android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat માં ખાખી લજવાઈ, મસાજ પાર્લર ચલાવવા રૂ. 25 હજારની લાંચ લેતા લોકરક્ષક ઝડપાયો!
calendar_today January 23, 2026

Surat માં ખાખી લજવાઈ, મસાજ પાર્લર ચલાવવા રૂ. 25 હજારની લાંચ લેતા લોકરક્ષક ઝડપાયો!

સુરતના વરાછા વિસ્તારમાં પોલીસ વિભાગને શરમાવે તેવી ઘટના સામે આવી છે. વરાછાના પોદ્દાર આર્કેડ કોમ્પલેક્ષ પાસે એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવીને એક લોકરક્ષક જવાન અને તેના વચેટિયાને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. વિગતો મુજબ, લોકરક્ષક જવાન ધીરુ ઠાકરીયાએ મસાજ પાર્લરનો ધંધો શરૂ કરવા અને તેને નિર્વિઘ્ને ચલાવવા દેવા માટે રૂ. 25,000ની લાંચની માંગણી કરી હતી. લોકરક્ષક વતી વચેટિયો રોનક ત્રિવેદી જ્યારે લાંચના નાણાં સ્વીકારી રહ્યો હતો ત્યારે જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડી ભ્રષ્ટાચારના આ ખેલનો પર્દાફાશ કર્યો હતો.લાંચ લેતા રંગેહાથ ઝડપાયો વચેટિયો ફરિયાદી પાસે મસાજ પાર્લર ચલાવવાના બદલામાં હપ્તા પેટે નાણાં માંગવામાં આવ્યા હતા, જેનાથી કંટાળીને ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવ્યું હતું, જેમાં વચેટિયો રોનક ત્રિવેદી રૂ. 25,000 લેતા ઝડપાઈ ગયો હતો. તપાસમાં લોકરક્ષક જવાન ધીરુ ઠાકરીયાની સીધી સંડોવણી ખુલતા પોલીસે બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સુરત પોલીસ બેડામાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો : Ahmedabad News : પોલીસ છાવણીમાં ફેરવાઈ શાળાઓ, BDDS દ્વારા 10 શાળાઓમાં સઘન સર્ચ ઓપરેશન, વાલીઓમાં ફફડાટ

Read Full Story arrow_forward
Dahod News : સંજેલીમાં આવાસ યોજનાના નામે મહાકૌભાંડ, 12 કરોડથી વધુની રકમ બારોબાર સગેવગે!
calendar_today January 23, 2026

Dahod News : સંજેલીમાં આવાસ યોજનાના નામે મહાકૌભાંડ, 12 કરોડથી વધુની રકમ બારોબાર સગેવગે!

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, અંદાજે 12 કરોડથી વધુનો ફાળો લાભાર્થીઓને મળવાને બદલે ભ્રષ્ટ તત્વો દ્વારા બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યો છે. કૌભાંડીઓએ એક હજારથી વધુ ગરીબ લાભાર્થીઓના બેંક ખાતા અને આધાર કાર્ડની વિગતો સાથે છેડછાડ કરી છે. ઓનલાઇન સિસ્ટમમાં ગેરરીતિ આચરીને સરકારી નાણાં કમ્પ્યુટર ઓપરેટરો અને વચેટિયાઓએ ખિસ્સામાં ભરી લીધા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ કૌભાંડ એટલી હદે વ્યાપક છે કે કુલ 1,200 લાભાર્થીઓમાંથી માત્ર 200 ખાતા જ સાચા હોવાનું બહાર આવ્યું છે.તંત્રની દાદાગીરી જ્યારે છેતરાયેલા લાભાર્થીઓ આ મામલે રજૂઆત કરવા માટે સરકારી કચેરીએ પહોંચ્યા, ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા તેઓને મદદ કરવાને બદલે અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. ગરીબોના ઘરના ઘરનું સપનું આ ભ્રષ્ટ તંત્રના કારણે રોળાયું છે. આ કૌભાંડમાં સ્થાનિક કમ્પ્યુટર ઓપરેટરો અને ઉચ્ચ અધિકારીઓની મિલીભગત હોવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ઓનલાઇન ડેટામાં છેડછાડ કરવી કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. હાલમાં પીડિતો દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને જો તટસ્થ તપાસ થાય તો અનેક મોટા માથાંઓની સંડોવણી ખુલવાની આશંકા છે. આ પણ વાંચો : Surat માં ખાખી લજવાઈ, મસાજ પાર્લર ચલાવવા રૂ. 25 હજારની લાંચ લેતા લોકરક્ષક ઝડપાયો!

Read Full Story arrow_forward
Gandhinagar News : ગાંધીનગરમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
calendar_today January 23, 2026

Gandhinagar News : ગાંધીનગરમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા હેડ કોન્સ્ટેબલ અને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, 16 જાન્યુઆરીથી મૃતક ઉપેન્દ્રસિંહ રજા પર હતા અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. વધુ એક પોલીસ કર્મચારીએ કર્યો આપઘાત ગાંધીનગરના સેક્ટર 7માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, હેડ કોસ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આપઘાત કર્યો અને ઘરમાં પંખા પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે, મૃતક છેલ્લા એક અઠવાડિયાથી રજા પર હતા અને આપઘાત કર્યો છે, પોલીસે મૃતકનો ફોન જપ્ત કર્યો છે અને તપાસ શરૂ કરી છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. ગઈકાલે ભરૂચમાં મહિલા પોલીસે કર્યો આપઘાત ભરુચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોલીસ હેડક્વાર્ટરમાં જ ગઈકાલે આપઘાત કર્યો હતો અને પોતાના રુમમાં પંખા સાથે લટકી જીવન ટૂંકાવ્યુ હતુ, પોલીસકર્મી પ્રીતિ ઉદેસિંહ પરમારે કર્યો હતો આપઘાત, તો મહિલા પોલીસકર્મીના આપઘાતનું કારણ અકબંધ છે.ગઈકાલે ભાવનગરમાં ઘોઘાના PSOએ ચાલુ ફરજે ઝેરી દવા પી કરી આપઘાત કરતા મોત ભાવનગરના ઘોઘા પોલીસ મથકના PSO દિગ્વિજયસિંહ ગોહિલે ચાલુ ફરજે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ, ઉપરી અધિકારીના પ્રેશરની આશંકા સાથે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલે રહસ્યમય સંજોગોમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ હતી. ચાલુ ફરજ દરમિયાન ઝેરી દવા પી લેનારા પોલીસકર્મીને ગંભીર હાલતમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ પણ વાંચો : Agriculture News : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શકયતા, કાપણી કરેલ પાકને તાત્કાલિક સલામત સ્થળે અથવા તાડપત્રી નીચે ખસેડવા ખેડૂતોને સૂચના

Read Full Story arrow_forward