android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: કવચ કેન્દ્ર દ્વારા રાજ્યમાં રીલ્સ અને શોટ્સ મેકિંગ કોમ્પિટિશન યોજાશે, વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો મળશે
calendar_today January 19, 2026

Gandhinagar News: કવચ કેન્દ્ર દ્વારા રાજ્યમાં રીલ્સ અને શોટ્સ મેકિંગ કોમ્પિટિશન યોજાશે, વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો મળશે

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત કવચ કેન્દ્ર દ્વારા રાજ્યભરની કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાજ્યસ્તરીય રીલ્સ અને શોર્ટ્સ મેકિંગ કોમ્પિટિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.તા.૧૯ જાન્યુઆરીથી તા.૮ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી આયોજિત આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા, ડિજિટલ સ્વચ્છતા, ઑનલાઈન ફ્રોડથી બચાવ, સોશિયલ મીડિયા પર જવાબદારી અને ડિજિટલ સુખાકારી અંગે જાગૃતિ ફેલાવવાની અનોખી તક મળશે.સોશિયલ મીડિયાના લોકપ્રિય માધ્યમો પર ટૂંકી આકર્ષક અને સર્જનાત્મક રીલ્સ બનાવીને વિદ્યાર્થીઓ સમગ્ર સમાજ સુધી સાયબર સુરક્ષાનો મજબૂત સંદેશ પહોંચાડી શકશે. કોણ ભાગ લઈ શકે અને સ્પર્ધાની મુખ્ય થીમ્સ આ સ્પર્ધામાં રાજ્યની તમામ સરકારી ઇજનેરી કોલેજો, બિન-અનુદાનિત કોલેજો, સ્ટેટ યુનિવર્સિટીઓ, ગ્રામવિદ્યાપીઠો તેમજ તમામ ખાનગી કોલેજો/યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. Cyber Safety & Digital Hygiene, Online Frauds & Scam Awareness, Social Media Responsibility, Cyber Safety for Women & Children તથા Digital Well-being જેવી થીમ્સ પર રીલ બનાવવાની રહેશે. રજીસ્ટ્રેશન વિગતો ભાગ લેનારોએ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી પોતાની રીલ સબમિટ કરવાની રહેશે. રજીસ્ટ્રેશન અથવા ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો ઈ-મેઈલ: cawach-edu@gujgov.edu.in, મોબાઈલ નં.: ૯૮૭૦૦૫૩૮૨૫ પર સંપર્ક કરી શકાય છે. કવચ કેન્દ્ર દ્વારા રાજ્યની તમામ કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં વધુમાં વધુ ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.કવચ કેન્દ્ર , શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારનો મુખ્ય હેતુ રાજ્યની તમામ ઉચ્ચ તથા ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ જેમ કે સરકારી ઇજનેરી કોલેજો, બિન-અનુદાનિત કોલેજો, સ્ટેટ યુનિવર્સિટીઓ તથા ગ્રામવિદ્યાપીઠોમાં અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સાયબર સ્વચ્છતા, સાયબર ક્રાઈમ નિવારણ અને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન તથા જાગૃતિ પૂરું પાડવાનો છે. વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામ આપવામાં આવશે સર્વશ્રેષ્ઠ શ્રેણી (દરેક થીમ મુજબ): પ્રથમ ૫ વિજેતાઓને રૂ. ૧૫,૦૦૦ પ્રતિ વિજેતા ઉત્કૃષ્ટ શ્રેણી (દરેક થીમ મુજબ): આગામી ૫ વિજેતાઓને રૂ. ૧૦,૦૦૦ પ્રતિ વિજેતા ઉત્તમ શ્રેણી (દરેક થીમ મુજબ): આગામી ૫ વિજેતાઓને રૂ. ૭,૦૦૦ પ્રતિ વિજેતા Encouragement Category: ટોપ ૫૦ પસંદગી પામેલ રીલ્સને રૂ. ૧,૦૦૦ પ્રતિ વિજેતા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઈ-Participation Certificate આપવામાં આવશેઆ પણ વાંચોઃ Ahmedabad News: સ્માર્ટ સિટી કેટલું સુરક્ષિત, ખોખરામાં સ્નેચરોએ ઘરમાં ઘૂસીને મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી, ક્યાં છે પોલીસ?

