Surendranagar: પાંચાળની પવિત્ર ધરાના મૂળી ધામમાં સામૈયાનો પ્રારંભ
મૂળી સ્વામીનારાયણ મંદિરમાં બીરાજમાન શ્રી હરિના 203મા વાર્ષીક પાટોત્સવ અને શિક્ષાપત્રીની રચનાના 200 વર્ષ પુરા થતા મુળી સ્વામીનારાયણ મંદિર ત્રિ-દિવસીય સામૈયાનું આયોજન કરાયુ છે. જેમાં સંતોના હસ્તે પુજનથી બુધવારે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આજે તા. 23મીને શુક્રવારે પીઠાધીપતી કૌશલેન્દ્ર મહારાજ વસંતપંચમી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.પાંચાળની ઐતિહાસિક ધીંગી ધરામાં અનેક ધાર્મીક સ્થાનો આવેલા છે. જેમાં મૂળીધામમાં બિરાજમાન શ્રી રાધાકૃષ્ણ દવે હરીકૃષ્ણ મહારાજ આદિ દેવોને સ્વયં શ્રી હરિએ બાથમાં લઈને પધરાવ્યા હતા. આ મહાપ્રસંગના 203મા વાર્ષીક પાટોત્સવ અને સર્વજીવહીતવાહીની શિક્ષાપત્રીના 200મા રચના દિવસને અનુલક્ષીને મુળી સ્વામીનારાયણ મંદિર ખાતે ત્રિ-દિવસીય સામૈયાનું ગત તા. 21મીથી તા. 23મી જાન્યુઆરી દરમીયાન મૂળીધામના મહંત મુકતસ્વરૂપદાસજીની નીશ્રામાં કરાયુ છે. જેમાં બુધવારે ઠાકોરજીના મહાઅભીષેક, રાજપચાર પુજન, પોથીયાત્રા સાથે સામૈયાની શરૂઆત થઈ હતી. આ પ્રસંગે ત્રિદિનાત્મક મહાવિષ્ણુયાગ, અખંડ ધુન, પવીત્ર સંતો અને ભુદેવો દ્વારા સંહીતાના પાઠ, ઠાકોરજીની છાબ, પવિત્ર ભોગવતી ગંગાજીનું પૂજન, વ્યસનમુકિતના કાર્યક્રમો, રકતદાન કેમ્પ, વૃક્ષારોપણ, પર્યાવરણલક્ષી સેમીનાર, જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ, શાળામાં ચોપડા વિતરણ સહિતના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે આજે તા. 23મીને શુક્રવારે વસંત પંચમીના શુભ દિને પીઠાધિપતિ કૌશલેન્દ્ર મહારાજ અને વજેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે પ્રભુની પ્રસાદીનો એંગ લેવાનો અવસર હરિભકતોને મળશે. ત્રિ-દિવસિય સામૈયામાં ઝાલાવાડ ઉપરાંત ગુજરાત અને દેશ-વિદેશના ભકતોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward