android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : AMC ની અજબ ગજબ કામગીરી, રોડની વચ્ચે લાઈટ પોલ હટાવ્યા વગર જ ડામર પાથરી દીધો!
calendar_today January 13, 2026

Ahmedabad News : AMC ની અજબ ગજબ કામગીરી, રોડની વચ્ચે લાઈટ પોલ હટાવ્યા વગર જ ડામર પાથરી દીધો!

સ્માર્ટ સિટી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના શેલો VIP રોડ પર તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરતા લાઈટ પોલ હટાવ્યા વગર જ રોડ બનાવી દીધો છે. નવાઈની વાત એ છે કે આ વીજ થાંભલા રોડની સાઈડમાં નહીં પરંતુ બિલકુલ વચ્ચે ઉભેલા જોવા મળી રહ્યા છે. તંત્રએ ઉતાવળમાં રોડનું કામ પૂરું કરવા માટે વીજ કંપની સાથે સંકલન સાધ્યા વગર જ ડામરનું પડ પાથરી દીધું છે, જેના કારણે અત્યારે આ VIP રોડ અકસ્માત ઝોન બની ગયો છે.જીવના જોખમે મુસાફરી આ અંધેર વહીવટને કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે રોડની વચ્ચે ઉભેલા આ થાંભલાઓ જીવલેણ અકસ્માત સર્જી શકે તેમ છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું એન્જિનિયરો અને સુપરવાઈઝરોને કામગીરી દરમિયાન આ થાંભલા નજરે પડ્યા નહોતા? હાલમાં સોશિયલ મીડિયા પર આ ગેરવહીવટના ફોટા વાયરલ થઈ રહ્યા છે અને લોકો 'સ્માર્ટ સિટી' ના નામે થઈ રહેલી આવી કામગીરી સામે ફિટકાર વરસાવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ ભૂલ સુધારે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવે છે. આ પણ વાંચો : Surat News : BRTS માં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર, સરકારે લીધો આ મોટો નિર્ણય...

Read Full Story arrow_forward
Surat News : BRTS માં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર, સરકારે લીધો આ મોટો નિર્ણય...
calendar_today January 13, 2026

Surat News : BRTS માં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર, સરકારે લીધો આ મોટો નિર્ણય...

ડાયમંડ સિટી સુરતમાં ઉત્તરાયણના પર્વે પતંગબાજીનો અનેરો ઉત્સાહ જોવા મળે છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે અકસ્માતની કોઈ હોનારત ન સર્જાય તે માટે સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલે એટલે કે 14મી જાન્યુઆરી, ઉત્તરાયણના દિવસે સુરત શહેરમાં તમામ BRTS બસ સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. પાલિકા તંત્રના જણાવ્યા અનુસાર, BRTS કોરિડોરમાં લોકો પતંગ ચગાવતા હોય છે અને ઘણીવાર પતંગ લૂંટવાના ચકરાવામાં નાના બાળકો અને યુવાનો અચાનક બસના ટ્રેક પર દોડી આવતા હોય છે. આ સંજોગોમાં તેજ ગતિએ આવતી બસ અકસ્માત સર્જી શકે છે, જેથી જાનહાનિ રોકવા માટે આ કડક નિર્ણય લેવાયો છે.કોરિડોરમાં અકસ્માતનો ભય ઉત્તરાયણ બાદ વાસી ઉત્તરાયણ એટલે કે 15મી જાન્યુઆરીએ પણ બસ સેવામાં આંશિક અસર જોવા મળશે. 15મીએ BRTS બસ સેવામાં અંદાજે 70 ટકા જેટલો કાપ મૂકવામાં આવશે, એટલે કે માત્ર 30 ટકા બસો જ નિર્ધારિત રૂટ પર દોડશે. ખાસ કરીને વરાછા, કતારગામ અને ઉધના જેવા ગીચ વિસ્તારો જ્યાં પતંગબાજીનું પ્રમાણ વધુ હોય છે, ત્યાં વિશેષ તકેદારી રાખવામાં આવી છે. પાલિકાએ શહેરીજનોને અપીલ કરી છે કે તેઓ તહેવાર દરમિયાન જાહેર પરિવહનનો ઉપયોગ કરવાને બદલે વૈકલ્પિક વ્યવસ્થા રાખે અને સુરક્ષિત રીતે પર્વની ઉજવણી કરે. આ પણ વાંચો : Gandhinagar News : માણસામાં અમિત શાહનો હુંકાર, રૂપિયા 267 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી

Read Full Story arrow_forward
Gandhinagar: સેક્ટર 6-7 કટ પાસે બેફામ કારચાલકે સર્જ્યો અકસ્માત, યુવતીને અડફેટે લઇ કાર ઝાડ સાથે અથડાઈ
calendar_today January 13, 2026

Gandhinagar: સેક્ટર 6-7 કટ પાસે બેફામ કારચાલકે સર્જ્યો અકસ્માત, યુવતીને અડફેટે લઇ કાર ઝાડ સાથે અથડાઈ

ગાંધીનગરમાં સેક્ટર 6-7 કટ નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં એક કાર ચાલકે અચાનક યુવતીને અડફેટે લીઇ લીધી હતી. અકસ્માત બાદ કાર નિયંત્રણ ગુમાવીને નજીકના ઝાડ સાથે અથડાઈ ગઈ હતી..વેગન આર ચાલક તેમજ યુવતી બંને ઈજાગ્રસ્ત આ અકસ્માતમાં વેગનઆર ચાલક તેમજ યુવતી બંને ઈજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક ટીમે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો સ્થાનિક પોલીસ અને ટ્રાફિક ટીમે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને બંને ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા હતા.  આ પણ વાંચો----   Dahod : દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ, 66 હજારનો વિદેશી દારૂ જપ્ત

Read Full Story arrow_forward