Read Full Story arrow_forward
Ahmedabad News: રાણિપની નિશાન અને સુપર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલને ફી વધારા મુદ્દે નોટીસ
calendar_today January 19, 2026

Ahmedabad News: રાણિપની નિશાન અને સુપર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલને ફી વધારા મુદ્દે નોટીસ

અમદાવાદમાં ખાનગી સ્કૂલોમાં ફી વધારાને લઈને અનેક ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે શહેરના રાણિપ વિસ્તારની બે સ્કૂલોને ફી વધારા મુદ્દે શિક્ષણાધિકારી દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. વાલીએ ફરિયાદ કરતાં જ કાર્યવાહી કરવામાં આવી છે. પૂરતા પુરાવાઓ નહીં હોય તો માન્યતા રદ્દ કરાશે અમદાવાદના રાણિપ વિસ્તારમાં સ્થિત નિશાન અને સુપર ઈંગ્લિશ સ્કૂલને ફી વધારા મુદ્દે શિક્ષણ અધિકારીએ નોટીસ ફટકારી છે. વાલીની ફરિયાદ બાદ બંને સ્કૂલો સામે એક્શન લેવામાં આવ્યા છે. શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ કહ્યું હતું કે, વાલીની ફરિયાદ મળતાં જ બંને સ્કૂલોને નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત આ સ્કૂલો પાસેથી બીયુ પરમીશનના ડોક્યુમેન્ટ પણ મંગાવાયા છે. શાળા પાસે માન્યતાના પણ પુરાવા મંગાવવામાં આવ્યા છે. પુરતા પૂરાવા નહીં હોય તો માન્યતા રદ કરવામાં આવી શકે છે. વાલી દ્વારા કરવામાં આવેલી ફીની ફરિયાદ એફઆરસીને કરવામાં આવશે.આ પણ વાંચોઃ Surat: 5.85 કરોડની કિંમતના કોબ્રા સાપના ઝેર સાથે 7 સ્મગલરો ઝડપાયા, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ

Read Full Story arrow_forward
Ahmedabad News: સ્માર્ટ સિટી કેટલું સુરક્ષિત, ખોખરામાં સ્નેચરોએ ઘરમાં ઘૂસીને મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી, ક્યાં છે પોલીસ?
calendar_today January 19, 2026

Ahmedabad News: સ્માર્ટ સિટી કેટલું સુરક્ષિત, ખોખરામાં સ્નેચરોએ ઘરમાં ઘૂસીને મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી, ક્યાં છે પોલીસ?

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ જેવા સ્માર્ટ શહેરમાં ગુનાખોરીમાં ઘટાડો થયો હોવાની ગુલબાંગો ફૂંકવામાં આવી રહી છે. બીજી બાજુ શહેરમાં ઘરફોડ, લૂંટ અને ચેઈન સ્નેચિંગ જેવા ગુનાઓ બેફામ પણે વધી રહ્યાં છે. ચોર ટોળકીને જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ હવે ઘરમાં ઘૂસીને લૂંટ આચરવામાં આવી રહી છે. શહેરના ખોખરા વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની ખતરનાક ઘટના સામે આવી છે. એક મહિલા તેના ઘરમાં જઈ રહી છે અને પાછળથી આવીને એક તસ્કર મહિલાનો અછોડો તોડીને ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં ગોરના કૂવા પાસે સ્થિત જીવણ એપાર્ટમેન્ટમાં ધોળે દિવસે ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. સ્વાતિબેન દરજી નામની એક મહિલા બહારથી ખરીદી કરીને પોતાના ઘર પાસે પહોંચી હતી અને એક સ્નેચર તેની પાછળ પાછળ આવ્યો હતો. મહિલા હજી સીડી ચઢી રહી હતી અને સ્નેચર તેના ગળામાંથી અછોડો તોડીને ફરાર થઈ ગયો હતો. મહિલાએ બુમાબુમ કરી મુકી હતી. પરંતુ તસ્કર અછોડો તોડીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલિન્જન્સના આધારે તપાસ શરૂ કરી છે. ગુનાખોરી કંટ્રોલમાં હોવાના દાવા સામે સવાલો અમદાવાદ શહેરમાં પોલીસના પેટ્રોલિંગ અને પોલીસના ગુનાખોરી કંટ્રોલમાં હોવાના દાવા સામે સવાલો ઉભા થયાં છે. અત્યાર સુધીમાં રોડ રસ્તા પર લૂંટ થતી હતી. બંધ મકાનોમાં ચોરી થતી હતી. હવે લૂંટારા બેખૌફ બનીને ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવી રહ્યાં છે. લૂંટારાઓને કાયદો કે પોલીસનો જાણો સહેજ પણ ડર રહ્યો જ નથી એ આ ઘટના પરથી જોઈ શકાય છે. ક્રાઈમ કોન્ફરન્સ યોજીને ક્રાઈમ રેટની સમીક્ષા કરવામા આવે છે અને પોલીસ અધિકારીઓ ગુનાખોરીને કંટ્રોલમાં લેવા માટે મોટા મોટા દાવા કરે છે પરંતુ હકિકત આ દાવાઓથી કંઈક જુદી જ હોવાનું આ ચેઈન સ્નેચિંગની ઘટનામાં જોવા મળે છે. આ પણ વાંચોઃ Gujarat News: 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ થરાદ જિલ્લામાં થશે, જાણો કોણ ક્યાં ધ્વજવંદન કરાવશે

Read Full Story arrow_forward