android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: ઘરવેરો ભરો નહિ તો પ્રોપર્ટી સીલ કરાશે
calendar_today January 21, 2026

Gandhinagar: ઘરવેરો ભરો નહિ તો પ્રોપર્ટી સીલ કરાશે

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા નિયત સમયમાં મિલકતવેરો નહી ભરવામાં આવતાં બાકીદારોની 78 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે.આ બાકીદારોએ કોર્પોરેશનની આખરી નોટિસને ગણકારી નહતી. આખરી નોટિસની અવગણના કરવામાં આવતાં મ્યુનિ તંત્ર આક્રમક બન્યું હતું અને બાકીદારોને ટાંચ અને જપ્તી વોરંટ ઈસ્યુ કરી સીલીંગની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી દિવસોમાં મ્યુનિ તંત્ર વસુલીને વધુ આકરી બનાવશે. હજુપણ જપ્તીના વોરંટ કાઢવામાં આવશે અને વેરો નહિ ભરનારની મિલકતો સામે સીલીંગથી લઈને હરાજી કરવા સુધીની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. મિલકતવેરાની વસુલાત માટે કોર્પોરેશનની ટેક્ષ શાખા દ્વારા 8260 બાકીદારોને નોટિસ ફટકારવામાં આવી હતી. તંત્રની આખરી નોટિસ જોઈને જપ્તીથી બચવા માટે કેટલાક બાકીદારોએ વેરો ભરી દેવો હિતાવહ માન્યો હતો. આખરી નોટિસના કારણે તંત્રને 7.26 કરોડની વેરા વસુલાત શક્ય બની હતી. જ્યારે અન્ય બાકીદારો કે જેમણે આખરી નોટિસ પછી પણ વેરો નહિ ભરવામાં આવતાં એવા બાકીદારોની સામે ટાંચ અને જપ્તી વોરંટ ઈસ્યુ કરી કુલ 78 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. જપ્તી વોરંટ અને સીલીંગની કાર્યવાહીના કારણે બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો છે. હજુપણ ઘણા મિલકતધારકોએ મિલકતવેરો ભર્યો ન હોવાનું સામે આવ્યું છે. આવા બાકીદારોને બાકી મિલકતવેરો ભરી દેવા જણાવવામાં આવ્યું છે. નહિ તો ટાંચ કે જપ્તી વોરંટ કાઢવાથી લઈ મિલકતની હરાજી કરવા સુધીના પગલાં ભરવામાં આવશે તેવું જણાવાયું છે. અત્યાર સુધીમાં 1.26 લાખ લોકોએ ઘરવેરો ભરી દીધો ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યારસુધીમાં 1,26,963 જેટલા મિલકતધારકોએ ઘરવેરો ભરી દઈને નિિંૃત થઈ ગયા છે. કોર્પોરેશનની તિજોરીમાં પણ આજદિનસુધીમાં મિલકતવેરાની 69.09 કરોડની વસુલાત ઠલવાવા પામી છે. જેમાં 47 ટકા લોકોએ ઓનલાઈન એટલેકે ડિઝિટલ માધ્યમનો ઉપયોગ કર્યો છે તો 53 ટકા લોકો દ્વારા ઓફલાઈન માધ્યમથી મિલકતવેરો ભરવામાં આવ્યો છે. બંધ-ખાલી યોજનાનો 719 મિલકતધારકોએ લાભ લીધો ગાંધીનગર કોર્પોરેશનની મિલકતવેરાની બંધ-ખાલી યોજનાનો ચાલુ વર્ષે 719 મિલકતધારકો દ્વારા લાભ લેવામાં આવ્યો છે. આ મિલકતધારકોને કુલ મિલકતવેરાના 66 ટકા માફી મુજબ કુલ 38.97 લાખના વેરાની માફી આપવામાં આવી છે. કોર્પોેરેશન દ્વારા વપરાશમાં ન આવતી હોય તેવી બંધ મિલકતો માટે બંધ-ખાલી યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ડાયપર નહીં, ડિગ્નિટીઃ બ્લેડર એક્સ્ટ્રોફી ધરાવતાં બાળકો માટે આશાનો નવો સહારો
calendar_today January 21, 2026

Ahmedabad: ડાયપર નહીં, ડિગ્નિટીઃ બ્લેડર એક્સ્ટ્રોફી ધરાવતાં બાળકો માટે આશાનો નવો સહારો

નાનકડા બાળક માટે ભીના કપડાં માત્ર અસુવિધા નથી, પરંતુ તેના આત્મસન્માન, શિક્ષણ અને ભવિષ્ય પર પડતો ગંભીર ઘા છે. ખાસ કરીને જન્મજાત બ્લેડર એક્સ્ટ્રોફી જેવી દુર્લભ સમસ્યા ધરાવતા બાળકો માટે આ સ્થિતિ રોજિંદી હકીકત બની રહે છે.પરંતુ હવે આ બાળકોના જીવનમાં આશાનો પ્રકાશ લઈને આવી છે BE-Dry ' રિયૂઝેબલ ડાયપર, જે ડાયપર નહીં, પરંતુ ડિગ્નિટી નું પ્રતીક બની રહ્યું છે. આ સંવેદનશીલ પહેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ બ્લેડર એક્સ્ટ્રોફી કોલાબોરેટિવ (IBEC), અમેરિકાની એસોસિએશન ફેર ધ બ્લેડર એક્સ્ટ્રોફી કોમ્યુનિટી (A-BE-C) અને સુરતના પરોપકારી મોદી પરિવારના સહયોગથી સાકાર બની છે.આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તથા પીડિયાટ્રિક સર્જરીના વડા ડો. રાકેશ જોષી જણાવે છે કે, 140 જેટલા બાળકોને 8-8 રિયૂઝેબલ BE-Dry ડાયપર ભેટરૂપે આપ્યા છે. આ સહયોગથી પરિવારો પરનો આર્થિક બોજ હળવો થયો છે અને સર્જરીથી આગળનો વિચાર સાકાર થયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: શાહઆલમમાં પીવાના પાણીની લાઈનમાં ગટર મિશ્રિત પાણી આવતા સ્થાનિકોમાં રોષ
calendar_today January 21, 2026

Ahmedabad: શાહઆલમમાં પીવાના પાણીની લાઈનમાં ગટર મિશ્રિત પાણી આવતા સ્થાનિકોમાં રોષ

દક્ષિણ ઝોનમાં આવતા શાહઆલમ વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળીને આવતું હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે.શાહઆલમમાં આવેલી મુખીની ચાલી અને ગની મેમણની ચાલી સહિતના આસપાસના વિસ્તારોમાં નળ ખોલતાની સાથે જ દુર્ગંધયુક્ત અને કાળાશ પડતું પાણી આવી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં રોગચાળો ફટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે.સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આ જ પ્રકારે પ્રદૂષિત પાણીની સમસ્યા સર્જાઈ હતી. તે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેખિત અને મૌખિક રજૂઆતો બાદ તંત્ર દ્વારા ગટર લાઈનની સફઈ કરવામાં આવી હતી. જોકે, આ સફઈ માત્ર 'થીગડા સમાન' સાબિત થઈ છે, કારણ કે સફઈના ગણતરીના દિવસોમાં જ ફરીથી પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરનું ગંદુ પાણી ભળવાનું શરૂ થઈ ગયું છે. છેલ્લા ચાર દિવસથી પાણી પીવાલાયક ન હોવાથી ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસોઈ કરવા અને પીવા માટે સ્થાનિકોએ બહારથી પાણીના કેન મંગાવવા પડી રહ્યા છે. મધ્યમ અને શ્રામિક વર્ગના લોકોએ મોંઘા ભાવનું પાણી ખરીદવું પડી રહ્યું છે, જેને કારણે તેમના બજેટ પર પણ અસર પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કેતંત્ર દ્વારા માત્ર ઉપરછલ્લી કામગીરી કરવામાં આવે છે. સીધી રીતે ગટર લાઈનના લીકેજ જોવ જ્યાં સુધી પાણી અને ગટરની લાઈનમાં રહેલા ભંગાણને કાયમી ધોરણે શોધીને રિપેર કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ સમસ્યા હલ થશે નહીં. જો આગામી દિવસોમાં શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો સ્થાનિકો દ્વારા કોર્પોરેશનની કચેરીએ હલ્લાબોલ કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward