android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ટાઇફોઇડનો કહેર વધતા તંત્રની લાલ આંખ, બે દિવસમાં પાણીપુરીની 16 લારીઓ કરી જપ્ત
calendar_today January 16, 2026

Ahmedabad News: ટાઇફોઇડનો કહેર વધતા તંત્રની લાલ આંખ, બે દિવસમાં પાણીપુરીની 16 લારીઓ કરી જપ્ત

પાટનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. રોગચાળાને નિયંત્રિત કરવા અને નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમો પર ત્રાટકવાનું શરૂ કરાયું છે. ખાસ કરીને બિન-આરોગ્યપ્રદ રીતે ચાલતી પાણીપુરીની લારીઓ સામે તંત્રએ સપાટો બોલાવ્યો છે.આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ વિશેષ ઝુંબેશમાં તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સ્વચ્છતાના ધોરણો જાળવવામાં નિષ્ફળ રહેલી અને દૂષિત પાણીનો ઉપયોગ કરતી 16 જેટલી પાણીપુરીની લારીઓ સ્થળ પરથી જપ્ત કરવામાં આવી છે. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે ઘણી લારીઓ પર ખુલ્લામાં ખોરાક રાખવામાં આવતો હતો અને પાણીની ગુણવત્તા અત્યંત નબળી હતી, જે ટાઇફોઇડ ફેલાવવાનું મુખ્ય કારણ બની શકે છે. ટાઇફોઇડ ફેલાવવાના કારણો અને અપીલ ટાઇફોઇડ એ દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાતો બેક્ટેરિયલ રોગ છે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે બહારનો ખુલ્લો ખોરાક અથવા અસ્વચ્છ જગ્યાએ મળતી પાણીપુરી ખાવાનું ટાળવું. પાણી ઉકાળીને પીવાનો આગ્રહ રાખવો. વ્યક્તિગત સ્વચ્છતા અને હાથ ધોવાની આદત કેળવવી. AMC દ્વારા આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. જે વેપારીઓ આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે ભારે દંડ અને લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News: ડોક્ટર દુબઈ ફરવા ગયા અને તસ્કરોએ ઘરમાં 1.47 કરોડનો હાથ ફેરો કર્યો
calendar_today January 16, 2026

Ahmedabad News: ડોક્ટર દુબઈ ફરવા ગયા અને તસ્કરોએ ઘરમાં 1.47 કરોડનો હાથ ફેરો કર્યો

અમદાવાદમાં ચોરી અને લૂંટ સહિતના બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. પોલીસના પેટ્રોલિંગના દાવા સામે ગુનાખોરી વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં ડોક્ટરના ઘરમાંથી 1.47 કરોડ રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બાબતે ફરિયાદ નોંધાતા સેટેલાઈટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં સ્થિત માણેકબાગ સોસાયટીમાં રહેતા એક ડોક્ટરના ઘરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. તહેવાર હોવાથી આ ડોક્ટર પરિવારજનો સાથે દુબઈ ફરવા માટે ગયા હતાં. મકાન બંધ હોવાથી તસ્કરો તેમાં ઘૂસ્યા હતાં અને લોકર તોડીને સોના ચાંદી અને રોકડ પર હાથફેરો કર્યો હતો. તસ્કરોએ 203.5 તોલા સોનાના દાગીના અને 45 લાખ રૂપિયાની રોકડની ચોરી કરી હતી. તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા હતાં. સેટેલાઈટ પોલીસે સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બન્યું

Read Full Story arrow_forward
Gir Somnath: રોણાજ ગામે શોર્ટ સર્કિટથી ૩ વીઘા શેરડીનો પાક બળીને ખાખ, લાખોનું નુકસાન
calendar_today January 16, 2026

Gir Somnath: રોણાજ ગામે શોર્ટ સર્કિટથી ૩ વીઘા શેરડીનો પાક બળીને ખાખ, લાખોનું નુકસાન

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના રોણાજ ગામે આજે એક ખેડૂતના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ઘટના બની છે. ગામમાં આવેલ ધીરુભાઈ વાઢેર નામના ખેડૂતના શેરડીના ખેતરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગતા શેરડીનો પાક બળીને થયો ખાખ મળતી માહિતી અનુસાર, ધીરુભાઈના ખેતરમાં શેરડીનો પાક એકદમ તૈયાર હતો અને લણણીની તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન ખેતર પરથી પસાર થતા PGVCLના વીજ વાયરોમાં અચાનક સ્પાર્ક એટલે કે શોર્ટ સર્કિટ થયો હતો. સૂકી શેરડીના પાંદડાઓમાં તણખલો પડતાની સાથે જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં અંદાજે 3 વીઘામાં ઉભેલો શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. આગની જ્વાળાઓને કારણે ધુમાડાના ગોટેગોટા ઉડ્યા આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોઈને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો આગ વધુ પ્રસરી હોત તો બાજુના અન્ય ખેતરો પણ તેની લપેટમાં આવી ગયા હોત, પરંતુ સ્થાનિકોએ જીવના જોખમે ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લીધી હતી. ગ્રામજનોના ત્વરિત પ્રયાસોને કારણે અન્ય ખેડૂતોના પાક બચી ગયા હતા. ખેડૂતની આર્થિક કમર તૂટી આ અકસ્માતમાં ખેડૂતને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. વર્ષભરની મહેનત અને મોંઘા ભાવના બિયારણ-ખાતર પાછળ કરેલો ખર્ચ એક ઝાટકે રાખ થઈ જતા ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતોમાં PGVCL સામે રોષ જોવા મળી રહ્યો છે અને સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી રહી છે. આ પણ વાંચોઃ Vadodaraમાં પાણીજન્ય રોગચાળા સામે પાલિકાની લાલ આંખ,દૂષિત પાણી મામલે રાજકીય ગરમાવો

Read Full Story arrow_forward