android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: અનુપમ સિનેમા સર્કલ પર ક્ષમતાથી વધુ ટ્રાફ્કિ તંત્રની નિષ્ક્રિયતાના કારણે વાહનચાલકો પરેશાન
calendar_today January 19, 2026

Ahmedabad: અનુપમ સિનેમા સર્કલ પર ક્ષમતાથી વધુ ટ્રાફ્કિ તંત્રની નિષ્ક્રિયતાના કારણે વાહનચાલકો પરેશાન

શહેરમાં સતત ટ્રાફિકજામની સમસ્યા વધી રહી છે. આ કારણે લોકોને હેરાન થવાનો વધારો થઈ રહ્યો છે. હાલમાં સારંગપુર બ્રિજનો રસ્તો બંધ હોવાથી શહેરના મહત્વના અનુપમ સીનેમા સર્કલ પર હાલ ક્ષમતાથી ઘણો વધુ ટ્રાફ્કિનું ભારણ સર્જાયું છે.પરિણામે આખો દિવસ ટ્રાફ્કિ જામની સમસ્યા સતત રહેતી હોય છે. તેમ છતાં આ સર્કલ પર પૂરતો ટ્રાફ્કિ પોલીસ બંદોબસ્ત ગોઠવવા બાબતે તંત્ર દ્વારા ઢીલાશ દાખવાતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગાયત્રી ડેરીથી અનુપમ સીનેમા સર્કલ સુધી દુકાનદારો દ્વારા રસ્તા પર કરવામાં આવતું અતિક્રમણ અને ગેરકાયદે રીતે પાર્ક કરાયેલા વાહનો અને રસ્તા વચ્ચે ઉભો કરાયેલ ટ્રાફ્કિ સિગ્નલનો થાંભલો ટ્રાફ્કિ જામને વધુ ગંભીર બનાવી રહ્યા છે. આ તમામ કારણોસર વાહનચાલકોને લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડે છે, જેના કારણે સમય અને ઇંધણ બન્નેનો વેડફટ થાય છે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો તંત્રના ઉચ્ચ સંબંધિત અધિકારીઓને અપીલ કરી રહ્યા છે કે તેઓ પોતાની વૈભવી કચેરીઓમાંથી બહાર આવી એકવાર આ રસ્તા પરથી પસાર થઈ વાહનચાલકોને થતી મુશ્કેલીનો અનુભવ કરે. જો ટ્રાફ્કિ સિગ્નલનો થાંભલો રસ્તાની એક બાજુ ખસેડી રસ્તો થોડો પહોળો કરવામાં આવે તથા અતિક્રમણ અને ગેરકાયદે પાર્કિંગ સામે કડક કાર્યવાહી થાય, તો આ સ્થળે ટ્રાફ્કિની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો શક્ય બની શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: વસ્ત્રાલમાં નવા બનેલા રોડની નીચે ગટરમાં લીકેજ, સ્થાનિકોની સમસ્યામાં વધારો થયો
calendar_today January 19, 2026

Ahmedabad: વસ્ત્રાલમાં નવા બનેલા રોડની નીચે ગટરમાં લીકેજ, સ્થાનિકોની સમસ્યામાં વધારો થયો

વસ્ત્રાલમાં એક તરફ માંડ માંડ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યાં તો તેમાં તૂટવાની અને તેની નીચે ગટરના લીકેજની ફરિયાદ પણ સામે આવી રહી છે.વસ્ત્ર્રાલ પોલીસ ચોકી ચાર રસ્તા પાસે તાજેતરમાં બનેલા રોડની હાલત ચિંતાજનક બની છે. આશ્ચર્યની વાત એ છે કે આ રોડને બન્યાને હજુ એક મહિનો પણ થયો નથી, ત્યાં તો રોડની નીચેમાંથી ગટરનું ગંદું પાણી બહાર આવવા લાગ્યું છે. ગટરનું પાણી રસ્તા પર વહેતા ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના રહીશો અને રાહદારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે રોડ બનતા સમયે નીચી ગુણવત્તાની કામગીરી અને યોગ્ય ગટર લાઇન વ્યવસ્થાનો અભાવ રહ્યો છે. પરિણામે હવે રોડ તૂટવા લાગ્યો છે અને ગટર લીકેજની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને આ વિસ્તાર વ્યસ્ત ચાર રસ્તો હોવાના કારણે રોજિંદા હજારો લોકો અવરજવર કરે છે, જેને કારણે આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરકારક પગલાં લઈ ગટર લીકેજની સમસ્યા દૂર કરે, તેમજ રોડની સંપૂર્ણ ગુણવત્તાયુક્ત મરામત કરવામાં આવે. નહીં તો આવનારા સમયમાં આરોગ્ય સંકટ વધુ ઘેરું બનવાની સંભાવના છે. શહેરમાં ગટર ઊભરાવવાની સમસ્યા વધી છતાં કોઈ જ કામગીરી નહીં હાલ શહેરમાં મલેરિયા, ડેન્ગયૂ સહિતના મચ્છરજન્ય રોગોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવી જગ્યાઓ પર ગટરનું પાણી ઉભું રહેવું કે રસ્તા પર વહેવું શહેરવાસીઓના સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટડી સમાન છે. વસ્ત્ર્રાલ માત્ર એક વિસ્તાર નથી, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં નવા બનેલા રસ્તાઓ તૂટવા, ગટર ઊભરાવા અને ડ્રેનેજ વ્યવસ્થા ખોરવાયેલી હોવાની ફ્રિયાદો સતત સામે આવી રહી છે. જેના સાથે જ પાણીજન્ય રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે, તેથી લોકો હેરાન થઈ રહ્યા છે. અનેક રજૂઆત બાદ રસ્તો બન્યો અને તેમાં પણ ખામી નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં તંત્ર તરફ્થી માત્ર તાત્કાલિક પેચવર્ક કરી જવાબદારીથી બચવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ચુંટાયેલા પ્રતિનિધિઓ વિકાસના દાવા કરે છે, પરંતુ જમીન પર વિકાસની હકીકત કંઈક અલગ જ નજરે પડી રહી છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરકારક પગલાં લઈ ગટર લીકેજની સમસ્યા દૂર કરે, તેમજ રોડની સંપૂર્ણ ગુણવત્તાયુક્ત મરામત કરવામાં આવે. નહીં તો આવનારા સમયમાં આરોગ્ય સંકટ વધુ ઘેરું બનવાની સંભાવના છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ચૂડા, ધ્રાંગધ્રા અને ચોટીલા ગ્રામ્યમાં દરોડા : 46,812નો દારૂ પકડાયો
calendar_today January 19, 2026

Surendranagar: ચૂડા, ધ્રાંગધ્રા અને ચોટીલા ગ્રામ્યમાં દરોડા : 46,812નો દારૂ પકડાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભાણેજડા, ધ્રાંગધ્રાના કુડા અને ચોટીલાના ડાકવડલા ગામે પોલીસે દારૂની બાતમીને આધારે દરોડા કર્યા હતા. જેમાં 1 આરોપી પકડાયો હતો. જયારે 3ની પોલીસ શોધખોળ કરી રહી છે. ત્રણેય દરોડામાં કુલ રૂપીયા 46,812નો દારૂ જપ્ત કરાયો છે.સુરેન્દ્રનગર એલસીબી ટીમના પ્રવીણ કોલા, ભરતભાઈ સભાડ સહિતનાઓને ચુડા તાલુકાના ભાણેજડા ગામે રહેતો જનકસિંહ બનેસંગભાઈ પરમાર તેના રહેણાક મકાને વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં જનકસિંહ હાજર મળી આવ્યો ન હતો. જયારે મકાનના ધાબા ઉપરથી દારૂની 46 બોટલો મળી આવી હતી. પોલીસે રૂપીયા 7,912નો દારૂ જપ્ત કરી આરોપી જનકસિંહ પરમાર સામે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના એએસઆઈ પી.પી.ખુંટી, નરેશભાઈ સહિતનાઓને કુડા ગામે નદીના કાંઠે બાવળીયામાં એક શખ્સ દારૂ વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં કુડાનો સહદેવ ઉર્ફે સજલો હેમાભાઈ ઉડેચા વિદેશી દારૂના પ ચપલા કિંમત રૂપીયા 500 સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછમાં આ દારૂ કુડાના બળદેવ કરશનભાઈ પ્રજાપતીનો હોવાનું તથા તે દાડી ઉપર મજુરી કરીને દારૂ વેચતો હોવાનું જણાવ્યુ હતુ. આથી બન્ને સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી બળદેવ પ્રજાપતીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ નાની મોલડી પીઆઈ એન.એસ.પરમાર સહિતની ટીમને પેટ્રોલીંગ દરમીયાન ચોટીલાના ડાકવડલા ગામ પાસે ફોરેસ્ટની વીડમાં ડાકવડલાનો જયસુખ ભીખાભાઈ મેર દારૂ સંતાડીને રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે વીડમાં બાવળમાં છુપાવેલ વિદેશી દારૂના 384 ચપલા કિંમત રૂપીયા 38,400ના જપ્ત કર્યા હતા. આરોપી જયસુખ મેર સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એચસી જે.જે.જીડીયા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward