android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Update: ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો, કાશ્મીરથી હિમાચલ સુધી ભારે હિમવર્ષા, 2 રાજ્યમાં વરસાદની શક્યતા ભર ઉનાળે માવઠાની શક્યતા
calendar_today January 20, 2026

Weather Update: ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો, કાશ્મીરથી હિમાચલ સુધી ભારે હિમવર્ષા, 2 રાજ્યમાં વરસાદની શક્યતા ભર ઉનાળે માવઠાની શક્યતા

વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ સક્રિય થવાને કારણે વરસાદ અને હિમવર્ષાનો સમયગાળો શરૂ થવાની સંભાવના છે. પશ્ચિમી હિમાલય પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે.મોસમે ફરી એક વખત કરવટ લીધી છે. મોસમે ફરી એક વખત કરવટ લીધી છે. કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ સુધી ભારે બરફવર્ષા જોવા મળી રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં પણ હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના અનેક ભાગોમાં ઠંડીમાં વધારો થયો છે અને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.ઊંચાઈવાળા વિસ્તારો જેમ કે ગુલમર્ગ, પહલગામ, સોનમર્ગ અને કુપવાડામાં તાજી બરફવર્ષા થઈ જમ્મુ-કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારો જેમ કે ગુલમર્ગ, પહલગામ, સોનમર્ગ અને કુપવાડામાં તાજી બરફવર્ષા થઈ છે. બરફની ચાદર પથરાતાં પર્યટકો ખુશ દેખાઈ રહ્યા છે, પરંતુ સાથે સાથે સામાન્ય જનજીવન પર પણ અસર પડી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર લપસણ વધી ગઈ છે અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. શ્રીનગર-લેહ હાઈવે સહિત કેટલાક મહત્વના માર્ગોને તકેદારીના પગલાંરૂપે બંધ રાખવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં અસર સ્પષ્ટ રીતે જોવા મળી બદલાયેલા હવામાનની હિમાચલ પ્રદેશમાં અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. શિમલા, મનાલી, કુફરી અને લાહૌલ-સ્પિતીમાં બરફવર્ષાના કારણે ઠંડીનો કહેર વધ્યો છે. લઘુત્તમ તાપમાન શૂન્યની નજીક પહોંચી ગયું છે. બરફવર્ષાના કારણે સફરજન ઉત્પાદક વિસ્તારોમાં ખેડૂતોની ચિંતા વધી છે, જોકે લાંબા ગાળે જળસ્તર સુધરવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ આગામી 24થી 48 કલાકમાં બે રાજ્યોમાં ઝમાઝમ વરસાદ થવાની શક્યતા છે. તેમાં પંજાબ અને હરિયાણા સામેલ છે. આ રાજ્યોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેના કારણે ઠંડીમાં વધુ વધારો થશે. સાથે જ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે હળવા ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હી-એનસીઆરમાં પણ હવામાન બદલાયેલું નજરે પડી રહ્યું છે. સવાર અને રાત્રિના સમયે ઠંડી પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે લોકોને ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. મોસમ વિભાગે પહાડી વિસ્તારોમાં મુસાફરી કરનાર લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે અને મેદાની વિસ્તારોમાં વરસાદને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.આ પણ વાંચો: Karnatakaના DGP રામચંદ્ર રાવ અશ્લીલ વીડિયો વાયરલ થવાના આરોપમાં સસ્પેન્ડ

Read Full Story arrow_forward
સબરીમલા શ્રી અય્યપ્પા મંદિરમાં મકરવિલક્કુ ઉત્સવનું સમાપન
calendar_today January 20, 2026

સબરીમલા શ્રી અય્યપ્પા મંદિરમાં મકરવિલક્કુ ઉત્સવનું સમાપન

સદીયો જૂની પરંપરાઓ અનુસાર મોડી રાત્રે આ અંતિમ વિધિઓ સંપન્ન કરવામાં આવી, જે સાથે દક્ષિણ ભારતના સૌથી મહત્વના તીર્થયાત્રા સીઝનનો અંત આવ્યો.

Read Full Story arrow_forward
Prayagraj: "તમે જ્યોતિર્પીઠના શંકરાચાર્ય કેવી રીતે?" પ્રયાગરાજ માઘ મેળા પ્રશાસને અવિમુક્તેશ્વરાનંદને નોટિસ પાઠવી
calendar_today January 20, 2026

Prayagraj: "તમે જ્યોતિર્પીઠના શંકરાચાર્ય કેવી રીતે?" પ્રયાગરાજ માઘ મેળા પ્રશાસને અવિમુક્તેશ્વરાનંદને નોટિસ પાઠવી

આ દરમિયાન, અધિકારીઓ પર અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો પર હુમલો કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ, અવિમુક્તેશ્વરાનંદે સ્નાન કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારથી તેઓ તેમના શિબિરની બહાર વિરોધ કરી રહ્યા છે. હવે, મેળાના સત્તાવાળાઓએ તેમને નોટિસ પાઠવી છે. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો  નોટિસમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને 24 કલાકની અંદર જવાબ માંગવામાં આવ્યો છે. નોટિસમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે અવિમુક્તેશ્વરાનંદ જ્યોતિર્પીઠના શંકરાચાર્ય હોવાનો દાવો કેવી રીતે કરી રહ્યા છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી હાઈકોર્ટ આ પ્રતિષ્ઠા અંગે આગળનો આદેશ ન આપે ત્યાં સુધી કોઈપણ ધાર્મિક નેતાને જ્યોતિર્પીઠના શંકરાચાર્ય તરીકે જાહેર કરી શકાતા નથી. ઓથોરિટીએ 24 કલાકની અંદર જવાબ માંગ્યો છે. પ્રયાગરાજ મેળાના સત્તાવાળાઓએ અવિમુક્તેશ્વરાનંદ પાસેથી 24 કલાકની અંદર જવાબ માંગ્યો છે. દરમિયાન, મૌની અમાવસ્યા પછી શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે. વિવાદ પછી તેઓ તેમના શિબિરમાં પાછા ફર્યા નથી. મૌની અમાસ પર સ્નાન ન કરી શકવાથી નારાજ, શંકરાચાર્ય કહે છે કે જ્યાં સુધી અધિકારીઓ માફી ન માંગે અને તેમને સંગમમાં સ્નાન કરવાની મંજૂરી ન આપે ત્યાં સુધી તેઓ પૂર્ણિમાના દિવસ સુધી શિબિરની બહાર રહેશે.તેઓ શિબિરની બહાર રહેશે અને સ્નાન કરશે નહીં.  વધુમાં, ભવિષ્યમાં જ્યારે પણ તેઓ પ્રયાગરાજની મુલાકાત લેશે, ત્યારે તેઓ શિબિરની બહાર રહેશે અને સ્નાન કરશે નહીં. એ નોંધવું જોઈએ કે પ્રયાગરાજ માઘ મેળો મહાશિવરાત્રી પર સમાપ્ત થશે. અખાડાઓ મહાશિવરાત્રી પર તેમનું અંતિમ સ્નાન કરે છે. 2026 ના માઘ મેળામાં લાખો ભક્તો સ્નાન કરી ચૂક્યા છે. સંગમ કિનારે દરરોજ લાખો ભક્તો ભેગા થાય છે.આ પણ વાંચો: Prayagraj Magh Mela: મૌની અમાસ પર સંગમ કિનારે હોબાળો, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે સ્નાન કરવાનો ઇનકાર કર્યો

Read Full Story arrow_forward