android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: સેદ્રાસણ નજીક ટ્રેનની અડફેટે 30થી વધુ ઘેટાના મોત : અકસ્માતથી ડરી ગયેલ માલિકનો કોઈ પત્તો નહી
calendar_today January 23, 2026

Palanpur: સેદ્રાસણ નજીક ટ્રેનની અડફેટે 30થી વધુ ઘેટાના મોત : અકસ્માતથી ડરી ગયેલ માલિકનો કોઈ પત્તો નહી

પાલનપુર અમદાવાદ રેલ્વે લાઈન પર સેદ્રાસણ નજીક રેલ્વે લાઈન ક્રોસ કરી રહેલ 30થી વધુ ઘેટા ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યા છે.જો કે બનાવ અંગે પોલીસ મથકે કોઈ ગુનો નોંધાયો નથી.આમ રેલ્વે સત્તાવાળાઓ દ્વારા પણ આ મામલે કોઈ ફરીયાદ આપેલ નથી.તો બીજી તરફ ઘટાના માલિકનો પણ કોઈ પત્તો મળ્યો ન હતો.પાલનપુરથી અમદાવાદ તરફના રેલ્વે ટ્રેક પર આવેલ ડીએફસી ટ્રેક પર બપોરના સુમારે અકસ્માત સર્જાયો હતો.જેમાં સુત્રોના જણાવ્યા અનુસાર બપોરે ચાર વાગ્યા આસપાસના સુમારે સેદ્રાસણ નજીકથી પસાર થતી રેલ્વેની નવી લાઈન પર પાટા ક્રોસ કરી રહેલ 30થી વધુ ઘેટા ટ્રેનની અડફેટે આવતા તેમના મોત નપજ્યા હતા. ટ્રેનની સાથે અથડાતા દુર સુધી ફંગોળાઈ જવાના કારણે ઘેટાના મોત થયા હોવાનુ કહેવાય છે.જો કે અકસ્માત સમયે ઘેટા લઈને આવેલ ભરવાડ પણ ત્યાંથી ક્યાંક જતો રહેતા આ ઘેટા કોના હતા.અને તે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા.તે અંગે કોઈ માહીતી મળી શકી ન હતી. આ બાબતે રેલ્વે પોલીસ તેમજ છાપી અને પાલનપુર તાલુકા પોલીસ મથકે પણ કોઈ ફરીયાદ નોંધાઈ ન હતી.આમ ઉપરોક્ત બનાવ બાદ ઘેટાના માલિક ગભરાટના કારણે ક્યાંક નીકળી ગયેલ હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: ભીલડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ
calendar_today January 23, 2026

Banaskantha: ભીલડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ

બનાસકાંઠા જિલ્લાના કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા અંતર્ગત જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે દ્વારા ભીલડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરીને લગતી વિવિધ બાબતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન નોંધાયેલા ગુનાઓના ક્રાઈમ રજિસ્ટર, મુદામાલ રજિસ્ટર તેમજ અન્ય વહીવટી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સાથે જ શસ્ત્ર્રો તથા દારૂગોળાની જાળવણી અને તેની સજ્જતાની પણ ચકાસણી કરવામાં આવી હતી.આ અવસરે એસ.પી. સુમ્બેએ પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે સંવાદ સાધી તેમની કામગીરી અને સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો, ગામોના આગેવાનો, સરપંચો અને નાગરિકો સાથે કાયદો-વ્યવસ્થા બાબતે ચર્ચા કરી હતી. તેમણે પ્રોહિબિશન કાયદાનો કડક અમલ કરવા, ગુનાખોરીને ડામવા દ્રઢ વલણ અપનાવવા તેમજ અરજદારો સાથે નમ્ર અને સંવેદનશીલ વર્તન રાખવા માર્ગદર્શન આપ્યું હતું. એસ.પી.એ ટ્રાફ્કિ નિયમો, ખાસ કરીને હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ અંગે જનજાગૃતિ ફેલાવવાની અપીલ કરી હતી. દારૂબંધી અને ડ્રગ્સ જેવા ગેરકાયદે ધંધાઓ સામે જનતાને સચેત રહી પોલીસને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. નિરીક્ષણ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ ભીલડી પોલીસ સ્ટેશનની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને પી.આઈ. ધવલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થતી કામગીરીની સરાહના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એસ.પી. સુમ્બેએ જણાવ્યું હતું કે સરપંચો દ્વારા શાલ ઓઢાઢી સન્માન કરવાની જગ્યાએ હેલ્મેટ દ્વારા સન્માન કરવામાં આવે તો તે હેલ્મેટ જરૂરિયાતમંદોને આપવામાં આવી શકે, જે સમાજ માટે વધુ ઉપયોગી સાબિત થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીએ સિદ્ધપુરમાં હીરાબા સરોવરની મુલાકાત લીધી
calendar_today January 23, 2026

Patan: રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીએ સિદ્ધપુરમાં હીરાબા સરોવરની મુલાકાત લીધી

ગુરૂવારે રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે સિદ્ધપુરની સરસ્વતી નદી પર ચાલી રહેલા રિવરફરન્ટ અને હીરાબા સરોવરના કામોની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે વિકાસકાર્યોની પ્રગતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી ફેઝ-2 ની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, સરસ્વતી નદીમાં ગત વર્ષે રૂ.20 કરોડના ખર્ચે ફેઝ-1ની કામગીરી કરવામાં આવી છે. જ્યારે ફેસ-2 માં 1700 મીટર લંબાઈમાં કામગીરી ચાલુ છે. જેમાં 19 કરોડના ખર્ચે કામગીરી થઈ રહી છે. અહીં માતૃતીર્થનું મહત્વ હોવાથી ધાર્મિક વિધિ કરવા માટે દેશભરમાંથી લોકો આવે છે. ભૂતકાળની અંદર અહીં પાણી જોવા મળતું ન હતું ત્યારે હાલમાં પાણીના કારણે આજુબાજુના જળ સ્તર ઊંચા આવશે જેનાથી ખેતી પણ થઈ શકશે પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન મંત્રીએ હાજર અધિકારીઓ પાસેથી ટેકનિકલ વિગતો મેળવી હતી. તેમણે બાકી રહેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંત્રીનેમાતૃગયા તીર્થના ધાર્મિક મહત્વ અને શ્રાદ્ધાળુઓ માટેની સુવિધાઓ અંગે માહિતગાર કર્યા હતા. મંત્રીએ નદી વિસ્તારમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા જળ સંરક્ષણ અને સફાઈના કાર્યોનું પણ અવલોકન કર્યું હતું. આ પ્રસંગે સચિવ એમ.ડી.પટેલ, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, પ્રાંત અધિકારી જય બારોટ સહિત સંગઠનના હોદેદારો હાજર રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward