android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીનો વધ્યો ચમકારો, નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું
calendar_today January 15, 2026

Weather News : ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીનો વધ્યો ચમકારો, નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું

અમદાવાદમાં 12.6, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, ભુજમાં 9.4 ડિગ્રી, ડીસામાં 10.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 14.4 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 10.6 ડિગ્રી, કેશોદમાં 11.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી, અમરેલીમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતમાં ઠંડી સતત નિતનવા રેકોર્ડ બનાવી રહી છે ઘણા પહાડી વિસ્તારોમાં બરફની ચાદર છવાઇ ગઇ છે તો મેદાન વિસ્તારોમાં ગાત્રો થીજવતી ઠંડીએ લોકોને કંપારી છોડાવી દીધી છે. દેશના ઘણા વિસ્તારોમાં ભીષણ ઠંડીને કારણે પારો શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયો છે અને ઘણા સ્થળોએ ઠંડીએ રેકોર્ડ તોડયો છે. ઉત્તર ભારતમાં આકરી ઠંડી પડી રહી છે. અહીં બે દિવસ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં શીતલહેરની ચેતવણી અપાઈ છે. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં 14 જાન્યુઆરીએ પણ ભારે ઠંડી પડશે. જોકે, તે બાદ તેમાં રાહત મળશે અને ઠંડીમાં કમી આવશે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતા શહેરીજનો ઠુઠવાયા, આગામી સમયમાં કડકડતી ઠંડી પડવાની આગાહી 

Read Full Story arrow_forward
Hyderabad : 813 કિલો ગાંજાનો જથ્થો કરાયો જપ્ત, 3 દાણચોરની કરાઈ ધરપકડ
calendar_today January 14, 2026

Hyderabad : 813 કિલો ગાંજાનો જથ્થો કરાયો જપ્ત, 3 દાણચોરની કરાઈ ધરપકડ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ગાંજાની દાણચોરી સામે મોટી સફળતા મેળવી છે. 13 જાન્યુઆરી, 2026ના રોજ વહેલી સવારે મળેલી બાતમીના આધારે, NCB હૈદરાબાદ ઝોનની ટીમે એક કાર્યવાહી હાથ ધરી હતી અને 813 કિલો ગાંજો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 3 દાણચોરોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓ કર્ણાટકના બિદર જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે. શંકાસ્પદ ટ્રકમાંથી ગાંજો પકડાયો મળતી માહિતી મુજબ ઓડિશાના મલકાનગિરીથી મહારાષ્ટ્રના લાતુર સુધી ગાંજો લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન NCB ટીમોએ હૈદરાબાદની બહાર એક શંકાસ્પદ ટ્રકને અટકાવ્યો. તપાસમાં જાણવા મળ્યું કે ટ્રકનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર સમાપ્ત થઈ ગયું હતું અને તેમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો હતો. ટ્રકની અંદર એક ગોળ, ટાંકી જેવી પોલાણવાળી જગ્યા બનાવવામાં આવી હતી, જેમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો. અન્ય કોણ આ રેકેટમાં સંડોવાયેલું છે તેની તપાસ શરૂ શંકા ન જાય તે માટે તેને ઘાસ અને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન, સ્થળ પરથી 813 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક અગાઉ ગાંજાની દાણચોરીના બે કેસોમાં સંડોવાયેલો હતો. એક કેસ કર્ણાટકનો છે અને બીજો મહારાષ્ટ્રનો છે. NCB હવે સમગ્ર દાણચોરી નેટવર્ક, ગાંજાના સ્ત્રોત અને ગંતવ્ય સ્થાન અને નાણાંના ટ્રેલની સંપૂર્ણ તપાસ કરી રહી છે. આ રેકેટમાં બીજું કોણ કોણ સંડોવાયું છે તેની પણ તપાસ કરી રહી છે.આ પણ વાંચો: Iran આવ્યું તણાવમાં, હવે ભારતને કર્યો ફોન, વિદેશ મંત્રી જયશંકરે અરાઘચી સાથે કરી વાતચીત

Read Full Story arrow_forward
Gujarat News: રાજ્યમાં હીટ એન્ડ રનની બે ઘટનાઓમાં એકનું મોત, ચાર લોકોને ગંભીર ઈજા
calendar_today January 14, 2026

Gujarat News: રાજ્યમાં હીટ એન્ડ રનની બે ઘટનાઓમાં એકનું મોત, ચાર લોકોને ગંભીર ઈજા

ગુજરાતમાં અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હીટ એન્ડ રનના બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે આજે રાજ્યમાં હીટ એન્ડ રનના બે બનાવોમાં એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બંને બનાવોમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર હીટ એન્ડ રન ગુજરાતમાં થયેલા હીટ એન્ડ રનના બે બનાવો પૈકીનો એક બનાવ રાજકોટના જેતપુરમાં સામે આવ્યો છે. શહેરના જૂનાગઢ રોડ પર અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. બાઈક પર સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતાં. પોલીસે અકસ્માત સર્જનાર સામે ગુનો નોધી તેની શોધખોળ હાથ ધરી છે. બાવળા સાણંદ રોડ પર હીટ એન્ડ રનમાં એકનું મોત બીજા બનાવની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના બાવળા સાણંદ રોડ પર હીટ એન્ડ રનના બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.લોદરીયાળ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને એકને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ચાંગોદર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.આ પણ વાંચોઃ Surat News : ચંદ્રશેખર બ્રિજ પરથી નીચે પટકાતા પિતા અને પુત્રીનું મોત નિપજ્યું, માતાને ગંભીર ઈજા પહોંચી

Read Full Story arrow_forward