android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Damanમાં 12 કલાકના રેસ્ક્યું બાદ દીપડો પાંજરે પુરાયો, જુઓ Video
calendar_today January 21, 2026

Damanમાં 12 કલાકના રેસ્ક્યું બાદ દીપડો પાંજરે પુરાયો, જુઓ Video

દીપડો પાંજરે પુરાતા દમણ વાસીઓએ હાશકારો લીધો હતો અને વહેલી સવારે દમણ માર્કેટમાં આવેલ એક ઘરમાં દીપડો ઘુસ્યો હતો, ઘરમાં રહેલ પરિવારને જાણ થતા પોલીસે પરિવારને હેમખેમ બહાર કાઢ્યો હતો અને જોકે બાદમાં વન વિભાગ દમણે રેસ્કયું ચાલુ રાખ્યું હતુ, ખુંખાર દીપડો હાથ ન લાગતા પાંજરું ગોઠવી સેલવાસ, વલસાડ, સુરત વન વિભાગની મદદ લેવાઈ હતી. દમણ કલેકટર સહિતના અધિકારીઓ મોડી રાત સુધી ઘટના સ્થળે હાજર રહ્યા દમણના શહેરી વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી દહેશત ફેલાવનાર દીપડાને વન વિભાગે 12 કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક પકડી પાડ્યો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં ધોબી તળાવ અને નાઈટ માર્કેટ વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના બોર્ડના વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને માનસિક કાઉન્સેલિંગ માટે હેલ્પલાઇન નંબરો જાહેર 

Read Full Story arrow_forward
Ambaji માં નવું નજરાણું, 25 જાન્યુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'જય સોમનાથ ઉમિયાધામ'નું લોકાર્પણ
calendar_today January 21, 2026

Ambaji માં નવું નજરાણું, 25 જાન્યુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'જય સોમનાથ ઉમિયાધામ'નું લોકાર્પણ

યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર છે. આગામી 25 જાન્યુઆરીના રોજ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંબાજીમાં નવનિર્મિત 'જય સોમનાથ ઉમિયાધામ'નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. આ ધામ યાત્રિકો માટે તમામ પ્રકારની અદ્યતન સગવડોથી સજ્જ કરવામાં આવ્યું છે. અંબાજીમાં આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી, આ નવું ભવન યાત્રિકોના રોકાણ અને ભોજન માટે એક આશીર્વાદ સમાન સાબિત થશે.અંબાજી યાત્રા થશે વધુ સુખદ જય સોમનાથ ઉમિયાધામમાં યાત્રિકોને રહેવા માટે આધુનિક રૂમ અને જમવા માટેની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભવ્ય સ્થાપત્ય અને સામાજિક એકતાના પ્રતીક સમાન આ ધામના નિર્માણથી અંબાજી આવતા માઈભક્તોને હવે ઉતારા માટે ઉત્તમ વિકલ્પ મળી રહેશે. 25 જાન્યુઆરીએ યોજાનારા આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ અને અગ્રણી સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ પ્રોજેક્ટના પૂર્ણ થવાથી અંબાજીના પર્યટન અને ધાર્મિક મહત્વમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. આ પણ વાંચો : Aravalli માં હાર્ટ એટેકનો કહેર, મોડાસા-ઠેમડા બસના ડ્રાઈવરનું ચાલુ ફરજ પર હૃદયરોગના હુમલાથી મોત

Read Full Story arrow_forward
Aravalli માં હાર્ટ એટેકનો કહેર, મોડાસા-ઠેમડા બસના ડ્રાઈવરનું ચાલુ ફરજ પર હૃદયરોગના હુમલાથી મોત
calendar_today January 21, 2026

Aravalli માં હાર્ટ એટેકનો કહેર, મોડાસા-ઠેમડા બસના ડ્રાઈવરનું ચાલુ ફરજ પર હૃદયરોગના હુમલાથી મોત

અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોડાસા-ઠેમડા રૂટની બસના ડ્રાઈવરનું હૃદયરોગના હુમલાને કારણે મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, ટીંટોઈ ગામના વતની જયદિપસિંહ ચંપાવત એસટી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે ચાલુ નોકરી દરમિયાન અચાનક જ તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ તેમનું અવસાન થયું હતું.ડ્રાઈવર જયદિપસિંહનું નિધન હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તપાસ બાદ જયદિપસિંહને મૃત જાહેર કર્યા હતા. એક નિષ્ઠાવાન ડ્રાઈવર તરીકે જાણીતા જયદિપસિંહના અકાળે નિધનથી તેમના પરિવાર અને ટીંટોઈ પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. એસટી વિભાગના કર્મચારીઓમાં પણ પોતાના સાથી કર્મચારીને ગુમાવતા શોકની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરે અને ચાલુ કામ દરમિયાન હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે, જે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. આ પણ વાંચો : Vadodara માં JETCO નું બુદ્ધિ પ્રદર્શન, 20 કરોડનો નવો બનાવેલો રોડ ખોદી નાખ્યો, કોર્પોરેટર લાલઘૂમ

Read Full Story arrow_forward