android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BRICS 2026નો લોગો અને વેબસાઈટ કરાઈ લોન્ચ, વિદેશ મંત્રી જયશંકરે જણાવી તેની ખાસિયતો
calendar_today January 13, 2026

BRICS 2026નો લોગો અને વેબસાઈટ કરાઈ લોન્ચ, વિદેશ મંત્રી જયશંકરે જણાવી તેની ખાસિયતો

ભારતે 13 જાન્યુઆરીએ બ્રિક્સ પ્રેસિડેન્સી 2026 માટે સત્તાવાર વેબસાઈટ અને લોગો લોન્ચ કર્યો છે, જેનું આયોજન આ વર્ષે થવાનું છે અને ભારત આ બહુપક્ષીય મંચની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ કાર્યક્રમમાં હાજરી આપી. તેમણે કહ્યું કે આ મહત્વપૂર્ણ વૈશ્વિક સંગઠનના પ્રમુખપદ દરમિયાન, ભારત મહત્વના વૈશ્વિક સંગઠન માટે બ્રિક્સ સભ્ય દેશોની ક્ષમતાઓને એકસાથે લાવવા માટે કામ કરશે.વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે બ્રિક્સ 2026ની થીમ ક્ષમતાઓમાં વધારો, નવીનતાને પ્રોત્સાહન અને બધાના લાભ માટે ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. તેમણે સમજાવ્યું કે આજે લોન્ચ કરાયેલ લોગો આ દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. તે પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ છે. 5 મુખ્ય અર્થવ્યવસ્થાઓ કરી રહી છે નેતૃત્વ આ જૂથનું નેતૃત્વ પાંચ મુખ્ય અર્થતંત્રો - બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા - દ્વારા કરવામાં આવે છે, જ્યારે ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન, યુએઈ અને ઈન્ડોનેશિયા પછીથી ફોરમના સભ્ય બનશે. આ લોન્ચ 2026માં ભારત જૂથનું નેતૃત્વ સંભાળે તે પહેલાં બ્રિક્સ સભ્ય દેશો વચ્ચે જોડાણ, સંદેશાવ્યવહાર અને સહયોગને મજબૂત બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે. લોગોની શું છે વિશેષતાઓ? નવો લોગો કમળથી પ્રેરિત છે, જે ઊંડા મૂળવાળા વારસા અને સતત વધતી જતી સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છે. લોગોની પાંખડીઓ બધા BRICS સભ્ય દેશોના રંગોને સમાવિષ્ટ કરે છે, જે એકતા, વિવિધતા અને સહિયારા હેતુની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રતીકના કેન્દ્રમાં નમસ્તે પ્રતીક છે, જે આદર અને સહકારનું આહ્વાન છે. લોગો દર્શાવે છે કે BRICS તેના સભ્યોના સામૂહિક યોગદાનમાંથી શક્તિ મેળવે છે, જ્યારે તેમની વિશિષ્ટ ઓળખનો પણ આદર કરે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ લોગો લોકો-કેન્દ્રિત અભિગમને પ્રતિબિંબિત કરે છે જે સહકાર, પરસ્પર આદર અને એકતા પર ભાર મૂકે છે. ભારત 2026માં BRICSનું નેતૃત્વ કરશે. આ લોગોની સાથે "સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને ટકાઉપણું માટે નિર્માણ" ટેગલાઈન છે. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે BRICSનું પ્રમુખપદ 2026માં જૂથ તેની 20મી વર્ષગાંઠની ઉજવણી કરતી વખતે વૈશ્વિક સુખાકારીને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બ્રિક્સ ઈન્ડિયા વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી વિદેશ મંત્રીએ બ્રિક્સ ઈન્ડિયા વેબસાઈટના લોન્ચની પણ જાહેરાત કરી, જે ભારતની અધ્યક્ષતા દરમિયાન એક સામાન્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. તેની પર બેઠકો, પહેલ અને પરિણામો વિશેની માહિતી પ્રદાન મળશે. આ પારદર્શિતા અને જોડાણ વધારશે, તેમજ માહિતીના સમયસર પ્રસારને સુનિશ્ચિત કરશે. બ્રિક્સ 2026 લોગોના લોન્ચ સમયે, જયશંકરે ભારતની અધ્યક્ષતાની 4 મુખ્ય પ્રાથમિકતાઓ દર્શાવી: સુગમતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ મુખ્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ, BRICS, એક મહત્વપૂર્ણ વૈશ્વિક પ્લેટફોર્મમાં વિકસિત થયો છે, જેમાં હવે 11 સભ્ય દેશોનો સમાવેશ થાય છે જે સામૂહિક રીતે વિશ્વની વસ્તીના લગભગ 49.5 ટકા, વૈશ્વિક GDPના લગભગ 40 ટકા અને વૈશ્વિક વેપારના લગભગ 26 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.આ પણ વાંચો: Himachal Pradeshમાં ગેરેજમાંથી રસ્તા પર આવશે વિન્ટેજ કાર, સરકારનો મોટો નિર્ણય

Read Full Story arrow_forward
Jammu Kashmir: આતંકીઓને મદદ કરનારા 5 નીકળ્યા સરકારી કર્મી, LGએ કરી કડક કાર્યવાહી
calendar_today January 13, 2026

Jammu Kashmir: આતંકીઓને મદદ કરનારા 5 નીકળ્યા સરકારી કર્મી, LGએ કરી કડક કાર્યવાહી

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ સરકારી તંત્રમાં છુપાયેલા આતંકવાદીઓના સમર્થક અને તેઓના મદદકર્તા ઓવરગ્રાઉન્ડ વર્કર્સને મૂળમાંથી જડમૂળથી ઉખેડી નાખવા માટે ઝુંબેશ વધુ તીવ્ર બનાવી છે. આ પ્રયાસના ભાગ રૂપે પાંચ સરકારી કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. . તપાસમાં જાણવા મળ્યું છે કે આ વ્યક્તિઓ લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હતા. 5 સરકારી કર્મીઓને હાંકી કઢાયા અધિકારીઓએ જણાવ્યું હતું કે બરતરફ કરાયેલા કર્મચારીઓમાં એક શિક્ષક, મોહમ્મદ ઇશાક, એક લેબ ટેકનિશિયન, તારિક અહેમદ શાહ, એક સહાયક લાઇનમેન, બશીર અહેમદ મીર, એક વન ક્ષેત્ર કાર્યકર, ફારુક અહેમદ ભટ અને એક આરોગ્ય વિભાગના ડ્રાઇવર, મોહમ્મદ યુસુફનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન તેમના કાર્ય અને વર્તન પર નજીકથી નજર રાખવામાં આવી હતી. અંતે જ્યારે તેમના આતંકવાદી સંબંધોના નક્કર પુરાવા બહાર આવ્યા, ત્યારે એલજી વહીવટીતંત્રે વિલંબ કર્યા વિના તે બધાને કાઢી મૂકવાના નિર્દેશ આપવામાં આવ્યા અને આ પછી તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. હિઝબુલ-લશ્કર સાથે જોડાયેલા હોવાના મળ્યા પુરાવા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તમામ વ્યક્તિઓ લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનો સાથે લિંક્સ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબત અત્યંત ગંભીર છે કારણ કે આ વ્યક્તિઓ જાહેર વિશ્વાસના હોદ્દા પર હતા. એક તરફ તેઓ સરકારી તિજોરીમાંથી પગાર મેળવતા હતા તો બીજી તરફ તેઓ લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા ખતરનાક આતંકવાદી જૂથોને ટેકો આપી રહ્યા હતા. આ વ્યક્તિઓ આતંકવાદીઓ માટે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ તરીકે કામ કરી રહ્યા હતા. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી તંત્રમાં દેશદ્રોહીઓ માટે કોઈ સ્થાન નથી અને આતંકના આ સમગ્ર ઇકોસિસ્ટમને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. લેફ્ટનન્ટ ગવર્નરના આ પગલાને જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત કરવા તરફ એક મોટી જીત માનવામાં આવી રહી છે. વહીવટીતંત્ર કેટલાક સમયથી સરકારી વિભાગોની તપાસ કરી રહ્યું છે જેથી આતંકવાદીઓ માટે માહિતી પ્રદાતા તરીકે સેવા આપનારા લોકોની ઓળખ કરી શકાય.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  પ્રાંતિજ બાદ વડાલીમાં ફુગ્ગામાં ભરવાનો ગેસ બ્લાસ્ટ, અચાનક બ્લાસ્ટ થતા પાર્ક કરેલી ગાડીમાં લાગી આગ
calendar_today January 13, 2026

Gujarat Latest News Live : પ્રાંતિજ બાદ વડાલીમાં ફુગ્ગામાં ભરવાનો ગેસ બ્લાસ્ટ, અચાનક બ્લાસ્ટ થતા પાર્ક કરેલી ગાડીમાં લાગી આગ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward