android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagarમાં રિક્ષા અને પીકઅપ વચ્ચે ભયાનક અકસ્માત, દંપતિનું કરુણ મોત
calendar_today January 13, 2026

Surendranagarમાં રિક્ષા અને પીકઅપ વચ્ચે ભયાનક અકસ્માત, દંપતિનું કરુણ મોત

સુરેન્દ્રનગરના ઝાલાવાડ પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર રાજ સીતાપુર રોડ પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર પતિ-પત્નીના કમકમાટીભર્યા મોત નીપજતા સમગ્ર પંથકમાં અને વડનગર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના વડનગર વિસ્તારમાં રહેતા જીગ્નેશભાઇ વેરશીભાઇ મારૂણીયા અને તેમના પત્ની સંગીતાબેન જીગ્નેશભાઇ મારુણીયા રિક્ષામાં સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રાજ સીતાપુર રોડ પર એક પુરપાટ ઝડપે આવતી પીકઅપ ગાડી અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. કમનસીબે, ગંભીર ઈજાઓને કારણે જીગ્નેશભાઈ અને સંગીતાબેન બંનેના ઘટનાસ્થળે જ અથવા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ જોરાવરનગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું વડનગરના આ દંપતીના અકાળે અવસાનથી પરિવાર પર આભ ફાટ્યું છે. એકસાથે પતિ અને પત્ની બંનેની છત્રછાયા ગુમાવતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. હાલમાં પોલીસે પીકઅપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ ચલાવી રહી છે. આ પણ વાંચોઃGandhinagar: સેક્ટર 6-7 કટ પાસે બેફામ કારચાલકે સર્જ્યો અકસ્માત, યુવતીને અડફેટે લઇ કાર ઝાડ સાથે અથડાઈ

Read Full Story arrow_forward
Botad : ગઢડાના ઢસા ગામે પત્નીની પાણીના હોજમાં ડુબાડી હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા
calendar_today January 13, 2026

Botad : ગઢડાના ઢસા ગામે પત્નીની પાણીના હોજમાં ડુબાડી હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા

બોટાદ જિલ્લાના ગઢડાના ઢસા ગામમાં એક પતિએ તેની પત્ની પર શારીરિક અને માનસિક ત્રાસ આપતા તેને ઘરમાં આવેલા પાણીના હોજમાં ફેંકીને ડુબાડી હત્યા કરી હતી. બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે આરોપી આસિફ કાદરભાઈ હુનાણીને આ ઘટનામાં આજીવન કેદની સજા ફટકારી છે.પાણીના હોજમાં ડુબાડી હત્યા કરી હતી મળતી માહિતી મુજબ તારીખ 20 ફેબ્રુઆરી, 2021ના રોજ આસિફે પોતાના ઘરે સુફિયાબેનને ધક્કો મારીને પાણીના હોજમાં પાડી દીધા હતા અને ગળું પકડી ડુબાડી હત્યા કરી હતી. પતિ આસિફ હુનાણીને આજીવન કેદની સજા દરમિયાન કોર્ટે આ ગંભીર ગુનામાં આરોપીને કસૂરવાર ઠેરવી કડક સજા ફટકારી હતી. આ કેસ બોટાદ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી પતિ આસિફ હુનાણીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ પણ વાંચો----   Dahod : દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ, 66 હજારનો વિદેશી દારૂ જપ્ત

Read Full Story arrow_forward
Bhavnagar News : મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભાવનગર યાર્ડમાં હરાજીનું કામકાજ રહેશે બંધ
calendar_today January 13, 2026

Bhavnagar News : મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભાવનગર યાર્ડમાં હરાજીનું કામકાજ રહેશે બંધ

આગામી મકરસંક્રાંતિના પવિત્ર પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા વેપાર અને હરાજીના કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા સત્તાવાર પત્ર જાહેર કરીને તમામ ખેડૂતો, વેપારીઓ અને કમિશન એજન્ટોને જાણ કરવામાં આવી છે કે આવતીકાલે ઉત્તરાયણ નિમિત્તે યાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબિયાં તેમજ ડુંગળીની જાહેર હરાજી પ્રક્રિયા બંધ રહેશે. તહેવારના દિવસે મજૂરો અને કર્મચારીઓની રજા હોવાને કારણે દર વર્ષની જેમ આ વખતે પણ કામકાજ સ્થગિત રાખવામાં આવ્યું છે.સેક્રેટરીની ખેડૂતોને અપીલ યાર્ડ પ્રશાસન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે મકરસંક્રાંતિના વિરામ બાદ આગામી ગુરુવારથી યાર્ડમાં તમામ જણસીઓની હરાજી પુનઃ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. ખેડૂતોને હાલાકી ન પડે તે માટે અગાઉથી જાણ કરવામાં આવી છે કે તેઓ રજાના દિવસે પોતાનો માલ લઈને યાર્ડમાં ન આવે. ગુરુવાર સવારથી ફરીથી મોટા પાયે હરાજી શરૂ થશે, જેમાં ડુંગળી અને અન્ય તેલીબિયાંની આવક વધવાની શક્યતા જોતા યાર્ડ તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પણ વાંચો : Ambaji માં ભક્તિનો મહાસંગમ, મકરસંક્રાંતિના પર્વે સાધુ સંતોના જમાવડાથી માઈધામ ગુંજી ઉઠ્યું

Read Full Story arrow_forward