી. પરંતુ તેઓ પતિની યોગ્ય સારવાર કરાવવાના બદલે પરિણીતાને જેમ ફાવે તેમ બોલવા લાગેલ. પરિણીતાને સંભળાવી ત્રાસ આપતા પરિવારના સભ્યોને આ વાતની જાણ હોવા છતાં પુત્રવધુ પર સંતાન બાબતે સાસુ- સસરા, જેઠાણી સહિતના મેણાટોણા મારી તેમના પરિવારને વારસદાર આપવા દબાણ કરતા પરંતુ તેઓ પતિની તકલીફ જોતા નહીં ઉલટાનું સંતાન બાબતે પરિણીતાને સંભળાવી ત્રાસ આપતા હતા. પરિણીતાને સંતાન અંગે મેણાટોણા મારતા ફઇજી આશાબેન તથા તેના પતિ શૈલેષભાઈ અવારનવાર ઘરે આવતા હતા તે તથા સાસુ-સસરા અને જેઠ- જેઠાણી બધા પતિની ચડામણી કરતા હતા જેથી પતિ અવારનવાર પત્ની પર હાથ ઉપાડતો હતો તેમજ સાસરીયાઓ કહેતા હતા કે, પતિને જે તકલીફ છે તે અંગેની કોઈને વાત કરવાની નથી અને ઘરની વાત ઘરમાં રાખવાની છે તેમ કહી પરિણીતાને સંતાન અંગે મેણાટોણા મારી દુઃખ ત્રાસ આપતા હતા. પરંતુ પરિણીતા ભવિષ્યનો વિચાર કરી આ બધું મોંઘા મોઢે સહન કરતી હતી.  પતિ પત્નીને સુરત પિયર મૂકી ગયો બાદ ગઈ તા. 18/3/2024 ના પતિ પત્નીને સુરત પિયર મૂકવા આવ્યો હતો અને અહીં એક દિવસ રોકાયો હતો. તે સમયે તેણે સસરા સાથે પણ ગેરવર્તન કર્યું હતું અને જેમ ફાવે તેમ બોલી ગાડી લઈને પત્નીને મૂકીને જતો રહ્યો હતો. ત્યારબાદ પરિણીતા પિતાના ઘરે રહેતી હતી હાલ તે માતા-પિતા સાથે મૂળ વતન જંગવડ ગામે રહે છે. આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પતિ મૂકીને ગયા બાદ આજદિન સુધી કોઈ વાતચીત થઈ નથી સમાધાન માટેના પ્રયત્નો કરવા છતાં જવાબ આપતો ન હતો. ઊલટું સાસરિયાઓ પરિણીતાના માતા-પિતાને કહે છે કે, અમારે તમારી દીકરી જોઈતી નથી અને જો પરાણે તમારી દીકરીને મોકલશો તો અમે તેને જીવતી રહેવા નહીં દઈએ તેવી ધમકીઓ આપે છે. જેથી અંતે પરિણીતાએ આ મામલે પતિ સહિતના સાસરીયાઓ સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ પણ વાંચો-----      Surat News: શાળાઓને બોમ્બ થ્રેટ વચ્ચે હરકતમાં આવી પોલીસ, મોટી હોટલોમાં સઘન ચેકિંગ

Read Full Story arrow_forward