Patan: ટ્રકની ટક્કરે છકડામાં સવાર બે સગા ભાઈનાં મોત
પાટણ શહેરમાં આવેલ હારીજ ત્રણ રસ્તા નજીક વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી હતી જેમાં શાકભાજીનું વેચાણ કરી છકડા રીક્ષામાં પરત ઘર તરફ્ જઈ રહેલા સગા બે ભાઈઓને ટર્બો ટ્રકે ધડાકાભેર ટક્કર મારતાં છકડાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અંદર સવાર બે ભાઈઓ પૈકી એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું તો બીજાને ગંભીર હાલતમાં 108 માં સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં તેનું પણ મોત નિપજતાં પટણી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. પાટણના માંખરીયા વિસ્તારમાં રહેતા અને શાકભાજીની ખેતી દ્વારા વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવતા બે સગા ભાઈઓ સુનિલ ભરતભાઈ પટણી ઉ.વ 32 તથા અમિત ભરતભાઈ પટણી ઉ.વ 24 શનિવારે વહેલી સવારે પાટણમાં આવેલ અંબિકા શાકમાર્કેટમાં શાકભાજીનું વેચાણ કરી પોતાનો છકડો રિક્ષા લઈને ઘર તરફ્ જતાં હતાં તે દરમિયાન પાટણના હારીજ ત્રણ રસ્તા પાસે પહોંચતા કાળ બનીને આવેલ ટર્બો ટ્રકે છકડાને જોરદાર ટક્કર મારતાં છકડાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અંદર સવાર સુનિલ પટણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જયારે અમિત પટણીને ગંભીર હાલતમાં 108 માં સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં તેનું પણ મોત થતાં પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. અત્રે નોંધનીય છે કે બંને મૃતકો પરણિત હોવાથી સુનિલ પટણીને ત્રણ અને અમિત પટણીને એક બાળક હતું જેમાં ચારેય બાળકોના પિતાઓનું અકસ્માતમાં અકાળે અવસાન થતાં નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward