android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત, બાળકી સહિત બેના મોત, ઈકો કાર અને બાઈકની ટક્કર
calendar_today January 16, 2026

Vadodara હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત, બાળકી સહિત બેના મોત, ઈકો કાર અને બાઈકની ટક્કર

વડોદરા–હાલોલ રોડ પર રેલીસ હોટલ નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં એક બાળકી સહિત બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈકો કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર મળતી માહિતી મુજબ, ઈકો કારમાં બેઠેલો પરિવાર હાલોલ તરફથી વડોદરા જઈ રહ્યો હતો કારમાં માતા, પિતા અને તેમની પુત્રી મુસાફરી કરી રહ્યા હતા. રેલીસ હોટલ નજીક રોડ ક્રોસ કરતી વખતે અચાનક ઈકો કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. કારમાં સવાર દિકરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર દિકરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને માતા અને પિતાને સામાન્ય ઈજાઓ થતાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાઇક સવારનું મોત બીજી તરફ, બાઈક પર સવાર પરિવારમાંથી બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાઈક પાછળ બેઠેલા તેના બે સંતાનોને પણ અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી. બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસે તપાસ શરુ કરી જરોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો-------    Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward
Ahmedabad: રિલાયન્સનો દબદબો, ત્રીજા ક્વાર્ટરમાં નફો 28% વધ્યો, જિયોના 25 કરોડ યુઝર્સ 5G પર અને રિટેલમાં ઓર્ડરનો રાફડો
calendar_today January 16, 2026

Ahmedabad: રિલાયન્સનો દબદબો, ત્રીજા ક્વાર્ટરમાં નફો 28% વધ્યો, જિયોના 25 કરોડ યુઝર્સ 5G પર અને રિટેલમાં ઓર્ડરનો રાફડો

ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડિસેમ્બર 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. કંપનીના તમામ વ્યવસાયો—ડિજિટલ સર્વિસિસ (Jio), રિટેલ અને O2C—એ મજબૂત નાણાકીય વૃદ્ધિ દર્શાવી છે. ખાસ કરીને કરવેરા પછીના નફામાં (PAT) વાર્ષિક ધોરણે 28.1% નો જંગી વધારો જોવા મળ્યો છે.રિલાયન્સે પરિણામોમાં નવી ઊંચાઈઓ સર કરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના એકીકૃત (Consolidated) પરિણામોમાં નવી ઊંચાઈઓ સર કરી છે.વાર્ષિક 28.1% ના વધારા સાથે ₹75,165 કરોડ રહ્યો. નાણાકીય વર્ષ 2026ના પ્રથમ નવ મહિનામાં EBITDA ₹1,59,323 કરોડ રહ્યો, જે 18.3% ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની મજબૂત બેલેન્સ શીટને કારણે વિદેશી ચલણ ડેટ માટે 'A-' રેટિંગ પ્રાપ્ત થયું છે.વ્યવસાયિક એકમોનું વિગતવાર પ્રદર્શન ડિજિટલ ક્રાંતિની આગેવાની જિયોએ તેના 5G અને બ્રોડબેન્ડ વિસ્તરણ દ્વારા બજારમાં પકડ મજબૂત કરી છે.ત્રિમાસિક આવક ₹43,683 કરોડ રહી, જ્યારે EBITDA 16.4% વધીને ₹19,303 કરોડ થયો.જિયોના 5G સબ્સ્ક્રાઇબર્સ હવે 25 કરોડ (250 મિલિયન) ને વટાવી ગયા છે. જિયો એરફાઇબર 1 કરોડ ગ્રાહકો સાથે વિશ્વની પ્રથમ FWA સેવા બની છે. કુલ ડેટા ટ્રાફિક વાર્ષિક 34% વધીને 62 એક્સાબાઈટ થયો છે.હાયપર-લોકલ મોડલની સફળતારિટેલ સેક્ટરમાં ગ્રાહકોના આધુનિક શોપિંગ અનુભવ પર ભાર મૂકવામાં આવ્યો છે.ત્રિમાસિક આવક ₹97,605 કરોડ નોંધાઈ.હાયપર-લોકલ ડિલિવરીના દૈનિક ઓર્ડરમાં 4.6 ગણો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ ક્વાર્ટર દરમિયાન 431 નવા સ્ટોર્સ ઉમેરવામાં આવ્યા છે, અને ટ્રાન્ઝેક્શનની સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ છે.ઓઈલ ટુ કેમિકલ્સ (O2C) અને જિયો-બીપી ₹16,507 કરોડ (14.6% વૃદ્ધિ). ઊંચા ફ્યુઅલ માર્જિનને કારણે આ નફાકારકતા વધી છે. દેશભરમાં 2,125 પેટ્રોલ પંપ સાથે Jio-bp નેટવર્ક વિસ્તરી રહ્યું છે, જેના વોલ્યુમમાં 24% વધારો થયો છે.નેતૃત્વના મંતવ્યોમુકેશ ડી. અંબાણી (ચેરમેન, RIL): "રિલાયન્સ હવે AI અને ન્યૂ એનર્જી ક્ષેત્ર દ્વારા વેલ્યૂ ક્રિએશનના નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. અમને વિશ્વાસ છે કે આ પરિવર્તનકારી ટેકનોલોજી ભારત અને વિશ્વ માટે ટકાઉ ઉકેલો પૂરા પાડશે.આકાશ એમ. અંબાણી (ચેરમેન, જિયો): અમારો હેતુ ભારતને માત્ર AI-સક્ષમ જ નહીં, પરંતુ AI-સશક્ત બનાવવાનો છે, જ્યાં દરેક નાગરિક AI સાધનોનો ઉપયોગ કરી શકે. ઈશા એમ. અંબાણી (ડાયરેક્ટર, રિટેલ): "સીમલેસ ઓમ્ની-ચેનલ અનુભવ દ્વારા અમે ગ્રાહકોની વફાદારી મજબૂત બનાવી રહ્યા છીએ અને ભારતીય રિટેલ ક્ષેત્રને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યા છીએ.આ પણ વાંચો: પરીક્ષા આપી પરત ફરતા વિદ્યાર્થીઓની ગાડીને ટેમ્પોએ મારી ટક્કર, 5 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

Read Full Story arrow_forward
Suratના ઓલપાડમાં 'પત્રકાર' બની ખંડણી માંગતી ટોળકીનો થયો પર્દાફાશ
calendar_today January 16, 2026

Suratના ઓલપાડમાં 'પત્રકાર' બની ખંડણી માંગતી ટોળકીનો થયો પર્દાફાશ

સુરતના ઓલપાડ તાલુકાના તેના ગામે પત્રકારત્વના નામે તોડબાજી કરવાનું એક શરમજનક કૌભાંડ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર ન્યૂઝ પેજ ચલાવીને લોકો પાસેથી પરાણે પૈસા પડાવતા બે કથિત પત્રકારોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે.શું હતી સમગ્ર ઘટના? આરોપીઓ 'ગુજરાત અસ્મિતા' નામે સોશિયલ મીડિયા પર ન્યૂઝ પેજ ચલાવતા હતા. તેમણે ફરિયાદીનો કોઈ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને તે બદલ મોટી રકમની ખંડણી માંગી હતી. ફરિયાદીને સતત ધાકધમકી આપીને આ તોડબાઝોએ તેમની પાસેથી રૂ.10,000 પડાવી લીધા હતા. અંતે, કંટાળીને ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઓલપાડ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસ કાર્યવાહી અને ધરપકડ પોલીસે સુભાષ પટેલ અને યગ્નેશ પટેલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર સચિન પટેલ હાલ પોલીસ પકડથી દૂર છે. નોંધનીય છે કે સચિન પટેલ સામે અગાઉ પણ ખંડણી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસની આ કાર્યવાહીથી પત્રકારત્વના નામે તોડબાજી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે જનતાને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ પત્રકાર બનીને ડરાવી-ધમકાવી પૈસાની માંગણી કરે, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward