android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: લીમડીમાં ગોઝારો અકસ્માત, પતંગ લેવા નીકળેલા બે સગા ભાઈઓને કાળમુખી બસે કચડ્યા
calendar_today January 13, 2026

Dahod: લીમડીમાં ગોઝારો અકસ્માત, પતંગ લેવા નીકળેલા બે સગા ભાઈઓને કાળમુખી બસે કચડ્યા

દાહોદ જિલ્લાના લીમડી વિસ્તારમાં આવેલા કાળીમહુડી ગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ઉત્તરાયણના તહેવારની ખુશીમાં પતંગ ખરીદવા નીકળેલા બે ભાઈઓને એક ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સની બસે અડફેટે લેતા બંનેના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.પતંગ લેવા જવું જીવનની છેલ્લી સફર બનીમળતી માહિતી મુજબ, કાળીમહુડી ગામના બે સગા ભાઈઓ પોતાના બાઈક પર પતંગ અને ઉત્તરાયણની અન્ય સામગ્રી લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર યુવક અને તેની સાથે બેઠેલા બાળક (ભાઈ) બંનેનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું.પરિવારમાં માતમ છવાયોઉત્તરાયણનો તહેવાર હોવાથી ઘરમાં ખુશીનો માહોલ હતો, જે પળવારમાં માતમને ફેરવાઈ ગયો છે. બે દીકરાઓના એકસાથે મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતા જ લીમડી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા ખાનગી ટ્રાવેલ્સના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: ઉત્તરાયણ પૂર્વે AMC ની તવાઈ, નિકોલના ‘દાસ ખમણ’ ને કરાયું સીલ

Read Full Story arrow_forward
Junagadh News: જૂનાગઢ જેલમાં બે કેદીઓને સિપાઈએ માર માર્યો હોવાનો આક્ષેપ, ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા
calendar_today January 13, 2026

Junagadh News: જૂનાગઢ જેલમાં બે કેદીઓને સિપાઈએ માર માર્યો હોવાનો આક્ષેપ, ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા

જૂનાગઢ જિલ્લા જેલ ફરીથી વિવાદમાં આવી છે, અહી અગાઉ જેલ સિપાઈ જેલમાં પ્રતિબંધિત સુવિધાઓ આપવા માટે પૈસા માંગતા હોવાના આક્ષેપો થયા બાદ આજે ફરી આવા જ આક્ષેપ સાથે બે કેદીઓને સિપાઈએ માર મારતા બે કેદીઓને ઈજા થતા તે બનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તમામ આક્ષેપોને જેલ અધિક્ષકે પાયા વિહોણા ગણાવ્યા છે. દીવાલમાં માથું ભટકાવીને ઈજા કરી જૂનાગઢ જિલ્લા જેલમાં બંદીવાન કેદી તરીકે રહેલા સાહિલ રજાક મજગુલ ઉ.૨૪ અને જાવીદ જમાલ શેખ ઉ.૩૪ બને કેદીઓને માથામાં ઈજા થવાથી સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં સાહિલનું એવું કહેવું છે કે, તેમના ઘરેથી ચાર દિવસ પહેલા કપડા આવ્યા હતા, તે લેવા માટે ગયેલ ત્યારે જેલમાં ફરજ પરના એક સિપાઈએ તેને સીદી આદિવાસી બાદશાહ અંગે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને કાઢી મુક્યો અને દીવાલમાં માથું ભટકાવીને ઈજા કરી હતી. જેલમાં જેલનો સ્ટાફ તેમની સાથે મારકૂટ કરે છે તો બીજા કેદી જાવીદે જણાવ્યું કે, કારણ વગર જેલમાં જેલનો સ્ટાફ તેમની સાથે મારકૂટ કરે છે, અને જેલમાં અંદર વગદાર કેદીઓને જેલમાં તમાકુ, મોબાઇલ સહિતની અનેક સુવિધાઓ પૈસા લઈને પૂરી પાડવામાં આવે છે, અમે ગરીબ છીએ અમારી પાસે પૈસા નથી જેથી અમને સામાન્ય બાબતે હેરાનગતી કરવામાં આવે છે, અને મારપીટ કરવામાં આવે છે. આ કેદીઓના આક્ષેપો અંગે જેલ અધિક્ષક ડી એમ ગોહિલએ જણાવ્યું કે, જેલમાં સ્ટાફ પર દબાણ લાવવા અને બદનામ કરવા માટે કેદી દ્વારા પોતાની રીતે દીવાલમાં માથું ભટકાવી અને ઇજાઓ પહોંચાડી છે. જેલમાં કોઈએ તેને માર માર્યો નથી તમામ આક્ષેપો પાયા વિહોણા છે.આ પણ વાંચોઃ Ahmedabad: ઉત્તરાયણ પૂર્વે AMC ની તવાઈ, નિકોલના ‘દાસ ખમણ’ ને કરાયું સીલ

Read Full Story arrow_forward
Limbdi: ઉત્તરાયણની ખરીદી કરવા આવેલા મિત્રો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો, એક યુવકનું કરુણ મોત
calendar_today January 13, 2026

Limbdi: ઉત્તરાયણની ખરીદી કરવા આવેલા મિત્રો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો, એક યુવકનું કરુણ મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી  શહેરમાં જાહેરમાં હત્યાનો બનાવ બનતા ભય અને ગભરાટનો માહોલ ફેલાયો છે. ઉત્તરાયણ પર્વની ખુશીમાં પતંગ અને ચીજવસ્તુઓની ખરીદી કરવા આવેલા મિત્રો પર અજાણ્યા શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.ખરીદી કરવા આવ્યા અને કાળ ભેટી ગયોપ્રાપ્ત વિગતો અનુસાર, લીંબડી તાલુકાના લીયાદ ગામના રહેવાસી હિતેશભાઈ હેમુભાઈ સુરેલા તેમના બે મિત્રો વિજયભાઈ અને દીપકભાઈ સાથે ઉત્તરાયણની ખરીદી કરવા માટે લીંબડી શહેર આવ્યા હતા. ત્રણેય મિત્રો બજારમાં ખરીદીમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક 3 થી 4 અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા.તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલોહુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આ મિત્રો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ધોળે દિવસે બનેલી આ ઘટનાથી બજારમાં દોડધામ મચી ગઈ હતી અને વેપારીઓ તેમજ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસ તપાસ તેજઘટનાની જાણ થતા જ લીંબડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો અંગત અદાવતમાં થયો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. પોલીસે ફરાર થઈ ગયેલા હુમલાખોરોને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ તપાસવા સહિતના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: લીમડીમાં ગોઝારો અકસ્માત, પતંગ લેવા નીકળેલા બે સગા ભાઈઓને કાળમુખી બસે કચડ્યા

Read Full Story arrow_forward