android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sayla: હાઈવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં ઓચિંતી આગ ફટી નીકળતા સ્વાહા
calendar_today January 20, 2026

Sayla: હાઈવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં ઓચિંતી આગ ફટી નીકળતા સ્વાહા

સાયલા લીંબડી હાઈવે પર બ્લેક્ટ્રેપ ખનીજ ભરીને જતા ડમ્પરમાં ઓચિંતી આગ ફટી નીકળી હતી. થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ડમ્પર સળગી ઊઠયું હતું. આગ સમયે ચાલકે રોડની નીચેની તરફ્ ડમ્પર ઉતારી લેતા અન્ય કોઈ દુર્ઘટના ટળી હતી તેમજ ચાલક પણ વાહનમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. આગના સમાચાર મળતા સાયલા પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી તુરંત સુરેન્દ્રનગર ફાયરબ્રિગેડને જાણ કરી હતી. પરંતુ તેને પહોંચવામાં મોડું થતાં ડમ્પર આગમાં સ્વાહા થઈ ગયું હતું. ડમ્પરમાં અચાનક આગળના ભાગે લાગેલી આગમાં શોર્ટ સર્કીટ ને કારણે બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સાયલા તાલુકામાં ફાયર ફાઇટરની સુવિધા નહીં હોવાથી આકસ્મિક આગના બનાવોમાં જાહેર, ખાનગી માલ મિલ્કતને મોટું નુકશાન થઈ રહ્યું છે તે માટે સરકાર યોગ્ય વ્યવસ્થા ઉભી કરે તે પણ જરૂરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: સાળંગપુરથી પરત ફરતા પરિવારની કાર પલટી, 1 મહિલા સહિત 3 વ્યક્તિનો બચાવ
calendar_today January 20, 2026

Dhandhuka: સાળંગપુરથી પરત ફરતા પરિવારની કાર પલટી, 1 મહિલા સહિત 3 વ્યક્તિનો બચાવ

ધંધૂકા તાલુકામાં મંગળવારે બે અલગ અલગ સ્થળે કાર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટના ધંધૂકા-રાયકા રોડ ઉપર ઓનેસ્ટ હોટલ પાસે બની હતી. મળતી માહિતી મુજબ સાળંગપુરથી દર્શન કરીને ડીસા પરત ફરી રહેલી કારનું ટાયર અચાનક ફાટતા કાર રોડ સાઈડ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. કારમાં સવાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ધંધૂકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ધંધૂકા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યારે અકસ્માતની બીજી ઘટના ધંધૂકા-લીંબડી રોડ ઉપર CNG પંપ નજીક બની હતી. જ્યાં કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારચાલકને સામાન્ય ઇજા પહોંચતા તાત્કાલિક ધંધુકા 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તને ધંધુકા RMS હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત તરીકે ભાવેશભાઈ ભુપતભાઈ પોરાણીયા હોવાનું જાણવા મળ્યું છે. બન્ને ઘટનાઓને પગલે થોડો સમય રસ્તા પર વાહનવ્યવહારને અવરજવર પર અસર જોવા મળી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ધ્રાંગધ્રા તાલુકાના રાજપર અને મૂળીના કળમાદમાં દારૂની બદી પર LCBની રેડ
calendar_today January 20, 2026

Surendranagar: ધ્રાંગધ્રા તાલુકાના રાજપર અને મૂળીના કળમાદમાં દારૂની બદી પર LCBની રેડ

સુરેન્દ્રનગર એલસીબી ટીમે ધ્રાંગધ્રા તાલુકાના રાજપર અને મુળી તાલુકાના કળમાદ ગામે દારૂની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં દારૂ-બીયર સહિત રૂપીયા 59,348નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બનાવની ફરિયાદ નોંધી 2 આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે.સુરેન્દ્રનગર એલસીબી ટીમના એ.એ.મલેક, દશરથભાઈ સહિતનાઓને ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે રહેતો સીંધા દશરથભાઈ સજાણી તેના રહેણાક મકાને વિદેશી દારૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં સીંધા સજાણી વિદેશી દારૂની 7 બોટલ અને બીયરના 11 ટીન મળી કુલ રૂપીયા 23,400ના મુદ્દામાલ સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછ કરાતા આ દારૂ હળવદના લેમન ભરવાડ પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. લેમન ભરવાડને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે સુરેન્દ્રનગર એલસીબી ટીમના અજયસિંહ ઝાલા, અશ્વીનભાઈ, મેહુલભાઈ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન મુળી તાલુકાના કળમાદ ગામે રહેતો ભાભલુ ભીખુભાઈ કરપડા તેની સીમવાડીમાં વિદેશી દારૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે વાડીમાં આવેલ ઝુંપડી પાસે રેતીના ઢગલામાંથી વિદેશી દારૂની 209 બોટલ કિંમત રૂપીયા 35,948નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી ભાભલુ કરપડા સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એચસી પી.એન.ઝાલા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward