android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BMC Politics: BMCનો મેયર કોણ? શિંદે જૂથ કિંગ મેકરની ભૂમિકામાં, જાણો કેવી રીતે
calendar_today January 19, 2026

BMC Politics: BMCનો મેયર કોણ? શિંદે જૂથ કિંગ મેકરની ભૂમિકામાં, જાણો કેવી રીતે

મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ પછી બીએમસીના પરિણામોએ રાજકારણમાં નવો વળાંક લીધો છે.  સંખ્યાત્મક તાકાતના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા સ્પષ્ટપણે કોઈ એક પક્ષ દ્વારા સુરક્ષિત ન હોય શકે, પરંતુ હાલમાં મેયર પદની ચાવી શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હાથમાં છે. વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં  શિંદે જૂથ "કિંગમેકર" તરીકે ઉભરી આવ્યું છે.શિંદે જૂથ કેવી રીતે કિંગ મેકર ? 227 સભ્યોવાળા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમતી માટે 114 કાઉન્સિલરોના સમર્થનની જરૂર છે. ચૂંટણી પરિણામો અનુસાર ભાજપ 89 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, પરંતુ બહુમતીથી 25 બેઠકો ઓછી છે. એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના પાસે 29 બેઠકો છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથે 65 બેઠકો જીતી છે. કોંગ્રેસે 24, AIMIM એ આઠ અને MNS એ છ બેઠકો જીતી છે. આ ગણતરીમાં, જો ભાજપ અને શિંદે શિવસેના ભેગા થાય છે, તો તેમની પાસે કુલ 118 કાઉન્સિલરો હશે જે બહુમતીનો આંકડો વટાવી જશે. આ જ કારણ છે કે મેયરની ચૂંટણીમાં શિંદે જૂથની સંમતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  હોટલમાં મોકલવાની જરૂર શા માટે? આ રાજકીય મહત્વ વચ્ચે એકનાથ શિંદેએ તેમના તમામ 29 કાઉન્સિલરોને મુંબઈના બાંદ્રા વિસ્તારની એક ફાઇવ સ્ટાર હોટેલમાં ખસેડ્યા છે. પાર્ટીને ડર છે કે કાઉન્સિલરોને પકડવા માટે હોર્સ ટ્રેડિંગનો પ્રયાસ થઈ શકે છે. જોકે શિંદે જૂથ તેને સત્તાવાર રીતે ત્રણ દિવસની વર્કશોપ તરીકે વર્ણવે છે. પાર્ટીના નેતાઓના મતે આ વર્કશોપ કાઉન્સિલરોને BMCની કામગીરી, વહીવટી પ્રક્રિયાઓ અને વિકાસ યોજનાઓ વિશે માહિતી પૂરી પાડી રહી છે. શિંદે જૂથના નેતા રાહુલ શેવાળે કહે છે કે આ બેઠક આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રણનીતિ બનાવવા અને બાળાસાહેબ ઠાકરેની જન્મ શતાબ્દીની ઉજવણીના કાર્યક્રમોની તૈયારી માટે યોજાઈ રહી છે. શું ભાજપ શિવસેનાની આ માંગણીઓથી ચિંતિત છે? આ બધા વચ્ચે, રાજકીય વર્તુળોમાં પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે: જ્યારે ભારતીય જનતા પાર્ટી અને શિંદે સેનાએ સાથે મળીને ચૂંટણી લડી છે તો પછી જીતેલા કાઉન્સિલરોને હોટલમાં મોકલવાનું કારણ શું ? સૂત્રો સૂચવે છે કે શિંદે સેનાએ મેયરની ચૂંટણી પહેલા પોતાની મુખ્ય માંગણીઓ મૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે જૂથ ઇચ્છે છે કે પાંચ વર્ષના મેયર પદના કાર્યકાળને અઢી વર્ષમાં વહેંચવામાં આવે, જેમાં તેમનો પક્ષ પહેલા અઢી વર્ષ માટે મેયરનું પ્રતિનિધિત્વ કરે.આ ઉપરાંત, તેઓ બીએમસીમાં સૌથી શક્તિશાળી ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર પણ નજર રાખી રહ્યા છે. શિંદે સેના સમિતિઓની રચનામાં 2:1 હિસ્સો માંગી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીએમસી વિશે સીએમ દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું? આ સમગ્ર ઘટનાક્રમ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે કોઈ હોર્સ ટ્રેડિંગ થશે નહીં. તેમણે સ્પષ્ટતા કરી કે મેયર અંગેનો અંતિમ નિર્ણય ભાજપ અને શિંદે સેના દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવશે, અને મુંબઈના વહીવટને સ્થિરતા પ્રદાન કરવામાં આવશે. આ દરમિયાન શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તાજેતરની પરિસ્થિતિ પર ટિપ્પણી કરતા ભાજપના રાજકીય અભિગમ પર સવાલ ઉઠાવ્યા છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના, ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો
calendar_today January 19, 2026

Gujarat Latest News Live : અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના, ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 19 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad: નશામાં ધૂત બનેલા નબીરાનો આતંક, 9 વાહનોને ટક્કર મારી, પોલીસે કહ્યું, દારુ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો, વાંચો FIR
calendar_today January 19, 2026

Ahmedabad: નશામાં ધૂત બનેલા નબીરાનો આતંક, 9 વાહનોને ટક્કર મારી, પોલીસે કહ્યું, દારુ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો, વાંચો FIR

અમદાવાદના શીલજ–રાંચરડા રોડ પર નિશિર શાહ નામના નશામાં ધૂત કારચાલકે પોતાની કિયા કારથી 9 વાહનોને ટક્કર મારી હતી જેના પગલે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઘટનાસ્થળે કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા.નિશિર શાહે બેફામ કાર ચલાવીને અકસ્માતો સર્જ્યો રાંચરડા તરફથી શીલજ તરફ આવતા નિશિર શાહે બેફામ કાર ચલાવીને અકસ્માતો સર્જ્યા હતા. નિશીર શાહ કોઈ ફાર્મ હાઉસમાં પાર્ટી કરીને આવી રહ્યો હતો. અકસ્માત બાદ કારચાલક સ્થળેથી ભાગી ગયો અકસ્માત બાદ કારચાલક સ્થળેથી ભાગી ગયો હતો, પરંતુ પોલીસ દ્વારા તેને પકડવામાં આવ્યો છે. PI યુ.બી. ધાખડાના જણાવ્યા મુજબ, નિશિર શાહને લોકોએ પણ માર માર્યો હોવાની વાત છે. દારુ ગાયબ થયો હશે તો તપાસ કરીશું. PI યુ.બી. ધાખડાના જણાવ્યા મુજબ નિશિર શાહે દારુ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હતો અને અકસ્માત કર્યા બાદ તે ભાગતા પોલીસે પીછો કરીને તેને બોપલની હદમાંથી પકડ્યો હતો. પીઆઇએ કહ્યું કે દારુ ગાયબ થયો હશે તો તપાસ કરીશું. હાલ સમગ્ર મામલે તપાસ ચાલું છે.પોલીસ ફરિયાદમાં શું લખેલું છે બીજી તરફ આ અકસ્માત કેસની એફઆઇઆર સંદેશ ન્યૂઝ પાસે આવી છે. એફઆઇઆર શોભેન્દ્ર ઉમેશ દુબેએ કાર ચાલક નિશીર શાહ સામે નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી ગઇ કાલે રાત્રે 18 તારીખે આઠ વાગે બાઇક પર ઘેર જઇ રહ્યો હતો ત્યારે બોપલ રોડ એસપી રીંગ રોડથી વૈષ્ણૌદેવી સર્કલ તરફ જવાના રસ્તે રાત્રે પોણા નવ વાગે શીલજ બ્રિજના મધ્યભાગે ચઢતા એક ફોર વ્હીલર ચાલકે બેફામપણે કાર ચલાવી ગાડીના આગળના ભાગેથી તેની બાઇકના પાછળના ભાગે ટક્કર મારી હતી જેથી તે રોડ પર પટકાયો હતો. અને તેને શરીરે ઇજા પહોંચી હતી. આ અકસ્માત કરનાર ફોર વ્હીલર ચાલક બ્રિજ ચઢાવીને જતો હોવાથી તેણે બીજી બાઇક પર બેસીને તેનો પીછો કર્યો હતો.કાર ચાલક થલતેજ શીલડ રોડ પર જતા તે રોડ પર અન્ય લોકોને અકસ્માત કર્યો હોવાથી તેને રોકી દીધેલો હતો. અસ્માત કરનારે નશો કરીને અકસ્માત કરેલો હોય તેમ જણાઇ આવેલું હતું. પોલીસે મીડિયાને શું કહ્યું પીઆઇ ધાખડે જણાવ્યું હતું કે ગઇ કાલે રાત્રે શીલજ જવાના ઓવરબ્રિજ ફોર વ્હીલર ચાલક ફરિયાદીના કહ્યા મુજબ દારુ પીધેલો હતો અને ફરિયાદીની બાઇકને ટક્કર મારી ઇજા પહોંચાડી છે. તેણે પીછો કર્યો અને તેને રોકી દીધો હતો.તેની ફરિયાદ પોલીસે નોંધીને તપાસ શરુ કરી છે. કેટલા વાહનોને અકસ્માત કર્યો છે તેની તપાસ શરુ કરી છે. હાલ સીસી ટીવી ફૂટેજ મેળવી તપાસ ચાલુ કરાઇ છે. દારુ પીધેલો હોવાની શંકાના કારણે બ્લડ સેમ્પ લેવાયા છે. આરોપીને લોકોએ માર માર્યાની વાત છે જેથી તેને હોસ્પિટલમાં ખસેડાયો છે. કાર ચાલકને પીધેલો હતો કે કેમ તે સહિતના મુદ્દાની તપાસ કરાશે. હાલ અમારી પાસે એક જ ફરિયાદી આવેલો છે. બીજા આવશે તો સાહેદમાં લઇ લેવાશે. આ પણ વાંચો------  Surat : મહિલા પેસેન્જરની દાદાગીરી, BRTS બસના ડ્રાઇવર પર હુમલો, ડ્રાઇવરે બસ ઉભી રાખવાની ના પાડતા મામલો બિચક્યો

Read Full Story arrow_forward