android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: 14 દેશોના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં 'આંતરરાષ્ટ્રીય બ્લેડર એક્સટ્રોફી વર્કશોપ'નો પ્રારંભ
calendar_today January 17, 2026

Ahmedabad: 14 દેશોના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં 'આંતરરાષ્ટ્રીય બ્લેડર એક્સટ્રોફી વર્કશોપ'નો પ્રારંભ

ગુજરાતની મેડિસિટી અને સિવિલ હોસ્પિટલ હવે માત્ર રાજ્ય જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે મેડિકલ શિક્ષણ અને જટિલ સર્જરીનું કેન્દ્ર બની રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગ દ્વારા 18મા આંતરરાષ્ટ્રીય બ્લેડર એક્સટ્રોફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. 23 જાન્યુઆરી સુધી ચાલનારા આ વર્કશોપમાં વિશ્વભરના તબીબો જટિલ સર્જરીની તાલીમ લેશે.વૈશ્વિક સ્તરે 'સેન્ટર ઓફ એક્સેલન્સ'ની ઓળખસિવિલ હોસ્પિટલનું 'સેન્ટર ઓફ એક્સેલન્સ' છેલ્લા 18 વર્ષથી બાળકોને નવજીવન આપવાની સાથે વિશ્વભરના ડોક્ટરો માટે તાલીમનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ બની રહ્યું છે. આ વર્કશોપની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. અમેરિકા, યુરોપ અને એશિયાના વિવિધ 14 દેશોના નિષ્ણાત તબીબો અહીં બ્લેડર એક્સટ્રોફીના જટિલ ઓપરેશન શીખવા માટે પધાર્યા છે.ભારતના 15રાજ્યો અને પડોશી દેશ નેપાળના મળીને કુલ 125 દર્દીઓને આ વર્કશોપ અંતર્ગત નિઃશુલ્ક અને અત્યાધુનિક સારવારનો લાભ મળશે.આ વર્કશોપ દરમિયાન 20 જેટલી અત્યંત જટિલ સર્જરીઓ કરવામાં આવશે, જે મેડિકલ ક્ષેત્રે એક મોટો માઈલસ્ટોન સાબિત થશે.શું છે બ્લેડર એક્સટ્રોફી?બ્લેડર એક્સટ્રોફી એ જન્મજાત ખામી છે જેમાં બાળકની પેશાબની કોથળી (Bladder) શરીરની બહાર ખુલ્લી હોય છે. આ અત્યંત જટિલ પરિસ્થિતિમાં સર્જરી દ્વારા પેશાબની કોથળીને અંદર મૂકીને પેશાબ પર નિયંત્રણ લાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે.તબીબી નિષ્ણાતનું મંતવ્યસિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, "અમે છેલ્લા ૧૮ વર્ષથી આ સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા બાળકોને નવજીવન આપવા સાથે વિશ્વના ડોક્ટરોને જટિલ સર્જરીની શ્રેષ્ઠ તાલીમ આપી રહ્યા છીએ. આ વર્કશોપથી ગુજરાતની મેડિકલ ક્ષમતાની નોંધ આખા વિશ્વમાં લેવાઈ રહી છે.આ પણ વાંચો: વાંકાનેરમાં માતાની હત્યા અને પુત્રી પર હુમલો કરનાર આરોપીને આજીવન કેદ

Read Full Story arrow_forward
Mehsana News : ઇન્દ્રાડ ગ્રામ પંચાયતનો હલ્લાબોલ, કેમિકલ કંપનીઓના પ્રદૂષણ વિરુદ્ધ GPCB ને લેખિત ફરિયાદ
calendar_today January 17, 2026

Mehsana News : ઇન્દ્રાડ ગ્રામ પંચાયતનો હલ્લાબોલ, કેમિકલ કંપનીઓના પ્રદૂષણ વિરુદ્ધ GPCB ને લેખિત ફરિયાદ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામમાં કેમિકલ કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણને લઈને ગ્રામ પંચાયત અને ગ્રામજનો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ઇન્દ્રાડ ગ્રામ પંચાયત દ્વારા મહેસાણા GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિક કેમિકલ કંપનીઓ દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણી અને પ્રદૂષણને કારણે ખેતી અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી રહી છે. આ બાબતે પંચાયતે સ્પષ્ટ માંગ કરી છે કે પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે સત્વરે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.પ્રદૂષણ મુક્ત ગામ માટે લડત નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ ઇન્દ્રાડ ગામની મુલાકાત લીધી હતી, જે દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઈને દૂષિત પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. DDO એ સ્થળ પર પરિસ્થિતિની ગંભીરતા પારખી હતી અને ગ્રામજનોની ફરિયાદો સાંભળી હતી. ગ્રામ પંચાયત દ્વારા હવે સત્તાવાર રીતે GPCB ને ફરિયાદ સોંપવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. જો આગામી દિવસોમાં પ્રદૂષણ અટકાવવા માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો ગ્રામજનોએ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ પણ વાંચો : Jamnagar AI ન્યૂઝ કાંડ, મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા સહિત 4 શખ્સો પોલીસ સકંજામાં

Read Full Story arrow_forward
BJPના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કેવી રીતે પસંદ કરવામાં આવશે? જાણો નિયમ અને પ્રક્રિયા
calendar_today January 17, 2026

BJPના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કેવી રીતે પસંદ કરવામાં આવશે? જાણો નિયમ અને પ્રક્રિયા

ભારતીય જનતા પાર્ટીએ પોતાના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સમગ્ર પ્રક્રિયા પાર્ટીના દેશવ્યાપી સંગઠનાત્મક અભિયાન 'સંગઠન પર્વ 2024' હેઠળ કરાવવામાં આવી રહી છે. ચૂંટણી કાર્યક્રમને શુક્રવારે ભાજપના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડો.કે.લક્ષ્મણ દ્વારા ચૂંટણી કાર્યક્રમની સૂચના આપવામાં આવી.શું છે પ્રક્રિયા ? પાર્ટીના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી એક નક્કી કરેલી પ્રક્રિયા મુજબ થાય છે, જેમાં ઈલેક્ટોરલ કોલેજ, નામાંકન, તપાસ, નામ પરત અને જરૂર પડવા પર મતદાન સામેલ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણીની પ્રક્રિયાની શરૂઆત 16 જાન્યુઆરી 2026એ થઈ. બપોરે 12 વાગ્યે ઈલેક્ટોરલ કોલેજનું લિસ્ટ પ્રકાશિત કરવામાં આવ્યું. ભાજપના બંધારણ મુજબ ઈલેક્ટોરલ કોલેજમાં પાર્ટીના નેશનલ કાઉન્સિલના સભ્ય અને રાજ્યોની પરિષદમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. માત્ર આ સભ્યો જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મતદાન કરવા માટે પાત્ર હોય છે. ત્યારબાદનું સ્ટેપ નામાંકનનું હોય છે. 19 જાન્યુઆરી 2026એ બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી નવી દિલ્હી સ્થિત ભાજપના કેન્દ્રીય કાર્યાલયમાં નામાંકન દાખલ કરવામાં આવશે. પાર્ટીના નિયમ મુજબ ઉમેદવારનો ઓછામાં ઓછા 4 કાર્યકાળ કે 15 વર્ષ સુધી સક્રિય સભ્ય હોવું અનિવાર્ય છે. નામાંકન માટે કોઈ એક રાજ્યના ઈલેક્ટોરલ કોલેજના ઓછામાં ઓછા 20 સભ્યનો પ્રસ્તાવ જરૂરી છે. તેની સાથે જ સમર્થન એવા ઓછામાં ઓછા 5 રાજ્યોમાંથી હોવું જોઈએ, જ્યાં નેશનલ કાઉન્સિલની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી હોય. તપાસ અને નામ પરત ખેંચવું નામાંકનીની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જ તે જ દિવસે સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં નામાંકન પત્રની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોને સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી નામ પરત લેવાની તક મળશે. સાંજે 6.30 વાગ્યે રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી તરફથી પત્રકાર પરિષદ યોજવામાં આવશે, જેમાં સ્પષ્ટ કરવામાં આવશે કે ચૂંટણી સર્વસંમતિથી થઈ રહી છે કે મતદાન કરવાની જરૂર પડશે. મતદાન અને પરિણામ ક્યારે થશે? જો નામ પરત ખેંચ્યા બાદ એકથી વધારે કાયેદસરના ઉમેદવાર મેદાનમાં રહે છે તો 20 જાન્યુઆરી 2026એ સવારે 11.30 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી મતદાન થશે અને તે દિવસે પરિણામની જાહેરાત કરવામાં આવશે. જો નામ પરત ખેંચ્યા બાદ માત્ર એક જ ઉમેદવાર રહે છે તો તેમને બિનહરીફ રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવામાં આવશે. અધ્યક્ષ બનવાની રેસમાં કોણ કોણ સામેલ ? સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન ત્રણ અલગ અલગ સેટમાં નામાંકન દાખલ કરી શકે છે. એક નામાંકન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ અને જે.પી.નડ્ડા સમર્થક હશે. બીજા સેટમાં 20થી વધારે ચૂંટાયેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષના નામ હોય શકે છે. ત્રીજા સેટમાં ભાજપ નેશનલ કાઉન્સિલના સભ્યોનું સમર્થન હોવાની વાત કહેવામાં આવી રહી છે. જો નીતિન નબીન પૂર્ણ કાર્યકાળ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાય છે તો પાર્ટી મુખ્યાલયમાં ઔપચારિક કાર્યક્રમ થશે. તેમને દીનદયાળ ઉપાધ્યાય માર્ગ સ્થિત રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યાલય સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વરિષ્ઠ નેતાઓની હાજરીમાં લાવવામાં આવશે. તેની સાથે જ ભાજપમાં રાષ્ટ્રીય નેતૃત્વનું ઔપચારિક ટ્રાન્સફર પૂર્ણ થશે. આ સિવાય સંગઠન પર્વ 2024ના સમાપન અને પાર્ટીના આગામી સંગઠનાત્મક અને ચૂંટણીના તબક્કાની શરૂઆત માનવામાં આવશે. ભાજપના નવા અધ્યક્ષની ચૂંટણી આગામી વર્ષોની રાજકીય અને ચૂંટણી રણનીતિ નક્કી કરવાને લઈને ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. આ પણ વાંચો: PM Modi In West Bengal: બંગાળમાંથી TMCની વિદાય જરૂરી, માલદામાં PMએ મમતા પર સાધ્યુ નિશાન

Read Full Story arrow_forward