Ahmedabad: નારોલના લક્ષ્મીનગર તરફના માર્ગ ઉપર બે દિવસથી ગટરો ઉભરાઈ, રોગચાળાની ભીતિ
દક્ષિણ ઝોનમાં આવેલા નારોલ વિસ્તારના લક્ષ્મીનગર સોસાયટી તરફ્ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા બે દિવસથી ગટર લાઈનો ઉભરાતા સમગ્ર માર્ગ પર ગંદા પાણી ફરી વળ્યા છે.નેશનલ હાઈવે પર આવેલી ટોરેન્ટ પાવરની ઓફ્સિથી લઈને લક્ષ્મીનગર સોસાયટી સુધી અંદાજે એક કિલોમીટર જેટલા અંતરે ચાર જેટલા સ્થળોએ ગટર ચેમ્બરો ઉભરાતા દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર વહી રહ્યું છે. એક તરફ્ 'સ્વચ્છ શહેર'ના દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ્ નારોલ વિસ્તારમાં ગંદા પાણીના કારણે રોગચાળાની ભીતિ ઉભી થઈ છે. ગંદા પાણીથી ફેલાતી બીમારીઓના કારણે અનેક નાગરિકો સારવાર લેવા મજબૂર બની રહ્યા હોવાની ચર્ચા છે. સંભવિત રોગચાળાની આશંકા વચ્ચે નારોલનાનાગરિકો આવી દુર્દશામાં જીવવા મજબૂર બન્યા છે. જેમાં ગંદા અને દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવા વાહનચાલકોને મજબૂર થવું પડી રહ્યું છે, જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સતત દુર્ગંધ અને ગંદકીના કારણે સ્થાનિક રહીશોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. સ્થાનિક નગરસેવકોને છેલ્લા બે દિવસથી આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હોવા છતાં તેમજ ઓનલાઇન ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં આખો દિવસ ગટરનું પાણી રસ્તા પર ભરાયેલું રહે છે. રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે સ્વચ્છતાના દાવા ખોટા પુરવાર થયા । રોગચાળાનો ફેલાવો થવાની ભીતિ એક તરફ્ જ્યારે તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનના મોટા-મોટા બણગાં ફૂકવામાં આવે છે, ત્યારે બીજી તરફ્ નારોલના રહીશો નરકીય સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. ગંદા પાણી અને મચ્છરોના ઉપદ્રવને કારણે મલેરિયા, ડેન્ગ્યુ અનેઝાડા-ઉલ્ટી જેવા રોગો ફટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward