android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav-Tharadના લુદરા પાસે ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત, ટેન્કરચાલકનું મોત
calendar_today January 17, 2026

Vav-Tharadના લુદરા પાસે ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત, ટેન્કરચાલકનું મોત

વાવ-થરાદ જિલ્લાના દિયોદરના લુદરા પાસે વહેલી સવારે ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ટેન્કર ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે. ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત  લુદરા પાસે વહેલી સવારે ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ટેન્કર ચાલક લાખાભાઈ વિહાભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. 108 એમ્બ્યુલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે લઈ ગઈ. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે અકસ્માત મામલે ઉંડી તપાસ શરુ કરી હતી. આ પણ વાંચો----   Kutch : ખાવડા નજીક મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર

Read Full Story arrow_forward
BMC Election 2026: 45 વર્ષ પછી મુંબઈમાં ભાજપનું રાજ, હવે કોણ બનશે BMCનો મેયર?
calendar_today January 17, 2026

BMC Election 2026: 45 વર્ષ પછી મુંબઈમાં ભાજપનું રાજ, હવે કોણ બનશે BMCનો મેયર?

મુંબઈની રાજનીતિમાં એક ઐતિહાસિક ફેરફાર થયો છે. BMCની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધને ભવ્ય જીત મેળવી છે. છેલ્લા 25 વર્ષથી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ શિવસેનાનું પ્રભુત્વ રહેલું મુંબઈ, હવે 45 વર્ષ પછી પહેલી વાર ભાજપના કબજામાં ગયું છે. આ જીત માત્ર ચૂંટણી પરિણામ નથી, પરંતુ મુંબઈની રાજકીય દિશા બદલાઈ હોવાનો સંકેત છે. ભાજપ પોતાનો મેયર બનાવી શકે BMCમાં કુલ 227 બેઠકો છે અને મેયર બનાવવા માટે 114 બેઠકોની બહુમતી જરૂરી છે. વર્તમાન વલણો અનુસાર ભાજપ 90 બેઠકો પર આગળ છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેના 28 બેઠકો પર આગળ છે. આમ મહાયુતિ ગઠબંધન કુલ 118 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. આ પરિણામે ભાજપ સરળતાથી પોતાનો મેયર પસંદ કરવાની સ્થિતિમાં આવી ગયો છે. દેશની સૌથી સમૃદ્ધ નગરપાલિકા મુંબઈની BMC માત્ર મહારાષ્ટ્ર નહીં પરંતુ દેશની સૌથી સમૃદ્ધ નગરપાલિકા માનવામાં આવે છે. વર્ષોથી અહીં શિવસેનાનું શાસન રહ્યું છે અને ભાજપ ક્યારેય મેયર પદ સુધી પહોંચ્યું નહોતું. 1980માં સ્થાપિત થયેલી ભાજપ પાર્ટી માટે આ જીત ઐતિહાસિક છે, કારણ કે 45 વર્ષ પછી પહેલી વાર મુંબઈમાં ભાજપનો મેયર બનવાનો માર્ગ ખુલ્યો છે. વિભાજનનો સીધો ફાયદો 2017ની BMC ચૂંટણીમાં શિવસેના 84 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી, જ્યારે ભાજપને 82 બેઠકો મળી હતી. તે સમયે બંને પક્ષો ગઠબંધનમાં હતા. પરંતુ આ વખતે રાજકીય પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ છે – એકનાથ શિંદેની શિવસેના ભાજપ સાથે છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) કોંગ્રેસ અને MNS સાથે છે. આ વિભાજનનો સીધો ફાયદો ભાજપને થયો છે. વિપક્ષની સ્થિતિ વિપક્ષની સ્થિતિ જોવામાં આવે તો ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) 63 બેઠકો સુધી સીમિત રહી છે. કોંગ્રેસને માત્ર 12 બેઠકો મળી છે, જ્યારે એમએનએસ 6 બેઠકો પર આગળ છે. અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મળીને પણ ભાજપને પડકાર આપી શકે તેવી સ્થિતિમાં નથી. તેથી હવે મેયર પદ પર ભાજપની પસંદગી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. ભાજપ મુંબઈનો મેયર કોને બનાવશે? હવે મુખ્ય પ્રશ્ન એ છે કે ભાજપ મુંબઈનો મેયર કોને બનાવશે. પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મેયર મરાઠી સમુદાયમાંથી જ હશે. ભાજપના અનેક અગ્રણી નેતાઓ BMCમાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે. કિરીટ સોમૈયાના પુત્ર નીલ સોમૈયા બીજી વખત કાઉન્સિલર બન્યા છે. તે ઉપરાંત તેજસ્વી ઘોસાળકર જેવી નવી અને ચર્ચિત નેતાઓ પણ મેયર પદની રેસમાં હોવાનું માનવામાં આવે છે. ખાસ વાત ખાસ વાત એ છે કે તેજસ્વી ઘોસાળકર BMC ચૂંટણીના થોડા સમય પહેલાં શિવસેના (UBT) છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમની જીત બાદ હવે તેમને સંભવિત મેયર ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે. જોકે ભાજપ હજી સત્તાવાર રીતે કોઈ નામ જાહેર કર્યું નથી. BMCમાં મેયરનું પદ ખૂબ મહત્વનું ગણાય છે, પરંતુ વાસ્તવિક વહીવટી સત્તા મ્યુનિસિપલ કમિશનર પાસે રહે છે. મેયર રાજકીય પાંખનું નેતૃત્વ કરે છે અને શહેરના વિકાસ, નીતિ અને દિશા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મેયરનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે અને ત્યારબાદ ફરીથી નવી પસંદગી કરવામાં આવે છે. મુંબઇની રાજનીતિમાં નવો અધ્યાય શરૂ એટલે કહીએ તો, મુંબઈની રાજનીતિમાં નવો અધ્યાય શરૂ થયો છે. 45 વર્ષ પછી ભાજપે બીએમસી પર કબજો મેળવી લીધો છે અને હવે શહેરને પહેલો ભાજપ મેયર મળવાનો છે. આ મેયર કોણ હશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ એટલું નક્કી છે કે મુંબઈની રાજકીય તસવીર હવે બદલાઈ ચૂકી છે.આ પણ વાંચો : BMC Election Result 2026: "વિકાસને મત, ભાવનાત્મક રાજકારણને બાજુ પર! : એકનાથ શિંદે

Read Full Story arrow_forward
BMC Election Results: મારુ ઘર તોડનારાને જનતાને પાઠ ભણાવ્યો, ઉદ્ધવ ઠાકરેની હાર પર બોલી કંગના રનોત
calendar_today January 17, 2026

BMC Election Results: મારુ ઘર તોડનારાને જનતાને પાઠ ભણાવ્યો, ઉદ્ધવ ઠાકરેની હાર પર બોલી કંગના રનોત

મહારાષ્ટ્ર બીએમસી ચૂંટણીના પરિણામે સામે આવી ગયા છે. આ સાથે જ મુંબઇમાંથી ઠાકરે પરિવારનું રાજ હવે રહ્યું નથી. કારણ કે મહાયુતિને બહુમત મળી છે. હવે મુંબઇને લાંબા સમય બાદ બીજેપી શિવસેના (શિંદે જૂથ) ના મેયર મળવાના છે. ત્યારે ઉદ્ધવ ઠાકરેની કારમી હારને લઇને સાંસદ કંગના રનોતે પ્રતિક્રિયા આપી છે. કંગનાએ ખુશી કરી વ્યક્ત કંગના રનૌતે BMC ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે જૂથની હાર પર ખુશી વ્યક્ત કરી અને તેને "ન્યાય" ગણાવ્યો. તેણે કહ્યું કે જે લોકોએ મારું ઘર તોડી નાખ્યું તેઓ હવે સત્તા પરથી દૂર થઈ ગયા છે. કંગનાએ પીએમ મોદી અને દેવેન્દ્ર ફડણવીસને ભાજપની જબરદસ્ત જીત બદલ અભિનંદન આપ્યા. શિવ સેના (UBT)નો દાયકાઓ જૂનો ગઢ મુંબઈ હવે ભાજપ-શિંદે જૂથના હાથમાં આવી ગયો છે. કંગના રનૌતે પરિણામો વિશે શું કહ્યું? કંગના રનૌતે કહ્યું કે આવા ચૂંટણી પરિણામો અભિનેતા માટે ન્યાય જેવા છે. કંગના રનોતે BMCની મિલકત સામેની કાર્યવાહીને યાદ કરતાં અભિનેતા અને સાંસદે કહ્યું કે જે લોકોએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો, મારું ઘર તોડી નાખ્યું અને મને મહારાષ્ટ્ર છોડવાની ધમકી આપી તેઓને આજે મહારાષ્ટ્રએ છોડી દીધા છે. તેણે વધુમાં કહ્યું કે મને ખુશી છે કે જનતા આવા સ્ત્રીવિરોધીઓ, ગુંડાઓ અને ભત્રીજાવાદ માફિયાઓને તેમનું યોગ્ય સ્થાન બતાવી રહી છે. કંગનાએ પીએમ મોદીને અભિનંદન આપ્યા કંગનાએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર BMC ચૂંટણીમાં ભાજપની જંગી જીતથી હું ખૂબ જ ખુશ છું. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના સમગ્ર ભાજપ પરિવારને આ નોંધપાત્ર ભગવા લહેર માટે અભિનંદન આપું છું. આ આપણા બધા માટે એક મોટી જીત છે. સમયનું ચક્ર ચોક્કસપણે ફરે છે - કંગના BMC ચૂંટણીના પરિણામો પછી 2020 માં ઉદ્ધવ ઠાકરે પર કંગના રનૌતના ઘર પર કરેલા હુમલાનો એક વિડિઓ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. આ વિડિઓ તે સમયનો છે જ્યારે કંગનાની ઓફિસ તોડી પાડવામાં આવી હતી. તે સમયે કંગનાએ ટ્વિટર પર એક વિડિઓ શેર કરીને કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે, શું તમને લાગે છે કે તમે ફિલ્મ માફિયાઓ સાથે મારું ઘર તોડીને મારા પર મોટો બદલો લીધો છે? આજે મારું ઘર તૂટ્યુ છે કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે. BMC Election Results: જીતના તમામ રેકોર્ડ તોડ્યા...ચૂંટણી પરિણામો અંગે બોલ્યા CM ફડણવીસ

Read Full Story arrow_forward